ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / આજે ભારત-પાકિસ્તાન વચ્ચે ટક્કર, જાણો ક્યાં અને કેટલા વાગે રમાશે મેચ ? અહીં જોઈ શકાશે LIVE પ્રસારણ ?

સ્પોર્ટ્સ / આજે ભારત-પાકિસ્તાન વચ્ચે ટક્કર, જાણો ક્યાં અને કેટલા વાગે રમાશે મેચ ? અહીં જોઈ શકાશે LIVE પ્રસારણ ?

Published By: Priykant Shrimali

Last Updated: 07:02 AM, 7 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IND vs PAK : ભારત-પાકિસ્તાન વચ્ચે આજે બપોરે ક્રિકેટ મેચ રમાશે. ભારતનું નેતૃત્વ દિનેશ કાર્તિક કરી રહ્યા છે, જ્યારે પાકિસ્તાનનું નેતૃત્વ અબ્બાસ આફ્રિદી કરી રહ્યા છે. અહીં જોઈ શકશો લાઈવ મેચ

ADVERTISEMENT

IND vs PAK : ક્રિકેટ ચાહકો માટે આજે એક રોમાંચક દિવસ છે! હોંગકોંગમાં ચાલી રહેલી હોંગકોંગ સિક્સીસ 2025 ટુર્નામેન્ટ (IND vs PAK Hong Kong Sixes)માં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે ધમાકેદાર ટક્કર જોવા મળશે. બંને ટીમો પૂલ Cમાં સામસામે ભીડશે, જેમાં કુવૈતની ટીમનો પણ સમાવેશ છે.

છ ઓવરના આ ટૂંકા ફોર્મેટમાં દરેક બોલ અને દરેક રનનું મહત્વ રહેશે. પહેલાંના સીઝનમાં રોબિન ઉથપ્પાએ પોતાની તોફાની બેટિંગથી ચાહકોને મંત્રમુગ્ધ કર્યા હતા, જ્યારે સ્ટુઅર્ટ બિન્ની પણ ફરીથી મેદાનમાં કમબેક કરી રહ્યા છે. દિનેશ કાર્તિકના નેતૃત્વ હેઠળ ભારતની ટીમ એક વખત ફરી ખિતાબ જીતવાના ઈરાદે ઉતરી રહી છે.

ક્યારે અને ક્યાં રમાશે IND vs PAK મુકાબલો?

  • ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો શુક્રવાર, 7 નવેમ્બર 2025ના રોજ રમાશે.
  • મેચનો પ્રારંભ ભારતીય સમય મુજબ બપોરે 1:05 વાગ્યે (IST) થશે.
  • હોંગકોંગના મેદાન પર બંને ટીમો વચ્ચે હંમેશાની જેમ ઉત્સાહ અને રોમાંચ ભરેલી ટક્કર જોવા મળશે.

લાઇવ પ્રસારણ ક્યાં જોઇ શકશો ?

ભારતમાં હોંગકોંગ સિક્સીસ 2025નું લાઇવ પ્રસારણ Sony Sports Network પર કરવામાં આવશે. તમે નીચેના ચેનલો પર લાઇવ એક્શન જોઈ શકો છો : Sony Sports Ten 5 / Sony Sports Ten 3 (HD & SD)

લાઇવ સ્ટ્રીમિંગ ઓનલાઈન કેવી રીતે જોવું?

જો તમે મોબાઈલ અથવા લૅપટોપ પર મેચ જોવા ઈચ્છો છો, તો લાઇવ સ્ટ્રીમિંગ FanCode App પર ઉપલબ્ધ રહેશે. ફેન કોડ એપમાં લોગિન કરીને તમે દરેક મેચનું લાઇવ અને હાઇલાઇટ્સ બંને જોઈ શકો છો.

ટૂર્નામેન્ટની રૂપરેખા

કુલ 12 ટીમો ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે. ટીમોને ચાર ગ્રુપમાં (A, B, C, D) વહેંચવામાં આવી છે. દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો એલિમિનેશન રાઉન્ડમાં જશે.

ફોર્મેટ: છ ઓવરની ઇનિંગ્સ, નાના મેદાન પર ધમાકેદાર હિટિંગ!

આ પણ વાંચો : જુઓ ઓક્શન પહેલા કઇ ટીમે કેટલાં ખેલાડીઓ રિટેન કર્યા, નામજોગ યાદી જાહેર

શું અપેક્ષા રાખી શકાય?

ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટક્કર હંમેશા ભાવનાત્મક અને ઉત્સાહપૂર્ણ હોય છે. ટૂંકા ફોર્મેટના આ મુકાબલામાં રનવર્ષા થવાની પૂરી શક્યતા છે. ચાહકોને દિનેશ કાર્તિક અને રોબિન ઉથપ્પાની જુગલબંધી તેમજ અબ્બાસ આફ્રિદીની બોલિંગ જોવાની આતુરતા છે.

  • ભારતીય ટીમ : દિનેશ કાર્તિક, રોબિન ઉથપ્પા, ભરત ચિપલી, શાહબાઝ નદીમ, પ્રિયંક પંચાલ, સ્ટુઅર્ટ બિન્ની, અભિમન્યુ મિથુન.
  • પાકિસ્તાન ટીમ : મુહમ્મદ શહઝાદ, માઝ સદાકત, અબ્દુલ સમદ, ખ્વાજા નફે, સાદ મસૂદ, શાહિદ અઝીઝ, અબ્બાસ આફ્રિદી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dinesh Karthik Hong Kong Sixes 2025 Tournament India-Pakistan Match

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ