બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / મુંબઈ ઈન્ડિયન્સ ટીમનું નામ બદલાશે, 700 કરોડ રૂપિયાની ડીલ પછી લેવાયો નિર્ણય!
Last Updated: 11:56 PM, 21 August 2025
મુંબઈ ઈન્ડિયન્સ ફ્રેન્ચાઇઝી માત્ર IPL કે WPL સુધી મર્યાદિત નથી રહી, પરંતુ હવે વિશ્વભરમાં પોતાના પગ મજબૂત કરી રહી છે. તાજેતરમાં જ ‘ધ હન્ડ્રેડ લીગ’ની ઓવલ ઇન્વિન્સિબલ્સ ટીમમાં 49% હિસ્સેદારી ખરીદી બાદ હવે આ ટીમનું નવું નામ જાહેર થયું છે. આવતા સીઝનથી ઓવલ ઇન્વિન્સિબલ્સને ‘MI London’ નામથી ઓળખવામાં આવશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
રિપોર્ટ્સ અનુસાર, ઓવલ ઇન્વિન્સિબલ્સની કિંમત લગભગ 123 મિલિયન પાઉન્ડ (ભારતીય ચલણ મુજબ લગભગ ₹1,400 કરોડ) આંકવામાં આવી હતી. તેમાં મુંબઈ ઈન્ડિયન્સે 49% હિસ્સેદારી માટે 60 મિલિયન પાઉન્ડ (₹700 કરોડથી વધુ) ચૂકવ્યા છે. બાકીની 51% હિસ્સેદારી સરે કાઉન્ટી ક્લબ પાસે જ રહેશે. સરે કાઉન્ટી ઇચ્છતું હતું કે ટીમનું નામ ઓવલ ઇન્વિન્સિબલ્સ જ રહે, છતાં એક અહેવાલ મુજબ 2026 સીઝનથી પહેલા જ આ ટીમનું નવું નામ ‘MI London’ રાખવામાં આવશે.
વધુ વાંચો : VIDEO: રન લેતી વખતે બેટ્સમેન ત્રણ વખત પડ્યો, છતા પણ આઉટ ન થયો, વીડિયો વાયરલ
ADVERTISEMENT
આ સોદા બાદ હવે મુંબઈ ઈન્ડિયન્સ ફ્રેન્ચાઇઝી દુનિયાભરમાં કુલ 6 ટીમોની માલિક બની ગઈ છે:
ADVERTISEMENT
આ રીતે મુંબઈ ઈન્ડિયન્સ હવે ગ્લોબલ ક્રિકેટ ફ્રેન્ચાઇઝી બ્રાન્ડ તરીકે પોતાનું સ્થાન વધુ મજબૂત કરી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.