ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / VIDEO: રન લેતી વખતે બેટ્સમેન ત્રણ વખત પડ્યો, છતા પણ આઉટ ન થયો, વીડિયો વાયરલ
Last Updated: 11:15 PM, 21 August 2025
ADVERTISEMENT
જ્યારે તેનો પગ વાંકો થઈ ગયો, ત્યારે તે 3 વાર મેદાન પર પડ્યો.
ADVERTISEMENT
બન્યું એવું કે ઓવરના પાંચમા બોલ પર, આદિત્ય શર્માએ બોલ પોઈન્ટ તરફ રમ્યો અને રન માટે દોડ્યો. પરંતુ ક્રીઝની બહાર નીકળતાની સાથે જ તેનો ડાબો પગનો ઘૂંટણ ખરાબ રીતે વળી ગયો અને તે ત્યાં જ નીચે પડી ગયો. પરંતુ તેને ક્રીઝ પર પાછા ફરવું પડ્યું, તેથી તેણે હિંમત ભેગી કરી અને ફરીથી ઊભો થયો, પરંતુ એક પગલું ભર્યા પછી, તે ફરીથી ઠોકર ખાઈને ક્રીઝ પર પડી ગયો. આદિત્યએ આ પછી પણ હિંમત જાળવી રાખી અને ત્રીજો પ્રયાસ કર્યો. આ વખતે તે ક્રીઝની અંદર પહોંચ્યો પણ ફરીથી નીચે પડી ગયો. કાશીના ખેલાડીઓ આ તકનો લાભ લઈ શક્યા નહીં અને તેને રન આઉટ કરવાનું ચૂકી ગયા.
ADVERTISEMENT
રિટાયર્ડ હર્ટ થતા ટીમ ખરાબ રીતે હારી
આદિત્યએ પોતાની વિકેટ ગુમાવી ન હતી, પરંતુ તેમ છતાં તેને અને તેની ટીમને નુકસાન થયું હતું. ઈજા એટલી ગંભીર હતી કે તેના માટે ચાલવું પણ મુશ્કેલ બન્યું હતું અને તેના કારણે તેને રિટાયર્ડ હર્ટ થઈને પેવેલિયન પરત ફરવું પડ્યું હતું. તે ફરીથી બેટિંગ માટે પાછો ફર્યો નહીં. તેની અસર નોઈડાની ઇનિંગ્સ પર જોવા મળી કારણ કે પહેલી ઓવરમાં જ તેના 2 બેટ્સમેન પેવેલિયન પાછા ફર્યા હતા. આખરે આખી ટીમ આ આંચકાઓમાંથી બહાર ન આવી શકી અને 12 ઓવરમાં ફક્ત 85 રનમાં જ ઢળી પડી. આ રીતે કાશીએ આ મેચ 88 રનના મોટા માર્જિનથી જીતી લીધી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ