બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2026 પહેલા RRને લાગ્યો મોટો ઝટકો, દ્વવિડ બાદ વધુ એક દિગ્ગજના અલવિદા!

સ્પોર્ટ્સ / IPL 2026 પહેલા RRને લાગ્યો મોટો ઝટકો, દ્વવિડ બાદ વધુ એક દિગ્ગજના અલવિદા!

Shilpa Parmar

Last Updated: 11:15 AM, 10 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2026 : રાજસ્થાન રોયલ્સને આવનાર IPL 2026 ભારે પડી શકે છે. રાહુલ દ્રવિડ બાદ RRની ફ્રેન્ચાઇઝીમાંથી વધુ એક વ્યક્તિએ કહ્યું અલવિદા. જાણો કોણ છે તે અને કેમ કહ્યું RRને અલવિદા?

IPL 2026 પહેલાં જ રાજસ્થાની ફ્રેન્ચાઇઝીમાં અનેક બદલાવ જોવા મળી રહ્યા છે. સંજુ સેમસન બાદ રાહુલ દ્રવિડ અને હાલ ટીમના CEO જેક લશ મેક્રમ પણ રાજસ્થાન રોયલ્સથી અલગ થવાનો નિર્ણય કરી ચૂક્યા છે.

મેક્રમ છેલ્લા 8 વર્ષથી ફ્રેન્ચાઇઝી સાથે જોડાયેલા હતા. 2021માં તેઓ CEO તરીકે નિયુક્ત થયા હતા. તેમના રાજીનામા બાદ ફ્રેન્ચાઇઝીમાં ઉથલપાથલ મચી છે, કારણ કે ટીમનું પ્રદર્શન ગયા સિઝનમાં નિરાશાજનક રહ્યું હતું.

એક પછી એક આટલા લોકો ટીમથી અલગ

સંજુ સેમસને સત્તાવાર રીતે ફ્રેન્ચાઈઝી છોડી નથી, પરંતુ તેમણે ટીમથી પોતાને અલગ રાખવાની વિનંતી કરી છે. બીજી તરફ, કોચ રાહુલ દ્રવિડ પહેલાથી જ પદ પરથી હટ્યા છે, જેની પુષ્ટિ જાતે રાજસ્થાન રોયલ્સે કરી હતી. માર્કેટિંગ હેડ દ્વિજેન્દ્ર પરાશર પણ ગયા સિઝન બાદ ફ્રેન્ચાઈઝીથી અલગ થયા હતા અને હવે જેક લશ મેક્રમે પણ પદ છોડી દીધું છે.

RR-CEO-Jake-Lush-McCrum

8 વર્ષથી RRનો હિસ્સો હતા જેક લશ મેક્રમ

બ્રિટનમાં જન્મેલા જેક લશ મેક્રમે રાજસ્થાન રોયલ્સ સાથે 8 વર્ષ કામ કર્યું છે. શરૂઆત જુનિયર સ્તરેથી કરી, પછી ટીમ ઓપરેશન્સ સાથે જોડાયા અને 2021માં માત્ર 28 વર્ષની ઉંમરે CEO બન્યા.

રિપોર્ટ મુજબ, તેમણે પોતાના આ નિર્ણયની જાણ સહયોગીઓને કરી છે. માનવામાં આવે છે કે તે ઓક્ટોબર સુધી સત્તાવાર રીતે પદ છોડશે.

9 સપ્ટેમ્બરે થયેલી SA20 હરાજી દરમિયાન મેક્રમ જોવા મળ્યા ન હતાં. સામાન્ય રીતે રોયલ્સ તરફથી હરાજીના ટેબલ પર હાજર રહેતા મેક્રમ આ વખતે Paarl Royalsના ટેબલ પર દેખાયા ન હતાં. હરાજી દરમિયાન કમાન કુમાર સંગકારાના હાથમાં હતી, જે ફરીથી RRના હેડ કોચ તરીકે પરત આવી શકે છે.

આ સમયે મેક્રમના CEO પદ પરથી રાજીનામા બાદ મોટો સવાલ ઊઠી રહ્યો છે કે આખરે ફ્રેન્ચાઈઝીના અંદર શું ચાલી રહ્યું છે. ગયા સિઝનમાં ટીમે 14માંથી ફક્ત 4 મેચ જીતી હતી અને 9મા ક્રમે રહી હતી. ત્યારબાદ જુલાઈથી સિઝનમાં એક પછી એક ફેરફારોની શરૂઆત થઈ છે.

વધુ વાંચો : હોંગકોંગના નામે શરમજનક રેકોર્ડ દાખલ, પહેલી મેચમાં જ જુઓ કેવો કાંડ કરી નાખ્યો

IPLના પ્રથમ સિઝન પછી RR ચેમ્પિયન નથી બની

IPLનું પ્રથમ સિઝન વર્ષ 2008માં રમાયું હતું, જેમાં રાજસ્થાન રોયલ્સે ખિતાબ જીત્યો હતો. પરંતુ ત્યારથી આજ સુધી ટીમ એક પણ વખત IPL ટ્રોફી જીતી શકી નથી. વર્ષ 2023ના સિઝનમાં રાજસ્થાન રોયલ્સ ફાઈનલમાં પહોંચી હતી, પણ ગુજરાત ટાઇટન્સ સામે હારી ગઈ હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IPL 2026 Rajasthan Royals RR CEO leaves franchise
Shilpa Parmar

Shilpa Parmar is working as a Jr. Sub Editor at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ