ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL News / ક્યારે થશે IPL 2026ના ખેલાડીઓની હરાજી? સામે આવ્યો વાંચવા જેવો રિપોર્ટ

સ્પોર્ટ્સ / ક્યારે થશે IPL 2026ના ખેલાડીઓની હરાજી? સામે આવ્યો વાંચવા જેવો રિપોર્ટ

Published By: Nidhi Panchal

Last Updated: 11:53 AM, 10 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું IPLની સૌથી લોકપ્રિય ટીમોમાં આ વખતે ધમાકેદાર ફેરફારો જોવા મળશે? હરાજી નજીક આવતાં IPL 2026 ને લઈને ક્રિકેટ ચાહકોમાં ઉત્સાહ ચરમસીમાએ છે.

ADVERTISEMENT

ભારતમાં ફરી એકવાર ક્રિકેટનો તહેવાર મનાવવા તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની નવી સીઝન શરૂ થવામાં હવે ફક્ત ચાર મહિના જ બાકી છે. આ વખતે IPL 2026 માટેની મેગા હરાજીની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. એક અહેવાલ અનુસાર, IPL 2026 ની હરાજી 15 ડિસેમ્બરના રોજ ભારતમાં યોજાઈ શકે છે. છેલ્લા બે સીઝનમાં હરાજી વિદેશમાં યોજાઈ હતી ખાસ કરીને IPL 2025ની હરાજી સાઉદી અરેબિયામાં થઈ હતી, પરંતુ હવે ભારત જ મેદાન બનશે.

IPL-2

RCBએ આખરે સપનું પૂરું કર્યું

IPL 2025 ક્રિકેટ ચાહકો માટે ઐતિહાસિક સાબિત થયું. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ પહેલીવાર IPL ટ્રોફી પોતાના નામે કરી. છેલ્લા 17 સીઝનથી રાહ જોતી RCB એ આખરે જીતનો આનંદ માણ્યો. નવા કેપ્ટન રજત પાટીદારે ટીમની કમાન સંભાળી અને પોતાના પ્રથમ વર્ષમાં જ ટીમને વિજેતા બનાવીને ઈતિહાસ રચ્યો. આ સિદ્ધિ સાથે પાટીદારનું નામ IPLના સફળ કેપ્ટનોની યાદીમાં શામેલ થયું.

IPL-3

CSK અને RR માટે નિરાશાજનક સીઝન

જ્યાં RCB એ ખુશી મનાવી, ત્યાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રાજસ્થાન રોયલ્સ (RR) માટે IPL 2025 બહુ મુશ્કેલ સાબિત થયું. CSKના કેપ્ટન રુતુરાજ ગાયકવાડ ઈજાગ્રસ્ત થયા પછી, ટીમની કમાન ફરીથી એમએસ ધોનીએ સંભાળી, પરંતુ તેમ છતાં ટીમ 10મા સ્થાને રહી. બીજી તરફ, રાજસ્થાન રોયલ્સ માટે વૈભવ સૂર્યવંશીએ IPL 2025ની સૌથી ઝડપી સદી ફટકારી, છતાં ટીમ 9મા સ્થાને અટકી રહી.

vtv app promotion

નવા ફેરફારોની તૈયારીઓ

IPL 2026 માટે હવે બંને ટીમો CSK અને RRમાં મોટા ફેરફારો થવાની સંભાવના છે. બંને ફ્રેન્ચાઇઝીઓ ખેલાડીઓ જાળવવાની પ્રક્રિયા શરૂ કરી ચૂક્યાં છે. હજુ પણ, કયા ખેલાડી કઈ ટીમમાં જશે તેની અંતિમ યાદી જાહેર થવામાં એક મહિનો લાગી શકે છે.

આ પણ વાંચો : T20 વર્લ્ડકપની પહેલી અને ફાઈનલ મેચ અમદાવાદમાં રમાશે, શેડ્યૂલને લઈ આવી મોટી અપડેટ

આ દરમિયાન મોટું અપડેટ એ છે કે રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસનએ ટીમ છોડવાનો નિર્ણય લીધો છે. એવી માહિતી મળી છે કે RR, સંજુ સેમસન માટે CSK સાથે ટ્રેડ કરાર કરવા પર વિચાર કરી રહ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IPL 2026 IPL Auction 2026 RCB

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ