બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / પોતાને કેવી રીતે ફિટ એન્ડ ફાઇન રાખે છે વિરાટ કોહલી? આ છે 'કિંગ કોહલી'ની સફળતાનું રહસ્ય

સ્પોર્ટ્સ / પોતાને કેવી રીતે ફિટ એન્ડ ફાઇન રાખે છે વિરાટ કોહલી? આ છે 'કિંગ કોહલી'ની સફળતાનું રહસ્ય

Last Updated: 03:38 PM, 12 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિરાટ કોહલી દરરોજ નિયમિત રીતે વર્કઆઉટ કરે છે એ તો આપણે સૌ જાણીએ જ છીએ, પણ શું તમને ખબર છે કે વિરાટ કોહલી કઈ ડાયટ ફોલો કરે છે? ચાલો જાણીએ કિંગ કોહલીના ફિટ એન્ડ ફાઇન રહેવાનું રહસ્ય.

સોમવારે વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. 'કિંગ' તરીકે ઓળખાતા વિરાટ કોહલીએ લગભગ 14 વર્ષ સુધી ટેસ્ટ ક્રિકેટમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો. કોહલીએ ક્રિકેટમાં ફિટનેસને નવી રીતે વ્યાખ્યાયિત કરી છે. તેમની સ્ટાઇલને જોઈને અન્ય ખેલાડીઓ પણ હવે ફિટનેસ પર ખાસ ધ્યાન આપે છે. માત્ર ભારત જ નહીં, વિદેશી ખેલાડીઓ પણ વિરાટની ફિટનેસના વખાણ કરે છે.

અખાડામાં ચિત્તાની ઝડપે દોડે છે કોહલી

જ્યારે કિંગ કોહલી મેદાનમાં હોય છે, ત્યારે તેઓ ચિત્તાની ઝડપે દોડીને રન પૂર્ણ કરે છે. 36 વર્ષની ઉંમરે પણ કોહલી યુવાઓને ફિટનેસ અને દોડમાં પણ માત આપે છે. હવે તેઓ પાંચ દિવસ ચાલતા ટેસ્ટ મેચોમાં જોવા નહીં મળે, પરંતુ જ્યારે પણ દુનિયા તેમને યાદ કરશે, ત્યારે તેમની ફિટનેસની ચર્ચા જરૂર થશે. ચાલો, તમે પણ જાણો વિરાટ કોહલીની એવી પાંચ આદતો વિશે, જે તેઓ રોજબરોજ અનુસરે છે.

સ્ટ્રીક્ટ ડાયટ નું પાલન

દિલ્હીમાં 5 નવેમ્બર 1988ના જન્મેલા વિરાટ કોહલી ડાયટનું ખૂબ જ કડક પાલન કરે છે. તેઓ પ્રોટીન, ફાઈબર અને વિટામિન પર ખાસ ધ્યાન આપે છે. તેમની ડાયટમાં તાજા ફળ અને શાકભાજી, દાળ ,અનાજ, નટ્સ અને બીજ, તેમજ પ્રોટીન શેક્સ સામેલ હોય છે. ભોજન પછી દિવસભર તેઓ ઘણું પાણી પીવે છે અને હાયડ્રેટ રહે છે. આ ઉપરાંત તેઓ ઈલેક્ટ્રોલાઇટ ડ્રિંક્સ અને નાળિયેર પાણી પણ લે છે.

એક્સરસાઈઝ પર વિશેષ ધ્યાન

કોહલી તેમના વર્કઆઉટ રૂટિનને ખૂબ કડક રીતે ફોલો કરે છે અને તેમાં ક્યારેય છૂટછાટ આપતા નથી. તેઓ કાર્ડિયો એક્સરસાઈઝ જેવી કે દોડ, સાઇકલિંગ, વેઇટ ટ્રેનિંગ અને સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરે છે. તે સાથે, યોગ અને સ્ટ્રેચિંગ પર પણ ધ્યાન આપે છે જેથી શરીરમાં ફ્લેક્સિબિલિટી રહે. વર્કઆઉટ પછી તેઓ શરીરને પૂરતો આરામ આપે છે અને દરરોજ પૂરતી ઊંઘ લે છે.

મનના ફોકસ માટે કરે છે ધ્યાન

કોહલી ફિટનેસની સાથે સાથે પોતાના ધ્યાનની શક્તિ વધારવા પર પણ કામ કરે છે. તેઓ મેન્ટલ ફિટનેસ માટે મેડિટેશન કરે છે. માનસિક શાંતિ અને એકાગ્રતા માટે ધ્યાન ખૂબ જ મહત્વપૂર્ણ છે.

જંક ફૂડથી રહે છે દૂર

કોહલી જંક ફૂડના કટ્ટર વિરોધી છે. ચિપ્સ, નમકીન, પ્રોસેસ્ડ સ્નેક્સ, બર્ગર, પિઝ્ઝા અને ફ્રેંચ ફ્રાઈઝ જેવી વસ્તુઓ તેઓ ટાળે છે. તેમ જ તેઓ ખાંડવાળી અને વધારે મીઠી વસ્તુઓ પણ લેતા નથી. કોહલી શાકાહારી છે અને કોઈ પણ પ્રકારનો માંસાહાર નથી કરતા.

અનુશાસન પર વધારે ભાર

વિરાટ કોહલી નિયમિત વર્કઆઉટ કરે છે. તેઓ જિમ અને યોગા ઉપરાંત અન્ય રમતો પણ રમે છે. તેઓ હંમેશા હેલ્ધી અને પૌષ્ટિક ખોરાક લે છે જેમાં ફળ, શાકભાજી, અનાજ અને પ્રોટીન હોય છે. માનસિક મજબૂતી માટે તેઓ વિવિધ પ્રવૃત્તિઓ કરે છે જેનાથી મેદાનમાં તેમને વધારે લાભ મળે છે.

વધુ વાંચો: VIDEO : આ શું? ટેસ્ટમાં નિવૃત્તિ લીધા બાદ તરત કોહલીએ કર્યું અણધાર્યું, ચાહકોમાં વ્યાપી ચિંતા

વિરાટ કોહલીની સફળતા પાછળની ચાવી છે ,તેમની કડક ફિટનેસ રૂટિન, સંતુલિત આહાર અને જીવનમાં અપનાવેલું સંપૂર્ણ અનુશાસન. તેમની જીવનશૈલી યુવાનો માટે એક ઉત્તમ પ્રેરણા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

workout tips fit body Virat Kohli
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ