બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:10 PM, 12 May 2025
ક્રિકેટ જગતમાંથી એક મોટા સમાચાર સામે આવ્યાં છે. રોહિત શર્મા બાદ હવે ટીમ ઈન્ડિયાના સ્ટાર વિરાટ કોહલીએ હવે ટેસ્ટને પણ ટાટા કહી દીધું છે, તેણ ઈન્ટરનેશનલ ટેસ્ટમાંથી નિવૃતીની જાહેરાત કરી દીધી છે. કોહલીએ ઈન્સ્ટા પર એક પોસ્ટ લખીને આ જાહેરાત કરી હતી. કોહલી 14 વર્ષ સુધી ટેસ્ટ રમ્યો હતો.
ADVERTISEMENT
હવે ફક્ત વનડેમાં રમશે
કોહલી હવે ક્રિકેટમાં એક જ ફોર્મેટ વનડેમાં જ રમશે કારણ આ પહેલાં તે ટી 20 ક્રિકેટમાંથી સંન્યાસ જાહેર કરી ચૂક્યો છે.
ADVERTISEMENT
ટેસ્ટ જર્સીમાં ફોટો પોસ્ટ કરીને લખી અદ્દભુત વાત
ADVERTISEMENT
વિરાટ કોહલીએ ટેસ્ટ જર્સીમાં પોતાનો એક ફોટો શેર કર્યો અને લખ્યું, "ટેસ્ટ ક્રિકેટમાં પહેલી વાર બેગી બ્લુ જર્સી પહેર્યાને 14 વર્ષ થઈ ગયા છે. પ્રામાણિકપણે, મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે આ ફોર્મેટ મને કેવી સફર પર લઈ જશે. તેણે મારી કસોટી કરી, મને આકાર આપ્યો અને મને એવા પાઠ શીખવ્યા જે હું જીવનભર મારી સાથે લઈ જઈશ.
14 વર્ષનું ટેસ્ટ કરિયર
ADVERTISEMENT
વિરાટ કોહલીએ જૂન 2011 માં કિંગ્સ્ટનમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું ત્યારબાદ કોહલીએ પહેલી ઈનિંગમાં 4 રન અને બીજી ઇનિંગમાં 15 રન બનાવ્યા હતા. તેની છેલ્લી ટેસ્ટ ઓસ્ટ્રેલિયા સામે સિડનીમાં હતી, જે જાન્યુઆરી 2025માં રમાઈ હતી. આ છેલ્લી ટેસ્ટમાં કોહલીએ પહેલી ઇનિંગમાં 17 રન અને બીજી ઇનિંગમાં 6 રન બનાવ્યા હતા.
🚨 VIRAT KOHLI ANNOUNCED HIS RETIREMENT FROM TEST CRICKET. 🚨
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 12, 2025
- Thank you for everything, King. 🥹❤️ pic.twitter.com/PnOw3n2OW4
ADVERTISEMENT
છેલ્લી ટેસ્ટ સિડનીમાં રમ્યો
ADVERTISEMENT
ટેસ્ટ ક્રિકેટમાં વિરાટ કોહલીએ છેલ્લે ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભાગ લીધો હતો. પર્થમાં થયેલી પહેલી મેચમાં કોહલીએ શાનદાર શતક ફટકાર્યું હતું, પરંતુ ત્યારબાદ શ્રેણીમાં તેની બેટિંગમાં સતત સંઘર્ષ જોવા મળ્યો હતો. આખરે ભારતે આ 5 મેચની શ્રેણી 1-3થી ગુમાવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.