બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / VIDEO : આ શું? ટેસ્ટમાં નિવૃત્તિ લીધા બાદ તરત કોહલીએ કર્યું અણધાર્યું, ચાહકોમાં વ્યાપી ચિંતા

ક્રિકેટમાં મોટું / VIDEO : આ શું? ટેસ્ટમાં નિવૃત્તિ લીધા બાદ તરત કોહલીએ કર્યું અણધાર્યું, ચાહકોમાં વ્યાપી ચિંતા

Last Updated: 02:27 PM, 12 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટેસ્ટમાંથી નિવૃત્તિ લીધા બાદ વિરાટ કોહલી તેની પત્ની અનુષ્કા શર્મા સાથે મુંબઈ એરપોર્ટ પર દેખાતાં ચાહકોમાં ચિંતા થઈ કે હવે ભારતે છોડવાની તૈયારીમાં તો નથીને?

ટેસ્ટમાંથી નિવૃત્તિનું એલાન કરીને વિરાટ કોહલીએ ક્રિકેટ જગતમાં ચકચાર મચાવી દીધી છે. ટેસ્ટ નિવૃત્તિનું એલાન બાદ તરત કોહલી અનુષ્કા શર્મા સાથે મોટા થેલા લઈને મુંબઈ એરપોર્ટ પર દેખાતાં તેના ચાહકોને એવી ચિંતા સતાવવા લાગી કે તે ભારત છોડીને વિદેશ તો નથી જતોને. રિપોર્ટ અનુસાર કોહલી મુંબઈથી તેના શહેર બેંગ્લુરુ જઈ રહ્યો હતો.

ટેસ્ટ ક્રિકેટમાંથી લીધો સંન્યાસ

ટેસ્ટ ક્રિકેટને હવે એક મોટા ખેલાડીની ખોટ સાલશે. 14 વર્ષ ટેસ્ટમાં રમખાણ મચાવ્યાં બાદ આખરે કિંગ કોહલીનું બેટ શાંત પડ્યું છે. કારણ કે કે વિરાટે 'વિરાટ હાર્ટ' રાખતાં ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધું છે. ટેસ્ટ જર્સીમાં પોતાનો એક ફોટો શેર કરતાં કોહલીએ લખ્યું કે ટેસ્ટ ક્રિકેટમાં પહેલી વાર બેગી બ્લુ જર્સી પહેર્યાને 14 વર્ષ થઈ ગયા છે. પ્રામાણિકપણે, મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે આ ફોર્મેટ મને કેવી સફર પર લઈ જશે. તેણે મારી કસોટી કરી, મને આકાર આપ્યો અને મને એવા પાઠ શીખવ્યા જે હું જીવનભર મારી સાથે લઈ જઈશ.

વધુ વાંચો : BIG BREAKING : વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી લીધો સંન્યાસ, હવે ફક્ત વનડે જ રમશે

14 વર્ષ ટેસ્ટ રમ્યો

કોહલીએ 14 વર્ષ ટેસ્ટ રમ્યો છે. કોહલીએ જૂન 2011 માં કિંગ્સ્ટનમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું ત્યારબાદ કોહલીએ પહેલી ઈનિંગમાં 4 રન અને બીજી ઇનિંગમાં 15 રન બનાવ્યા હતા. તેની છેલ્લી ટેસ્ટ ઓસ્ટ્રેલિયા સામે સિડનીમાં હતી, જે જાન્યુઆરી 2025માં રમાઈ હતી. આ છેલ્લી ટેસ્ટમાં કોહલીએ પહેલી ઇનિંગમાં 17 રન અને બીજી ઇનિંગમાં 6 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ 123 ટેસ્ટ મેચ રમી છે, જેમાં 30 સદી અને 31 અડધી સદી ફટકારી છે. વિરાટે 7 બેવડી સદી ફટકારી છે. તેમને 2017 અને 2018 માં ટેસ્ટ પ્લેયર ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. વિરાટ કોહલીએ ટેસ્ટમાં 9230 રન બનાવ્યા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kohli Retirement Virat Kohli Test Retirement, Virat Kohli Test Retirement
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ