બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / એશિયા કપ પહેલા પાકિસ્તાનને ઝટકો, ICCએ કરી મોટી જાહેરાત

ક્રિકેટ / એશિયા કપ પહેલા પાકિસ્તાનને ઝટકો, ICCએ કરી મોટી જાહેરાત

Last Updated: 05:01 PM, 5 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એશિયા કપ 2025 શરૂ થાય તે પહેલાં જ પાકિસ્તાન ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ICCએ નવું ODI રેન્કિંગ જાહેર કરી છે, જેમાં પાકિસ્તાન એક સ્થાન નીચે સરકી ગયું છે અને હવે તે છઠ્ઠા ક્રમે પહોંચી ગયું છે.

પાકિસ્તાન ટીમને એક પછી એક ઝટકા મળી રહ્યા છે. ત્યારે હવે એશિયા કપ 2025 શરૂ થાય તે પહેલાં જ પાકિસ્તાન ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ICCએ નવું ODI રેન્કિંગ જાહેર કરી છે, જેમાં પાકિસ્તાન એક સ્થાન નીચે સરકી ગયું છે અને હવે તે છઠ્ઠા ક્રમે પહોંચી ગયું છે.

pakistan-cricket-team

દક્ષિણ આફ્રિકા આગળ નીકળી ગયું

ઈંગ્લેન્ડ સામેની તાજેતરની સિરીઝમાં દક્ષિણ આફ્રિકાએ શાનદાર રમત દેખાડી અને 2–0ની અજર અગ્રતા સાથે સીરિઝ જીતી લીધી. આ જીત પછી તેણે રેન્કિંગમાં એક પાયદાનનો ઉછાળો લીધો અને પાંચમા ક્રમે પહોંચી ગયો. પાકિસ્તાન (100 રેટિંગ પોઈન્ટ્સ) હવે છઠ્ઠા ક્રમે છે. ઈંગ્લેન્ડની સ્થિતિ તો વધુ ખરાબ બની છે, જે આ વખતે આઠમા ક્રમે સરકી ગયું છે.

asia-cup

એશિયા કપની તૈયારી વચ્ચે ઝટકો

હાલ પાકિસ્તાન UAE અને અફઘાનિસ્તાન સામે ટ્રોફી સિરીઝ રમી રહ્યું છે, જેનો ફાઇનલ 7 સપ્ટેમ્બરે થવાનો છે. એશિયા કપ પહેલા જ આવી રેન્કિંગની હાર પાકિસ્તાન માટે ચિંતાનો વિષય બની શકે છે. ખાસ કરીને ત્યારે જ્યારે પાકિસ્તાનને એશિયા કપ T20 ફોર્મેટમાં રમવું છે.

Asia-Cup-Team-India-Squad

ભારત નંબર-1 પર

  • ભારત – 124 પોઈન્ટ્સ
  • ન્યુઝીલેન્ડ – 109 પોઈન્ટ્સ
  • ઓસ્ટ્રેલિયા – 106 પોઈન્ટ્સ
  • શ્રીલંકા – 103 પોઈન્ટ્સ
  • દક્ષિણ આફ્રિકા
  • પાકિસ્તાન
  • અફઘાનિસ્તાન
  • ઈંગ્લેન્ડ
  • વેસ્ટ ઈન્ડિઝ
  • બાંગ્લાદેશ

વધુ વાંચો : રોહિત શર્મા 2027, 2031 અને 2035નો વર્લ્ડ કપ રમશે! સંન્યાસની ચર્ચા વચ્ચે ભારતીય સ્ટાર બોલરનું નિવેદન

દક્ષિણ આફ્રિકા માટે આ જીત ઈતિહાસિક રહી છે, કારણ કે તેણે 1998 પછી પહેલીવાર ઈંગ્લેન્ડમાં ODI સિરીઝ જીતી છે. હવે તેમની નજર સીરિઝનો અંતિમ મુકાબલો જીતીને રેન્કિંગમાં વધુ સુધારો કરવાના છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

AsiaCup Pakistan ICCRankings
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ