ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / IPL News / RCB બીજી વાર બની IPL ચેમ્પિયન, ફાઈનલમાં GTને આપ્યો પરાજય, કોહલીની વિસ્ફોટક ઈનિંગ
Last Updated: 11:26 PM, 31 May 2026
ADVERTISEMENT
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL 2026ની ફાઈનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને ગુજરાત ટાઇટન્સ (GT) આમને-સામને આવ્યા હતા. મેચની શરૂઆતમાં RCBના કેપ્ટન રજત પાટીદારે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. તેમણે જણાવ્યું હતું કે પીચ બેટિંગ માટે સારી દેખાઈ રહી છે અને મેચ દરમિયાન તેમાં ખાસ ફેરફાર નહીં થાય, તેથી પહેલા બોલિંગ કરવી યોગ્ય રહેશે. બીજી તરફ ગુજરાત ટાઇટન્સ માટે શુભમન ગિલ અને સાઈ સુદર્શન ઓપનિંગ કરવા મેદાનમાં ઉતર્યા હતા.
ADVERTISEMENT

ADVERTISEMENT
ગુજરાતે શરૂઆત સારી કરી હતી અને પ્રથમ ઓવરમાં જ 13 રન બનાવી લીધા હતા. જોકે ત્યારબાદ જોશ હેઝલવુડે શુભમન ગિલને 10 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ કરીને ગુજરાતને મોટો ઝટકો આપ્યો હતો. થોડા જ સમયમાં સાઈ સુદર્શન પણ 12 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. પાવરપ્લે દરમિયાન ગુજરાત ટાઇટન્સ માત્ર 45 રન જ બનાવી શક્યું અને તેની બે મહત્વપૂર્ણ વિકેટ ગુમાવી દીધી હતી. નિશાંત સિંધુએ 20 રનની ઇનિંગ રમી પરંતુ તે પણ લાંબો સમય ટકી શક્યો નહીં.
ADVERTISEMENT
ગુજરાત માટે જોસ બટલર પાસેથી મોટી ઇનિંગની આશા હતી, પરંતુ કૃણાલ પંડ્યાએ તેને સ્ટમ્પ આઉટ કરીને ગુજરાતને વધુ એક મોટો ફટકો આપ્યો હતો. બટલર 19 રન બનાવી શક્યો હતો. અરશદ ખાને માત્ર 6 બોલમાં 15 રનની ઝડપી ઇનિંગ રમી, પરંતુ તે પણ હેઝલવુડનો શિકાર બન્યો. મધ્યક્રમમાં વોશિંગ્ટન સુંદર અને રાહુલ તેવતિયાએ ઇનિંગ સંભાળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ RCBના બોલરો સતત દબાણ બનાવવામાં સફળ રહ્યા હતા.

ADVERTISEMENT
રસિક સલામ દાર, ભુવનેશ્વર કુમાર અને જોશ હેઝલવુડે નિયમિત અંતરે વિકેટ લઈને ગુજરાતને મોટા સ્કોરથી દૂર રાખ્યું હતું. જેસન હોલ્ડર માત્ર 7 રન બનાવી શક્યો હતો જ્યારે રાશિદ ખાને અંતિમ ઓવરમાં એક છગ્ગો ફટકાર્યો, પરંતુ તે પણ તરત જ આઉટ થઈ ગયો હતો. પરિણામે ગુજરાત ટાઇટન્સ 20 ઓવરમાં માત્ર 155 રન જ બનાવી શક્યું અને RCBને જીત માટે 156 રનનો લક્ષ્યાંક મળ્યો.
ADVERTISEMENT
ઇનિંગ બ્રેક દરમિયાન IPL 2026ના સમાપન સમારોહની શરૂઆત થઈ હતી, જેમાં પ્રખ્યાત ગાયક કૈલાશ ખેરે શિવ તાંડવ સ્તોત્રમ રજૂ કરીને દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. ત્યારબાદ RCB માટે વિરાટ કોહલી અને વેંકટેશ ઐયર બેટિંગ કરવા મેદાનમાં ઉતર્યા હતા. મોહમ્મદ સિરાજે પ્રથમ ઓવર શાનદાર ફેંકી હતી, પરંતુ ત્યારબાદ વિરાટ કોહલી અને વેંકટેશ ઐયરે આક્રમક રમત શરૂ કરી હતી. રબાડાની એક ઓવરમાં વેંકટેશે ત્રણ ચોગ્ગા અને એક છગ્ગા સાથે 18 રન ફટકાર્યા હતા.
ADVERTISEMENT
Grooving to unmatched energy 🎶
— IndianPremierLeague (@IPL) May 31, 2026
A magical Mid-Innings performance by Kailash Kher in Ahmedabad ✨
Updates ▶️ https://t.co/Yz6K3q6w0X#TATAIPL | #Final | #TheFinalLeap | #RCBvGT pic.twitter.com/l4kPk9BsNC
RCBએ માત્ર 21 બોલમાં જ ટીમનો સ્કોર 50 રન પાર પહોંચાડી દીધો હતો. વિરાટ કોહલીએ પોતાની ક્લાસિક અને આક્રમક બેટિંગથી ગુજરાતના બોલરો પર દબાણ વધાર્યું હતું. જોકે દેવદત્ત પડિકલ માત્ર 1 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ રજત પાટીદાર અને કૃણાલ પંડ્યા પણ ઝડપથી પેવેલિયન પરત ફર્યા હતા, પરંતુ વિરાટ કોહલી એક છેડે મજબૂત ઉભો રહ્યો હતો. તેણે તોફાની બેટિંગ કરતાં IPL ફાઈનલમાં શાનદાર અડધી સદી નોંધાવી હતી.
How many times have we seen this 🤩
— IndianPremierLeague (@IPL) May 31, 2026
Virat Kohli in his element 🔥
Updates ▶️ https://t.co/Yz6K3q6w0X#TATAIPL | #Final | #TheFinalLeap | #RCBvGT pic.twitter.com/dE3LEi8NQT
આ પણ વાંચો :
વિરાટ કોહલીની અદ્ભુત બેટિંગ અને અન્ય બેટરોના ઉપયોગી યોગદાનના કારણે RCBએ ગુજરાત ટાઇટન્સ દ્વારા આપવામાં આવેલ 156 રનનો લક્ષ્યાંક સફળતાપૂર્વક હાંસલ કર્યો હતો. આ જીત સાથે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર IPL 2026ની બીજીવાર ચેમ્પિયન ટીમ બની અને ક્રિકેટપ્રેમીઓ માટે યાદગાર ફાઈનલનો અંત આવ્યો હતો. વિરાટ કોહલી આ જીતનો સૌથી મોટો હીરો સાબિત થયો હતો, જ્યારે બોલિંગમાં હેઝલવુડ અને ભુવનેશ્વર કુમારે ગુજરાતને નીચા સ્કોર પર રોકવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital