બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Spices to the employee Rs. Falling into 26 lakhs, an event like Ahmedabad may not happen to you

તસ્કરી / કર્મચારીને મસાલો રૂ. 26 લાખમાં પડ્યો, અમદાવાદ જેવી ઘટના જોજો તમારી સાથે પણ ન બને

Mehul

Last Updated: 08:39 PM, 11 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના નરોડામાં પાન પાર્લર પાસે એક્ટિવા પાર્ક કરીને ગયેલા એક શખ્સનાં એક્ટિવાની ડેકીમાંથી કોઈ ગઠીયો 23 લાખના દાગીના સહિત 26 લાખની મતાની ચોરી કરીને ફરાર.

  • નરોડામાં પાન પાર્લર પાસે ચોરીની ઘટના 
  • એક્ટિવા પાર્ક કરીને ગયો અને થઇ ચોરી 
  • દાગીના અને રોકડ રૂપિયાની થઇ ચોરી  

અમદાવાદમાં ગુનાખોરીનો ગ્રાફ ઘટવાની જગ્યાએ વધી રહ્યો છે. ચોરી, લૂંટ જેવી ઘટનાઓ હવે શહેરમાં સામાન્ય બની છે. પોલીસ ઘરફોડિયા તેમજ લૂંટારુઓને પકડવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે ત્યારે શહેરમાં કાર તેમજ એક્ટિવાની ડેકી તોડી ચોરી કરતી ગેંગ ફરી સક્રિય થઈ છે. એક કર્મચારી ડીલક્ષ પાન પાર્લર પાસે એક્ટિવા પાર્ક કરીને મસાલો લેવા ગયો ને ગઠિયો એક્ટિવાની ડેકીમાંથી 23 લાખના દાગીના સહિત 26 લાખની મતાની ચોરી કરીને ફરાર થઇ ગયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

નરોડા વિસ્તારના દિવ્યજીવન રેસિડેન્સીમાં રહેતા રમેશભાઈ પટેલે અજાણ્યા શખ્સ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. રમેશભાઇ પંકજભાઈ શાહ સાથે ભાગીદારીમાં સુવર્ણરાજ નામની સોનાની દુકાન ચલાવે છે.  રમેશભાઈના ભાગીદાર પંકજભાઈના પિતરાઈ ભાઈ હિમાંશુભાઈ જે ખોખરામાં રાજ ગોલ્ડ નામની સોનાની દુકાન ચલાવે છે. હિમાંશુભાઈએ રમેશભાઈને ફોન કર્યો હતો અને કહ્યું કે મારે એક ગ્રાહક આવ્યો છે તેમની દીકરીનાં લગ્ન  માટે દાગીના લેવાના છે. જેથી હું ભાગ્ય શાહને જડતરના સોનાના દાગીના લેવા માટે મોકલું છું તો તેને દાગીના આપજો. તેમજ બેન્કમાં જમા કરવા માટે ત્રણ લાખ રોકડ રકમ આપજો.   
 

રમેશભાઈએ તેમની દુકાનમાંથી સોનાનાં જડતરના સેટ તથા મંગળસૂત્રનાં પેન્ડલ કાઢીને કુલ 443 ગ્રામનાં સોનાંનાં 22 કેરેટના દાગીના જેની કિંમત 23 લાખ રૂપિયા તેમજ ત્રણ લાખ રોકડ રકમ ભાગ્ય શાહને આપ્યાં હતાં. આ ભાગ્ય શાહ રૂપિયા તેમજ દાગીના લઈને હિમાંશુભાઈની દુકાને જવા નીકળ્યો હતો.  થોડી વાર બાદ ભાગ્યે રમેશભાઈની દુકાને આવીને કહ્યું કે હું મહાદેવનગર ટેકરા ઉપર આવેલ ડીલક્ષ પાન પાર્લર પર  મસાલો લેવા ગયો છું. આ દરમિયાનમાં હિમાંશુભાઈનો ભાગ્ય પર ફોન આવ્યો હતો કે હવે ગ્રાહક આજે નથી આવવાના જેથી દાગીના પરત આપી, રૂપિયા દુકાને પરત લાવવાનું કહ્યું હતું. જેથી ભાગ્ય મસાલો લઈને પરત દાગીના આપવા જતો હતો ત્યારે તેણે ડેકી ખોલીને જોયું તો તેમાં મૂકેલા 23  લાખના દાગીના અને ત્રણ લાખ રોકડ રકમ ગાયબ હતી. ત્યારબાદ ભાગ્યે આ બાબતની જાણ રમેશભાઈને કર્યા બાદ તે આવ્યા અને તે બંનેએ આસપાસ તપાસ કરી પરંતુ રૂપિયા કે દાગીના મળી આવ્યા ન હતા.

આથી રમેશભાઇએ તરત જ ડીલક્ષ પાન પાર્લર પર જઈને સીસીટીવી કેમેરામાં તપાસ કરી હતી, જેમાં એક ગઠિયો એક્ટિવાની ડેકી ખોલી દાગીના અને રૂપિયા લઈને જતો નજરે પડે છે. રમેશભાઇએ તરત જ આ મામલે પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસ પણ આ ઘટનાને લઇ સક્રિય થઇ ગઇ હતી. પોલીસે  સીસીટીવી ફૂટેજના આધારે ગઠિયાની શોધખોળ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આવા અનેક કિસ્સા સામે આવ્યા છે. જેમાં ખાસ ડેકીમાંથી ડિસમિસ વડે ચોરી કરતી ગેંગ હોવાનું સામે આવતું હતું. ત્યારે હવે આ કેસમાં આ જ ગેંગ સંડોવાયેલી છે કે કેમ તે પોલીસ તપાસમાં અને આરોપીઓ પકડાયા બાદ સામે આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ