બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Special bus facility by AMTS to Pramukhswaminagar

સેવા / પ્રમુખસ્વામી નગર જવા માટે અમદાવાદમાં તંત્ર આપે છે આ સુવિધા, ચાર લાખથી વધુ લોકોએ લીધો લાભ

Dinesh

Last Updated: 04:35 PM, 7 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

AMTSની સ્પેશિયલ સેવા હિટ: ગત તા. 15 ડિસેમ્બરથી 3 જાન્યુઆરી સુધીમાં પ્રમુખસ્વામીનગરની બસોનો 4.22 લાખથી વધુ પેસેન્જર્સ લાભ લીધો

  • પ્રમુખસ્વામીનગર જવા માટે AMTS દ્વારા સ્પેશિયલ બસ સુવિધા
  • રોજના સરેરાશ 10 હજાર પેસેન્જર્સ લાભ લઈ રહ્યાં છે
  • હજુ 14 જાન્યુઆરી સુધી બસ સેવા ઉપલબ્ધ છે


શહેરના એસપી રિંગરોડ પરના ઓગણજ પાસે ભવ્યાતિભવ્ય એવો સંત શિરોમણિ પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ઊજવાઈ રહ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગત તા. 14 ડિસેમ્બર, 2022એ મહંત સ્વામીની નિશ્રામાં શાસ્ત્રોક્તવિધિ-પૂજાપાઠ સાથે તેનું ઉદ્ઘાટન કરાયું હતું. અત્યાર સુધીમાં લાખો શ્રદ્ધાળુઓએ પ્રમુખસ્વામીનગરની મુલાકાત લઈ આ અનેરા મહોત્સવને ભારે ઉમળકાથી વધાવી લીધો છે. એએમટીએસ દ્વારા પણ હજારો હરિભક્તો અને દર્શનાર્થીઓ સરળતાથી અવરજવર કરી શકે તે માટે રોજેરોજ 110થી વધુ બસ ફાળવાઈ છે. તંત્રની પ્રમુખસ્વામીનગર બસ સેવાનો 4.22 લાખથી વધુ પેસેન્જર્સે લાભ લીધો હોવાની વિગત જાણવા મળી છે.

પ્રતિદિવસનું રૂ. પાંચ લાખથી વધુ ભાડું ચૂકવાઈ રહ્યું છે.
એએમટીએસ દ્વારા શહેરમાં આવેલા ચાણક્યપુરી, ગોતા, અડાલજ, બોપલ સહિતનાં સ્થળોની વિવિધ સ્કીમમાં રોકાયેલા હજારો સ્વયંસેવકોને-પ્રમુખસ્વામીનગર સુધી પીકઅપ અને ડ્રોપિંગની સુવિધા પૂરી પડાય છે. સવારના 5.30 વાગ્યાથી સવારના 8.૦૦ સુધી અને રાતના 8.૦૦ વાગ્યાથી રાતના 11.૦૦ વાગ્યા સુધી સ્વયંસેવકોને આ સુવિધા મળી રહી હોઈ તે માટે પ્રમુખસ્વામી મહારાજની સંસ્થા દ્વારા પ્રતિદિવસનું રૂ. પાંચ લાખથી વધુ ભાડું પણ તંત્રને ચૂકવાઈ રહ્યું છે.

એએમટીએસના ચેરમેન વલ્લભ પટેલનું નિવેદન
એએમટીએસના ચેરમેન વલ્લભ પટેલ આ અંગે વધુ વિગતો આપતાં કહે છે કે ગત તા. 15 ડિસેમ્બરથી 3 જાન્યુઆરી સુધીમાં પ્રમુખસ્વામી મહોત્સવ હેઠળ દૈનિક 110 જેટલી બસ તેમની સંસ્થાને ફાળવાઈ હતી અને વર્ધીની આ બસ માટે પ્રમુખસ્વામી મહારાજની આ સંસ્થાએ નિયમ અનુસારનું ભાડું ચૂકવતા આટલા દિવસોમાં એએમટીએસને આશરે રૂ. એક કરોડની આવક થઈ છે.

રોજના સરેરાશ 10 હજાર પેસેન્જર્સ લાભ લઈ રહ્યાં છે
આ ઉપરાંત શ્રદ્ધાળુઓ માટે રૂ.10ના ઊાજમાં બોપલના વકીલસાહેબબ્રિજથી પ્રમુખસ્વામૂીનગર સુધી ખાસ શટલ સર્વિસ પણ શરૂ કરાઈ છે. ગત તા.18 ડિસેમ્બરે,2022થી શટલ સર્વિસનો પ્રારંભ કરાયો હતો. જોકે શરૂઆતમાં સમગ્ર રૂટ પર કોઈ બોર્ડ ન મુકાતાં સેંકડો પેસેન્જર્સ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. જે અંગે વ્યાપક ફરિયાદો ઊઠતાં તંત્ર દ્વારા વકીલસાહેબબ્રિજથી પ્રમુખસ્વામીનગર સુધીના રૂટ પર વચ્ચે આવનારા સ્વામિનારાયણ મંદિર, સિંધુ ભવન રોડ, શીલજ ક્રોસ રોડ, હેબતપુર ક્રોસ રોડ અને ભાડજ સર્કલ જેવાં બસ સ્ટેશનને લગતાં સ્ટેન્ડના થાંભલા પણ લાગી ગયાં હોઈ શટલ સર્વિસની લોકપ્રિયતામાં વૃદ્ધિ થઈ છે.
એએમટીએસના ચેરમેન વલ્લભ પટેલને શટલ બસ સર્વિસને મળેલા પેસેન્જરના પ્રતિસાદ અંગે પૂછતાં તેઓ કહે છે, આ સર્વિસને પેસેન્જર્સે ભારે ઉત્સાહથી વધાવી લીધી છે અને રોજના સરેરાશ 10 હજાર પેસેન્જર્સ તેનો લાભ ઉઠાવી રહ્યા છે. અત્યાર સુધીમાં તંત્રને આશરે રૂ. એક કરોડની આવક થઈ ચૂકી હોઈ 4.22 લાખથી વધુ પેસેન્જર્સ નોંધાયા છે.

હજુ 14 જાન્યુઆરી સુધી બસ સેવા ઉપલબ્ધ છે
બોપલના વકીલ સાહેબબ્રિજથી પ્રમુખ સ્વામીનગર વચ્ચેની ખાસ શટલ બસ સર્વિસ શ્રદ્ધાળુઓને ખૂબ માફક આવી ગઈ છે. આગામી તા. 14 જાન્યુઆરી, 2023એ પ્રમુખસ્વામીનગરનાં દર્શન માટેના છેલ્લા દિવસ સુધી આ બસ સેવા શ્રદ્ધાળુઓને ઉપલબ્ધ થનાર છે. તા. 15 જાન્યુઆરીએ પૂર્ણાહુતિ થશે તે દિવસ ગ્રાન્ડ ફિનાલે સભા થનાર હોઈ એએમટીએસ સેવા કદાચ ચાલુ રખાશે. આમ, લગભગ એક મહિના સુધી પ્રમુખસ્વામી મહોત્સવ અંતર્ગત એએમટીએસની સ્પેશિયલ બસ સેવાનો લાભ પેસેન્જર્સને મળશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ