ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / south Gujarat heavy rain Surat olpad varachha amroli
ADVERTISEMENT
રાજ્યમાં અનેક વિસ્તારોમાં મેઘરાજા વિરામ બાદ ફરી મંડાયા છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદનું આગમન થયું છે. સુરતના ઓલપાડ, વરાછા, અડાજણ, પૂણા ગામમાં વરસાદ પડ્યો છે. તો અમરોલી વિસ્તારમાં પણ વરસાદ શરૂ થઇ ગયો છે. સુરત શહેરમાં બે કલાકની અંદર બે ઈંચ વરસાદ ખાબક્યો છે.
ADVERTISEMENT

ઓલપાડમાં ચાર ઈંચ વરસાદ ખાબક્યો
ADVERTISEMENT
ઓલપાડમાં બે કલાકમાં ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે ઓલપાડમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેને લઇને વાહનવ્યવહાર પર અસર પહોંચી છે. ત્યારે શાળાએ જતા વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ જનજીવન ઠપ થયું છે.
ત્રણ કાર દટાઇ
ADVERTISEMENT
સુરત કૈલાસ નગર ખાતે મોટું વૃક્ષ ધરાશાઈ થયું છે. મેઇન રોડ પર વૃક્ષ પડતા 3 જેટલી કાર દટાઈ ગઇ છે. કારમાં બેઠેલા લોકોનું ફાયર ફાયટર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. કોઇ જાનહાનીનો બનાવ થયો નથી. વૃક્ષ ધરાશાયી થતા રોડ પર ટ્રાફીક જામ થઇ ગયો હતો.

ADVERTISEMENT
હવામાન વિભાગની આગાહી
અત્રે ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. જેમાં દક્ષિણ-મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. જ્યારે ભરૂચ, સુરત, નવસારી અને વાપીમાં ભારે વરસાદ પડી શકે છે. આણંદ, ગાંધીનગર, અમદાવાદ અને વડોદરામાં સામાન્ય વરસાદ રહેશે. જ્યારે રાજકોટ, ભાવનગર, મોરબી અને ચોટીલામાં ભારે વરસાદની આગાહી કરાઇ છે.
સંકળાયેલા મુદ્દાઓ