ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Olympics 2024 / ભારતને કારણે સેમિફાઈનલમાં હારી દક્ષિણ આફ્રિકાની ટીમ! ડેવિડ મિલરનું ચોંકાવનારું નિવેદન
Last Updated: 10:20 PM, 6 March 2025
ADVERTISEMENT
દક્ષિણ આફ્રિકાની ટીમને હજુ પણ ICC ટ્રોફી જીતવા માટે લાંબી રાહ જોવાની બાકી છે. આ ટીમ વર્ષોથી સારું રમતી હોવા છતા ICC ટુર્નામેન્ટ જીતવામાં સફળ થઈ શકતી નથી. સાઉથ આફ્રિકા 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં પણ હારી ગઈ હતી. આ મેચમાં તેમને ન્યુઝીલેન્ડ સામે 50 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ ખૂબ જ હાઇ સ્કોરિંગ રહી હતી, પરંતુ દક્ષિણ આફ્રિકાની ટીમ 363 રનના લક્ષ્યનો પીછો કરી શકી નહતી. આ હાર બાદ દક્ષિણ આફ્રિકાના અનુભવી ખેલાડી ડેવિડ મિલરે એક મોટું નિવેદન આપ્યું છે અને ક્યાંકને ક્યાંક પોતાની હાર માટે ICCને જવાબદાર ઠેરવ્યું છે.
ADVERTISEMENT
ટૂર્નામેન્ટમાંથી બહાર થયા બાદ ડેવિડ મિલરે ICC ની યાત્રા વ્યવસ્થા પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. આ ટુર્નામેન્ટ હાઇબ્રિડ મોડેલ પર રમાઈ રહી છે, જેમાં ટીમ ઈન્ડિયા તેની બધી મેચ દુબઈમાં રમી રહી છે અને અન્ય ટીમોની મેચ પાકિસ્તાનમાં યોજાઈ છે. બીજી તરફ ટુર્નામેન્ટના છેલ્લા ગ્રુપ સ્ટેજ મેચ સુધી એ સ્પષ્ટ નહોતું કે ભારત કઈ ટીમ સામે સેમિફાઇનલ રમશે. આ સ્થિતિમાં ગ્રુપ B ના બંને સેમિફાઇનલ ખેલાડીઓ દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાને પાકિસ્તાનથી દુબઈ આવવું પડ્યું હતું. પરંતુ ન્યૂઝીલેન્ડ પર ભારતની જીત બાદ દક્ષિણ આફ્રિકાને ફરી એકવાર પાકિસ્તાન પરત ફરવું પડ્યું હતું કેમ કે, તેમની સેમિફાઇનલ લાહોરમાં રમાવાની હતી. મિલરે આ વધારાની યાત્રાને ખોટી ગણાવી હતી.
ADVERTISEMENT
ડેવિડ મિલર મુજબ, "ફ્લાઇટ ફક્ત એક કલાક અને 40 મિનિટની હતી, પરંતુ અમારે આ મુસાફરી કરવી પડી હતી, જે યોગ્ય ન હતું. આ એક સવારની ફ્લાઇટ હતી, અમારે મેચ બાદ મુસાફરી કરવાની હતી. પછી અમે સાંજે 4 વાગ્યે દુબઈ પહોંચ્યા અને સવારે 7:30 વાગ્યે પાછા ફરવાનું થયું હતું. એવું નહોતું કે અમે 5 કલાકની ફ્લાઇટમાં પાછા આવી રહ્યા હતા, અને અમારી પાસે આરામ કરવા અને સંપૂર્ણપણે સ્વસ્થ થવા માટે પૂરતો સમય હતો. પણ આ સ્થિતિ બિલકુલ આદર્શ નહોતી."
ADVERTISEMENT
દક્ષિણ આફ્રિકા સેમિફાઇનલ મેચ હારી ગયું હોવા છતાં ડેવિડ મિલરે જોરદાર બેટિંગ કરી હતી. ડેવિડ મિલરે 67 બોલમાં 100 રનની નોટ આઉટ ઇનિંગ રમી હતી. જેમાં 10 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થયો હતો. આ સેંચૂરી ચેમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં સૌથી ઝડપી સદી પણ હતી. પરંતુ મિલર પોતાની ટીમને જીત નહતો અપાવી શક્યો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / કેન્દ્રીય કર્મચારીઓને ઘી-કેળાં, 8માં પગારપંચમાં બદલાશે 40 વર્ષ જૂનો નિયમ!
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT