ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / યાદ છે ને! ન્યુઝીલેન્ડે ગાંગુલી-સચિનની ટીમને ફાઈનલમાં પટકી હતી? હવે ભારત દુબઈમાં લેશે બદલો
Last Updated: 06:05 PM, 6 March 2025
ADVERTISEMENT
9 માર્ચ (રવિવાર) દુબઈમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ રમાવાની છે. બન્ને ટીમ ટ્રોફી જીતવાના ઈરાદાથી મેદાનમાં ઉતરશે પરંતુ ભારત હજુ ન્યુઝીલેન્ડે આપેલી બે મોટી હાર ભૂલ્યું નથી અને હવે તેમાં ફાઈનલમાં બદલો લેવાના ઈરાદાથી ઉતરશે.
ADVERTISEMENT
2000ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ન્યુઝીલેન્ડે ભારતને હરાવ્યું
ન્યુઝીલેન્ડે 2000ની સાલમાં યોજાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ભારતને હરાવીને ટ્રોફી જીતી હતી. ત્યાર બાદ 2021માં ન્યુઝીલેન્ડ ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પણ હરાવ્યું આ રીતે ન્યુઝીલેન્ડે બે વાર ભારતને હરાવ્યું હતું.
ADVERTISEMENT
કેવી હતી 2000ની મેચ
2000ના વર્ષમાં ન્યીઝેલન્ડ સામેની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં સૌરવ ગાંગુલીના નેતૃત્વ હેઠળ ભારતે 50 ઓવરમાં 6 વિકેટે 264 રન બનાવ્યા, જેમાં ગાંગુલીએ 117 અને સચિન તેંડુલકરે 69 રન બનાવ્યા. ભારત મોટા સ્કોર માટે તૈયાર દેખાતું હતું, પરંતુ રાહુલ દ્રવિડ, વિનોદ કાંબલી અને યુવરાજ સિંહનો સમાવેશ થતો મધ્યમ ક્રમ તેનો લાભ લેવામાં નિષ્ફળ ગયો. સ્ટીફન ફ્લેમિંગના નેતૃત્વ હેઠળ ન્યુઝીલેન્ડે ક્રિસ કેર્ન્સના 113બોલમાં અણનમ ૧૦૨ રનની મદદથી લક્ષ્યનો સફળતાપૂર્વક પીછો કર્યો. ઇજાઓ સામે ઝઝૂમવા છતાં કેર્ન્સે મેચ વિજેતા ઇનિંગ રમી હતી. ત્યાર પછી ન્યુઝીલેન્ડ એક પણ વેર વ્હાઈટ બોલનો ખિતાબ જીત્યો હતો જોકે તે 2015 અને 2019ના વર્લ્ડ કપમાં નજીક આવી હતી પરંતુ અંતિમમાં ફેંકાઈ ગયું.
ADVERTISEMENT
ભારત ઓસ્ટ્રેલિયાને અને ન્યુઝીલેન્ડ સા.આફ્રિકાને હરાવીને ફાઈનલમાં
ઉલ્લેખનીય છે કે ભારત ઓસ્ટ્રેલિયાને તો ન્યુઝીલેન્ડ સા.આફ્રિકાને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં આવ્યું છે.
ADVERTISEMENT
ન્યૂઝીલેન્ડ ટીમ: ડેરિલ મિશેલ, વિલ યંગ, કેન વિલિયમસન, રચિન રવિન્દ્ર, ટોમ લેથમ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર (કેપ્ટન), કાયલ જેમીસન, મેટ હેનરી અને વિલિયમ ઓ'રોર્ક.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / કેન્દ્રીય કર્મચારીઓને ઘી-કેળાં, 8માં પગારપંચમાં બદલાશે 40 વર્ષ જૂનો નિયમ!
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT