બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Somvati Amas and Solar Eclipse on same day This will prove auspicious for this zodiac sign
આજે સોમવતી અમાવસ્યા છે અને આજે એટલે કે 8 એપ્રિલ 2024 ના રોજ સંપૂર્ણ સૂર્યગ્રહણ થઈ રહ્યું છે. આ એવું સૂર્યગ્રહણ હશે કે જે જોવાનું દુર્લભ નજારો હશે. અમેરિકામાં આ સૂર્યગ્રહણ લાંબા સમય સુધી દેખાશે અને ત્યાં દિવસ રાત બની જશે.
ADVERTISEMENT
સૂર્યગ્રહણ રાત્રે 09:12 વાગ્યાથી લઈને મધ્યરાત્રિએ 2:22 વાગ્યા સુધી દેખાશે. સૂર્યગ્રહણનો કુલ સમયગાળો 5 કલાક 10 મિનિટનો રહેશે. આ સૂર્યગ્રહણ કેનેડા, અમેરિકા, નેધરલેન્ડ, કોલંબિયા, ક્યુબા, ગ્રીનલેન્ડ, નોર્વે, રશિયા, સ્પેન વગેરેમાં દેખાશે.

ADVERTISEMENT
જાણીતું છે કે સૂર્યગ્રહણનું સૂતક 12 કલાક પહેલા શરૂ થાય છે. તેથી, આ સૂર્યગ્રહણનું સૂતક અમેરિકામાં 12 કલાક પહેલા શરૂ થશે. જે સૂર્યગ્રહણના અંત સુધી રહેશે.પરંતુ ભારતમાં આ સૂર્યગ્રહણ નહીં દેખાઈ એટલા માટે અહીં સૂતક નહીં લાગે. જો કે જ્યોતિષીય દૃષ્ટિકોણથી આ સૂર્યગ્રહણની વ્યાપક અસર થશે. ઉપરાંત, તે દરેક વ્યક્તિને કોઈને કોઈ રીતે અસર કરતી જોવા મળશે.
સાથે જ આજે અમાસ છે જેને હિંદુ ધર્મમાં ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. આ વખતે સોમવતી અમાવસ્યા પર સૂર્યગ્રહણની ઘટના દુર્લભ સંયોગ બની રહી છે. આવી સ્થિતિમાં આ યોગની કઈ રાશિ પર શુભ અસર પડશે એ વિશે જાણીએ..
ADVERTISEMENT

વૃષભ
આજનો દિવસ આ રાશિ માટે ઉત્તમ રહેવાનો છે. આજે કોઈ નજીકના વ્યક્તિ તરફથી કામ સંબંધિત નારાજગી દૂર થશે. તમને જે બાબતોમાં સૌથી વધુ રસ છે તેના પર ધ્યાન આપશો તો તમે ખુશ થશો. આજે નવા લોકો સાથે જોડાવાથી તમને કંઈક નવું શીખવા મળશે. તમને કામમાં સફળતા મળશે. આર્થિક લાભ થશે. અવરોધો દૂર થતાં જણાશે.
ADVERTISEMENT
કન્યા
આજનો આ દુર્લભ સંયોજન કન્યા રાશિના લોકો માટે ખૂબ જ સારો સમય લાવશે. આ રાશિના લોકોને પ્રમોશન અને પગારમાં વધારો મળવાની પ્રબળ તકો છે. વેપારી માટે પણ સમય શુભ છે અને લવ લાઈફ સારી રહેશે.
વધુ વાંચો: સૂર્યગ્રહણ કારણે 4 રાશિઓની મુશ્કેલી વધશે, જાણો તમારી રાશિ પર શું અસર થશે
ADVERTISEMENT
તુલા:
આજનો દિવસ આ રાશિના લોકો માટે ઘણો સારો રહેશે. આજે પૈસા સંબંધિત સમસ્યાઓ ઉકેલ આવશે અને દરેક વસ્તુ પર ધ્યાન આપીને પરિસ્થિતિને સુધારવાનો પ્રયાસ કરો. આજે તમારી કાર્યક્ષમતા અનુસાર તમને કેટલીક મોટી તકો મળી શકે છે. તમારું મન પ્રસન્ન રહેશે. ભાગ્ય દરેક પગલા પર તમારો સાથ આપશે.
મકર
આજે તમારો દિવસ લાભદાયક રહેશે. પારિવારિક સંબંધો મજબૂત રહેશે. સંતાન પક્ષ તરફથી તમને કોઈ સારા સમાચાર મળશે. અણધાર્યા લાભ થઈ શકે છે અને ખાસ કરીને કરિયરમાં પ્રગતિ થશે. સાથે જ તમારા કામની પ્રશંસા થશે અને સંબંધોમાં મધુરતા વધશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.