બ્રેકિંગ ન્યુઝ
સોમનાથનો ફરી સુવર્ણ યુગ શરૂ થયો છે અને ધીમે ધીમે સોમનાથ મંદિર ફરી સોનાનું બની રહ્યું છે. સોમનાથ મંદિર સોમનાથ મંદિરનાં ઘુમ્મટ પર ૧પ૦૦ કળશ છે.
ADVERTISEMENT

સોમનાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અને સેક્રેટરી પી.કે. લહેરીએ જણાવ્યું હતું કે મંદિરના કળશને હવે સોનાથી મઢવાનું કામ બહુ ટૂંક સમયમાં શરૂ થવાનું છે. એક વર્ષમાં તમામ કળશને સોનાથી મઢવાની કામગીરી પૂર્ણ થાય તેવો અંદાજ છે.
સોમનાથ મંદિરનાં ઘુમ્મટ પર ૧પ૦૦ કળશ છે. આ ૧પ૦૦ કળશને સોનેથી મઢવા માટેનાં આયોજનમાં આગામી દિવસોમાં દાતાઓ માટેનું આયોજન કરાશે. સોમનાથ મંદિર પરના ૧પ૦૦ જેટલા કળશને સુવર્ણ મઢિત કરવા માટે જે સોનાની જરૂર હતી.
ADVERTISEMENT

તેમાં સોનું અલગ અલગ દાતાઓ દ્વારા દાનમાં રોકડ રૂપે મળ્યું છે. દાતાઓએ ર૧,૦૦૦થી સવા લાખ રૂપિયા સુધી એક એક કળશને મઢવા માટે દાન આપ્યું છે. અત્યાર સુધીમાં સોમનાથ મંદિર પાસે અંદાજે ૧૪૦ કિલો સોનું દાનમાં આવ્યું છે. આ સોનાથી મંદિરના અલગ અલગ ભાગને સુવર્ણ જડિત કરવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મુંબઇના લખી પરિવારે ભૂતકાળમાં ૧૧૦ કિલો સોનું સોમનાથ મહાદેવને દાન આપ્યું. જેમાંથી મંદિરના ગર્ભગૃહ, ત્રિશૂલ, ડમરું, નાગ દંશ, પિલરો દરવાજા સહિત અનેક ભાગો સુવર્ણ જડિત કરવામાં આવ્યા છે.
ત્યારે વધારે એક મંદિરનો ભાગ હવે સુવર્ણ જડિત થવા જઈ રહ્યો છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા રર૦૦થી રપ૦૦ યાત્રિકો માટે રહેવા અને જમવાની સુવિધા આપી રહ્યું છે. સોમનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ થયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.