બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / કોઈ બેરિકેડ પર ચઢ્યું, કોઈએ ફૂક્યું યુનુસનું પૂતળું, બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા પર ભારતમાં બબાલ
બાંગ્લાદેશમાં હિન્દુ યુવક દીપુ ચંદ્ર દાસ હત્યાને લઈને ભારતમાં ભારે આક્રોશ છે. દેશભરમાં છેલ્લા કેટલાયે દિવસોથી પ્રદર્શન ચાલી રહ્યું છે. આજે દિલ્લી થી લઈને કોલકાતા સુધી VHP, બજરંગ દળ, અને અન્ય હિન્દુ સંગઠનો દ્વારા જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ક્યાંક બાંગ્લાદેશી હાઈકમિશનને ઘેરવાનો પ્રયાસ થયો તો કેટલીક જગ્યા પર બાંગ્લાદેશની સરકારના સલાહકાર મોહમ્મદ યુનુસના પૂતળા બાળવામાં આવ્યા. પરિસ્થિતી એટલી હદે વણસી કે કોલકાતા અને દિલ્લીમાં પોલીસ અને પ્રદર્શનકર્તા સામે સામે આવી ગયા અને બબાલ થઈ હતી.
ADVERTISEMENT
દિલ્લીમાં બાંગ્લાદેશી હાઈ કમિશનની પાસે સ્થિતિ સૌથી વધુ ઉગ્ર બની હતી. હજારો પ્રદર્શનકારીઓ હાથમાં બેનર અને ભગવા ઝંડા લઈને બેરિકેડ તોડવાનો પ્રયાસ કર્યો અને પોલીસ સાથે ધક્કા મુક્કિ કરી હતી. હાઈ સિક્યોરિટી જોનને લઈને પોલીસે ત્રણ સ્તરના બેરિકેટ લગાવામાં આવ્યા છે. અને 15 હજાર પોલીસ અને અર્ધસૌનિક દળોને તૈનાત કરવામાં આવ્યા છે.
પોલીસે પ્રદર્શનકારીઓને 800 મીટર પહેલા જ રોકી દેવામાં આવ્યા હતા. DTC બસોને પ્રદર્શનકારીઓ આગળ ઉભી કરી દેવામાં આવી હતી. પ્રદર્શનકારીના પોસ્ટરો પર બાંગ્લાદેશ સરકાર સામે નારાઓ લખેલા હતા. અને લખ્યું હતું “हिंदू रक्त की एक-एक बूंद का हिसाब चाहिए.”
ADVERTISEMENT

કેમ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
પ્રદર્શનકારીઓનો ગુસ્સો 18 ડિસેમ્બરે બાંગ્લાદેશના મયમન સિંહ જિલ્લામાં બાલુકા વિસ્તારમાં બનેલી ઘટનાને લઈને છે. જ્યાં 25 વર્ષીય કપડા બનાવતી ફેક્ટ્રી શ્રમિક દીપુ ચંદ્ર દાસને કથિત રૂપથી ઈર્શા અને નિંદાના આરોપથી ભીડે માર માર્યો અને પછી ઝાડ સાથે બાંધવામાં આવ્યો હતો. અને પછી તેને બાળવામાં આવ્યો હતો. આ ઘટનાના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ ભારતમાં ભારે આક્રોશ છે.
વધુ વાંચો: રાજ્યમાં 26 સિનિયર IASની બદલી, સંજીવ કુમારની CMના પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે નિમણૂક
ADVERTISEMENT
બાંગ્લાદેશના હિન્દુઓમાં પણ આક્રોશ
બાંગ્લાદેશમાં દીપુ ચંદ્ર દાસની હત્યાના વિરોધમાં શાંતિ માર્ચ અને માનવ શ્રૃંખલા બનાવામાં આવી હતી. જોકે આ લોકો ગભરાયેલા જોવા મળ્યા હતા. ભારતમાં આ ઘટના પછી બંને દેશો વચ્ચે તણાવ વધ્યો છે. વીઝા કાર્યાલય બંધ કરવામાં આવ્યા છે અને રાજદ્વારીઓને બોલાવવામાં આવી રહ્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.