બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Some houses in Isanpur, Ambli, Ahmedabad have been declared as microcontainment zones

ફરી સંકટ / અમદાવાદના આ નવા 2 વિસ્તાર માઇક્રોકન્ટેઇન્મેન્ટ, શહેરમાં કુલ 11 વિસ્તાર સામેલ

Vishnu

Last Updated: 11:10 PM, 29 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના ઇસનપુર, આંબલીમાં માઇક્રોકન્ટેઈન્મેન્ટ ઝોન તરીકે જાહેર થતાં કુલ આંકડો 11 પર પહોંચ્યો, અમદાવાદમાં આજે 278 કેસ

  • માઇક્રોકન્ટેઈન્મેન્ટ ઝોન થયો વધારો
  • કોરોના કેસમાં ધરખમ વધારો
  • ઇસનપુર, આંબલીમાં માઇક્રોકન્ટેઈન્મેન્ટ ઝોન

કોરોના અને ઓમિક્રોન વેરિયન્ટના કેસો રાજ્યમાં સતત વધી રહ્યા છે. રાજ્ય અને અમદાવાદમાં ઓમિક્રોનની દહેશત વચ્ચે એએમસી એક્શનમાં આવી છે. આને લઈ AMCએ કોરોના ટેસ્ટિંગ શરૂ કર્યા છે. અમદાવાદ શહેરમાં 265 કોરોના કેસ પહોંચતા તંત્ર હવે શહેરમા માઇક્રોકન્ટેનમેન્ટ ઝોનમાં વધારો કરી રહ્યું છે. ઇસનપુર, આંબલીના અમુક વિસ્તારોના ઘણા લોકોને માઇક્રોકન્ટેઈન્મેન્ટ ઝોનમાં મૂકી દેવામાં આવ્યા છે. ઇસનપુરના 37, આંબલીના 38 લોકો માઇક્રોકન્ટેઈન્મેન્ટ ઝોનમાં રાખવા શહેરમાં કુલ 11 માઇક્રોકન્ટેનમેન્ટ ઝોન થઇ ગયા છે. આ પહેલા ચાંદલોડિયાની આઈસલેન્ડ, દિવ્ય જીવન સોસાયટીમાંને માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં કરવામાં આવી હતી. 

અમદાવાદમાં ઓમિક્રોનના 8 નવા કેસ
ગુજરાતમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના પણ 19 કેસ સામે આવ્યા છે. આજે નોંધાયેલા 19 માંથી 9 દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી નથી જેનો સીધો મતલબએ થયા છે હવે ઓમિક્રોન હરડ ઈમ્યુનિયટી પર જઈ રહ્યો છે. તે જ કારણે રાજ્યના 13 જિલ્લામાં ઓમિક્રોનની એન્ટ્રી થઈ ચૂકી છે. જો આજે આવેલા કેસોની પર નજર કરીએ તો અમદાવાદમાં ઓમિક્રોનના 8 નવા કેસ, વડોદરામાં 3, સુરતમાં 6, આણંદ 2 કેસ નોંધાય છે.રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 97 ઓમિક્રોનના કેસ નોંધાયા છે, જેમાંથી 41 દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે. 

અમદાવાદમાં સૌથી વધુ 278 કેસ નોંધાયા છેલ્લા 1 મહિનામાં અમદાવાદમાં  1376 લોકો કોરોના પોઝિટિવ થયા
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 548 નવા કોરોનાના કેસ નોંધાયા છે, જ્યારે 65 દર્દીઓ સાજા થયા છે. તો કોરોનાથી રાજ્યમાં પોરબંદરમાં એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધુ 278 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1902 થઈ છે. તો કોરોનાગ્રસ્ત 11 દર્દી વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે. જ્યારે 1902 દર્દી સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 8,18,487 દર્દી ડિસ્ચાર્જ થઇ ચૂક્યા છે. રાજ્યભરમાં અત્યાર સુધી 101106 મૃત્યુ થઈ ચૂક્યા છે જો શહેર પ્રમાણે કોરોના કેસ પર નજર કરીએ તો અમદાવાદ શહેરમાં 265, સુરત શહેરમાં 72, વડોદરા શહેરમાં 34, આણંદ 23, ખેડા 21, રાજકોટ શહેર 20, અમદાવાદ 13, કચ્છ 13, વલસાડ 9, સુરત 8, મોરબી 7, નવસારી 7, રાજકોટ 7, ભરુચ 6, ગાંધીનગર 6, ભાવનગર શહેર 5, વડોદરા 5, જામનગર શહેર 3, મહીસાગર 3, મહેસાણા 3, સાબરકાંઠા 3, સુરેન્દ્રનગર 3, અરવલ્લી 2, બનાસકાંઠા 2, ગાંધીનગર શહેર 2, જામનગર 2, અમરેલી 1, ભાવનગર 1, નર્મદા 1 અને પંચમહાલમાં 1 કેસ નોંધાયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ