Solar Eclipse Lunar Eclipse 2023 In October: વર્ષ 2023એ ઓક્ટોબર મહિનામાં 2 ગ્રહણ છે. 15 દિવસની અંદર સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ બન્ને લાગશે. જેની મોટી અસર લોકોના જીવન પર પડશે.
15 દિવસની અંદર છે સૂર્ય અને ચંદ્ર ગ્રહણ
જેની 12 રાશિના લોકો પર પડશે અસર
ઓક્ટોબર મહિનામાં 2 ગ્રહણ
જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્ય અને ચંદ્ર ગ્રહણનું ખાસ મહત્વ છે અને તેની મોટી અસર લોકોના જીવન પર પડે છે. સાથે જ ગ્રહણને હિંદૂ ધર્મમાં અશુભ પણ માનવામાં આવે છે. વર્ષ 2023માં 4 સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ છે. તેમાંથી 2 ગ્રહણ થઈ ચુક્યા છે. આવનાક ઓક્ટોબર મહિનામાં એક સૂર્ય અને એક ચંદ્ર ગ્રહણ લાગશે.
આ બન્ને ગ્રહણ ફક્ત 15 દિવસની અંદર લાગશે. 14 ઓક્ટોબરે સૂર્ય ગ્રહણ અને 28 ઓક્ટોબરે ચંદ્ર ગ્રહણ લાગશે. 15 દિવસમાં 2 ગ્રહણ લાગવાથી બધી 12 રાશિઓના જીવન પર શુભ કે અશુભ અસર પડશે.
વર્ષના છેલ્લા સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણની અસર
વર્ષનું છેલ્લું સૂર્ય ગ્રહણ 14 ઓક્ટોબર રાત્રે 8.34 મિનિટથી પ્રારંભ થશે અને મધ્યરાત્રી 2.25 મિનિટ સુધી રહેશે. ત્યાં જ વર્ષનું છેલ્લું ચંદ્ર ગ્રહણ 29 ઓક્ટોબરની રાત્રે 1.06 વાગ્યા શરૂ થશે અને 2.22 મિનિટ પર પુરૂ થશે.
2023માં લાગેલા ચારે ગ્રહણમાંથી ફક્ત આજ ચંદ્ર ગ્રહણ ભારતમાં જોવા મળશે. માટે તેનો સૂતક કાળ માન્ય રહેશે. આ સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ 3 રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેશે.
મિથુન
મિથુન રાશિના લોકોને આ બન્ને ગ્રહણ ખૂબ જ લાભ આપશે. આ લોકોનો આત્મવિશ્વાસ વધશે. કરિયરમાં ઉંચી ઉડાન ભરશે. તમને કોઈ પ્રતિયોગિતા કે ઈન્ટરવ્યૂમાં સફળતા મળશે. પૈસા વધશે, તમારા કામના વખાણ થશે. તમને કોઈ મોટી જવાબદારી મળી શકે છે. રોકાણથી લાભ થશે.
તુલા
તુલા રાશિના લોકો માટે આ સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ શુભ રહેશે. આ રાશિના લોકોને કરિયરમાં મોટી સફળતા પ્રાપ્ત થશે. તમે દરેક ક્ષેત્રમાં સફળ થશે. નોકરીમાં મોટુ પદ અને વેતનવૃદ્ધિ મળી શકે છે. વ્યાપારમાં કોઈ મોટી ડીલ મળી શકે છે. તમને માન-સન્માન મળશે. આત્મવિશ્વાસ વધશે.