બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Solar and Lunar Eclipse Chandra Grahan On 5 June July and Surya Grahan On 21st

સંયોગ / 58 વર્ષ બાદ શનિ મકર રાશિમાં થયો વક્રી, જાણો તેની કેવી અસરો થશે

Published By: Noor

Last Updated: 12:31 PM, 26 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આગામી જૂન અને જુલાઈમાં ગ્રહણ થવાનું છે. જેમાં જૂન મહિનામાં બે અને જુલાઈમાં એક ગ્રહણ થશે. 5 જૂને ચંદ્ર ગ્રહણ, 21 જૂને સૂર્ય ગ્રહણ અને 5 જુલાઈએ ફરી ચંદ્ર ગ્રહણ થશે. અત્યારે શનિ મકર રાશિમાં વક્રી છે. આ વર્ષ પહેલાં 1962માં આવો યોગ બન્યો હતો. એ સમયે પણ શનિ મકર રાશિમાં વક્રી હતો અને સતત ત્રણ ગ્રહણ થયા હતા. 5 જૂને જેઠ મહિનાની પૂનમ છે. 21 જૂને અષાઢ મહિનાની અમાસ છે. 5 જુલાઈએ અષાઢ મહિનાની પૂનમ છે. આ ત્રણેય તિથિએ ગ્રહણ થશે.

  • 58 વર્ષ બાદ શનિ મકર રાશિમાં થયો વક્રી
  • 5 જૂન અને 5 જુલાઈએ થશે ચંદ્ર ગ્રહણ
  • 21 જૂનએ થશે સૂર્ય ગ્રહણ 

58 વર્ષ પહેલાં 1962માં 17 જુલાઈએ ચંદ્ર ગ્રહણ, 31 જુલાઈએ સૂર્ય ગ્રહણ અને 15 ઓગસ્ટે ફરી ચંદ્ર ગ્રહણ થયું હતું. એ સમયે પણ શનિ મકર રાશિમાં વક્રી હતો. આ વર્ષે 5 જૂનએ ભારતમાં ચંદ્રગ્રહણ થશે પરંતુ દિવસે ચંદ્રગ્રહણ થવાને કારણે તે જોવા મળશે નહીં. 5 જૂન અને 5 જુલાઈના બંને ચંદ્રગ્રહણ મંદ છે. જેથી તેની કોઈપણધાર્મિક અસર માન્ય નહીં ગણાય. કોઇપણ રાશિ પર આ ગ્રહણની અસર નહીં થાય. 

ભારતમાં 21 જૂનનું સૂર્યગ્રહણ જોવા મળશે

21 જૂને ખંડગ્રાસ એટલે આંશિક સૂર્યગ્રહણ રહેશે. આ ગ્રહણ ભારત સિવાય એશિયા, આફ્રિકા અને યૂરોપના કેટલાક ક્ષેત્રોમાં પણ જોવા મળશે. ગ્રહણ સવારે 10.14 મિનિટે, ગ્રહણનું મધ્ય 11.56 મિનિટે અને ગ્રહણનું મોક્ષ 1.38 મિનિટે થશે. ગ્રહણનો સૂતક કાળ 20 જૂનની રાતે 10.14 મિનિટથી શરૂ થઇ જશે. સૂતક 21 જૂન બપોરે 1.38 સુધી રહેશે. આ વર્ષનું આ એકમાત્ર ગ્રહણ હશે જે ભારતમાં જોવા મળશે અને તેની ધાર્મિક અસર પણ માન્ય રહેશે. આ ગ્રહણ મૃગશિરા નક્ષત્રમાં અને મિથુન રાશિમાં લાગશે. તેના સંબંધમાં બૃહત્સંહિતા રાહુચારાધ્યાયમાં લખ્યું છે કે-
मिथुने प्रवरागंना नृपा नृपमात्रा बलिन: कलाविद:।
यमुनातटजा: सबाह्लिका मत्स्या: सुह्यजनै: समन्वित:।।

આ શ્લોક પ્રમાણે જ્યારે મિથુન રાશિમાં સૂર્ય અથવા ચંદ્ર ગ્રહણ થાય છે ત્યારે ઉચ્ચ પદ પર સ્થિત મહિલાઓ, રાજા, મંત્રી, કળા ક્ષેત્રમાં કામ કરનાર, યમુના નદીના કિનારે નિવાસ કરનાર, વરિષ્ઠ લોકોને, મધ્ય દેશ, સાકેતા, મિથિલા, ચંપા, કૌશાંબી, કૌશિકી, ગયા, વિંધ્યમાં નિવાસ કરનાર લોકો માટે આ સમય કષ્ટદાયક રહે છે.

પ્રાકૃતિક આપત્તિઓના યોગ

મૃગશિરા નક્ષત્રનો સ્વામી મંગળ છે. મકર રાશિમાં સ્થિત વક્રી શનિની પૂર્ણ તૃતીય દૃષ્ટિ, મીન રાશિમાં સ્થિત મંગળ પર પડી રહી છે. મંગળની સૂર્ય દૃષ્ટિ અને શનિ-ગુરુની યુતિ છે. ગ્રહોની આ સ્થિતિ મોટાં ભૂકંપનું કારણ બની શકે છે. સાથે જ, અન્ય પ્રાકૃતિક આપત્તિઓ આવવાના પણ યોગ બની શકે છે.

બધી જ રાશિઓ પર ગ્રહણની અસર

મેષ, સિંહ, કન્યા, કુંભ રાશિ માટે સૂર્ય ગ્રહણ શુભફળ આપનાર સ્થિતિમાં રહેશે. આ લોકોને ભાગ્યનો સાથ મળી શકે છે. વૃષભ, મિથુન, કર્ક, તુલા, વૃશ્ચિક, ધન, મકર અને મીન રાશિના લોકોએ સાવધાન રહીને કામ કરવું. આ લોકો માટે વિઘ્નો વધી શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Chandra Grahan Dharm June July Makar 2020 Shani Vakri Solar and Lunar Eclipse surya grahan Dharm

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ