બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / So will there be a lockdown again? The Modi government again ordered the states to look at it in strict terms

મહામારી / તો શું ફરી લૉકડાઉન લાગશે? મોદી સરકારે ફરી કડક શબ્દોમાં રાજ્યોને જુઓ શું આપ્યા આદેશ

Hiralal

Last Updated: 07:30 PM, 14 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય ગૃહમંત્રાલયે તમામ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને ભીડને કાબૂમાં લેવાનો આદેશ આપ્યો છે અને જરુર પડ્યે લોકડાઉન જેવા પ્રતિબંધો લાગુ પાડવાનું પણ જણાવ્યું છે.

  • દેશમાં કોરોનાના નિયમોનું ઘોર ઉલ્લંઘન થતા મોદી સરકાર એક્ટીવ
  • ગૃહમંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને એડવાઈઝરી જારી કરી
  • રાજ્યમાં કોરોના નિયમોના ફરજિયાત પાલન માટે રાજ્ય સરકાર યોગ્ય પગલા ઉઠાવે
  • પ્રશાસનનો અધિકારી કોરોના નિયમોના પાલન કરાવામાં ઢીલાશ રાખે તો વ્યક્તિગત રીતે તેની સામે પગલા લેવા
  • બીજી લહેર નબળી પડતાં જ લોકો બેફિકર બની હિલ સ્ટેશનો, પ્રવાસન સ્થળો પર જવા લાગ્યા છે

કેન્દ્રીય ગૃહમંત્રાલયે તમામ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને ભીડને કાબૂમાં લેવાનો આદેશ આપ્યો છે.

કોરોના પ્રતિબંધોમાં જરા સરખી છૂટ પણ ચલાવી ન લેવાય-ગૃહમંત્રાલય 

કેન્દ્રીય ગૃહસચિવ અજય ભલ્લાએ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પાઠવેલા પત્રમાં જણાવ્યું કે હજુ કોરોનાની બીજી લહેર પૂરી થઈ નથી. તમામ રાજ્યોએ ભીડને કાબૂમાં લેવાના પગલાં ભરવા જોઈએ. કોરોના પ્રતિબંધોમાં છૂટને જરા પણ અવકાશ નથી. એડવાયઝરી મુજબ, રાજ્યસ્તરે કોઇ સંસ્થા, બજાર વિસ્તાર વગેરે સ્થળોમાં કોરોના નિયમોનું પાલન કરવામાં આવતું ના હોય તો કોરોના સંક્રમણ ફેલાવતાં આવા વિસ્તારો અને સ્થળો પર ફરીથી પ્રતિબંધો લાગુ કરવાની જવાબદારી રાજ્ય સરકારની રહેશે. એવામાં નિયમોના પાલન નહીં કરનારા વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવે.

અજય ભલ્લાએ રાજ્યોના મુખ્ય સચિવોને પાઠવેલા પત્રમાં જણાવ્યું કે સ્થાનિક વહિવટી તંત્રને ભીડને નિયંત્રીત કરવા તથા કોરોનાના વ્યવસ્થાપન માટે જરુરી પગલાં ભરવાનો આદેશ આપવો જોઈએ. 

ગૃહમંત્રાલયે જારી કરી નવી એડવાઈઝરી
દેશમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા અને અનેક રાજ્યોાં કોરોના નિયમોના ભંગ કરવાના મુદ્દે હવે કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવતાં રાજ્યોને એડવાયઝરી જારી કરી છે. કેન્દ્રીય ગૃહ સચિવે રાજ્યોને જારી કરેલા પત્રમાં કોરોના નિયમોનો ભંગ કરનારા સામે કડક કાર્યવાહી કરવા કહેવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે બીજી લહેર નબળી પડતાં જ હિલ સ્ટેશનો અને પ્રવાસન સ્થળો પર લોકોની જામી રહેલી ભીડ અને કોરોના નિયમોના ભંગ પર ચિંતા વ્યક્ત કરી છે.

કોરોનાના નિયમોના પાલનમાં વિલંબ બદલ અધિકારીઓ દોષી ગણાશે 

કેન્દ્રએ જાહેર કરેલી એડવાયઝરીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, કોરોના નિયમોના કડક પાલન કરાવા પર પ્રશાસનનો કોઇ અધિકારી બેદરકાર રહે તો એની સામે પણ કાર્યવાહી કરવી. રાજ્ય સરકારોને સ્પષ્ટ પણ કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં જિલ્લા સ્તરે કોરોના નિયમોના ફરજિયાત પાલનની જવાબદારી જે-તે અધિકારીની રહેશે.આ પહેલા હિલ સ્ટેશનો અને પ્રવાસન સ્થળો પર વધી રહેલી ભીડ પર પીએમ મોદી પણ ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે. વડાપ્રધાને કહ્યું હતું કે, પ્રવાસન સ્થળો, હિલ સ્ટેશનો અને બજારોમાં મોટી સંખ્યામાં લોકો માસ્ક પહેર્યા વગર અને સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન નહીં કરનારી ભીડ ચિંતાનો વિષય છે. તેમણે જણાવ્યું હતું કે, કોરોના જેવી બીમારી એમ જ નથી આવતી. કોઇ જઇને લઇ આવે તો જ આવે છે આ માટે આપણે સાવચેતી રાખીશું તો ત્રીજી લહેરને અટકાવી શકીશું.

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus corona india india corona ઈન્ડીયા કોરોના કોરોના ઈન્ડીયા કોરોના મહામારી કોરોના વાયરસ coronavirus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ