બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / So Many Things Wrong With...', Rohit Sharma's Wife Ritika Sajdeh Reacts To Mark Boucher's Reason For Removing Husband As MI Captain

પાછું ઉપડ્યું / રોહિતને જાણી જોઈને MI કેપ્ટન પદેથી હટાવાયો? પત્ની રીતિકાના રીએક્શનથી ખુલાસો

Hiralal

Last Updated: 04:34 PM, 6 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રોહિત શર્માને મુંબઈ ઈન્ડીયન્સના કેપ્ટન પદેથી હટાવાનો મામલો ગરમાયો છે. હવે તેની પત્ની રીતિકા સજદેહના રીએક્શનથી આખી વાતનો ખુલાસો થયો છે.

  • રોહિત શર્માને મુંબઈ ઈન્ડીયન્સના કેપ્ટન પદેથી હટાવાનો મામલો ગરમાયો 
  • રોહિતની પત્ની રીતિકા સજદેહના રીએક્શનથી ખુલાસો
  • માર્ક બાઉચરની ઘણી બધી વાતો ખોટી-રીતિકા
  • માર્ક બાઉચર મુંબઈ ઈન્ડીયન્સના કોચ 

મુંબઈ ઈન્ડિયન્સે આ વર્ષે આઈપીએલ માટે ટીમમાં કેટલાક ફેરફાર કર્યા હતા, જેમાંથી એક કેપ્ટનશિપને લઈને હતો. રોહિત શર્માને મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન્સીમાંથી હટાવીને તેની જગ્યાએ હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવાયો હતો. આ મામલે મુંબઈ ઈન્ડિયન્સના કોચ માર્ક બાઉચરે આ નિર્ણય વિશે ખુલાસો કર્યો અને કહ્યું કે આ નિર્ણય સંપૂર્ણપણે ક્રિકેટનો હતો. અમે હાર્દિકને ખેલાડી તરીકે પરત લાવવા માટે વિન્ડો જોઈ હતી. મુંબઈ ઈન્ડિયન્સ માટે પરિવર્તનનો સમયગાળો છે.

રોહિતને એક ખેલાડી તરીકે રમતનો આનંદ માણવા દેવો જોઈએ
બાઉચરે એમ પણ કહ્યું કે લોકો સમજતા નથી અને ભાવુક થઈ જાય છે. રોહિતને એક ખેલાડી તરીકે રમતનો આનંદ માણવા દેવો જોઈએ. તે પોતાનું સર્વશ્રેષ્ઠ આપશે અને ક્રિઝ પર જઈને રન બનાવશે.

માર્ક બાઉચરના નિવેદન પર શું બોલી રીતિકા સજદેહ 
રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહે આ અંગે પોતાનું મૌન તોડ્યું હતું અને બાઉચરની વાતને ખોટી ગણાવી હતી. રિતિકાએ કમેન્ટ કરીને લખ્યું કે આમાં ઘણી બધી બાબતો ખોટી છે. આ પછી હોબાળો મચી ગયો અને રોહિત શર્માના ફેન્સ સોશિયલ મીડિયા પર લાગી ગયા.

રોહિત શર્માને કેપ્ટન પદેથી હટાવતાં મચ્યો હતો હોબાળો 
રોહિત શર્માને સુકાનીપદેથી હટાવીને હાર્દિક પંડ્યાને લાવવામાં આવતા ભારે હોબાળો થયો હતો. સોશિયલ મીડિયા પર રાતોરાત લાખો લોકોએ મુંબઈ ઈન્ડિયન્સને અનફોલો કરી દીધું. હવે બાઉચરના નિવેદન બાદ રિતિકાએ ફરી મામલો ખોલ્યો છે. રિતિકાના નિવેદનથી એક વાત સ્પષ્ટ થાય છે કે રોહિત શર્માને જાણીજોઈને કેપ્ટનશિપ પરથી હટાવવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ