ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / So far 22 cases of Congo Fever have been reported in Ahmedabad
ADVERTISEMENT
હાલમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 5 અને SVP હોસ્પિટલમાં 17 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. ત્યારે હવે વધુ બે બાળકોના કોંગો ફીવરના પોઝિટીવ કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોંગોના કહેરથી આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે. અમદાવાદની SVP હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ બનાવીને કોંગો ફીવરના દર્દીઓને સારવાર અપાઈ રહી છે.
ADVERTISEMENT

કોંગો ફિવર મુખ્યત્વે પશુઓમાં થતો રોગ છે. આવા રોગવાળા પશુને કરડીને ઈતરડી ત્યાં કામ કરતા માણસને કરડે તો તેના લોહીના વહન દ્વારા કોંગો ફિવરનો વાઈરસ માણસના શરીરમાં પ્રવેશે છે. કોંગો ફિવરના લક્ષણો શરૂઆતમાં ડેન્ગ્યુ જેવા જ હોય છે. આ કારણે મોટાભાગના લોકો તેને ડેન્ગ્યુ માની લે છે. પરંતુ પાછળથી બ્લડ ટેસ્ટ દ્વારા કોંગો ફિવરની પુષ્ટિ થાય છે. ઈતરડી નામની જીવાત કે જે મુખ્યત્વે ગૌશાળા, પશુઓની ગમાણ કે પશુપાલન થતું હોય તેવી જગ્યાએ જોવા મળે છે તે આ રોગની મુખ્ય વાહક છે.
ADVERTISEMENT
કોંગો ફિવરના લક્ષણો:
સંકળાયેલા મુદ્દાઓ