બ્રેકિંગ ન્યુઝ
Vishnu
Last Updated: 04:59 PM, 25 October 2021
ADVERTISEMENT
PSI-LRD ભરતીનો મામલે અરજીની શરૂઆત થતાં જ ઉમેદવારોએ ફોર્મ ભરવા માટે મોટા પાયે અરજીઑ કરી રહ્યા છે સરકારી આકડા પ્રમાણે અત્યાર સુધી 1.25 લાખ જેટલી અરજીઓ મળી ચૂકી છે. મહત્વનું છે કે 9 નવેમ્બર સુધી ઓજસ વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરી શકાશે ત્યારે ઉમેદવારોને અંતિમ તારીખ સુધી રાહ ન જોવા ભરતી બોર્ડના અધ્યક્ષ દ્વારા અપીલ કરવામાં આવી છે.
LRD ભરતી બોર્ડના અધ્યક્ષની અપીલ
લોકરક્ષક ભરતીની અરજી સ્વિકારવાની છેલ્લી તારીખ 9/11/21 છે. છેલ્લે સુધી રાહ જોવાને બદલે ઉમેદવારો ને શરૂઆતમાં જ અરજી કરી લેવા સલાહ છે.અત્યાર સુધી સવા લાખ જેટલી અરજી મળેલ છે.
ADVERTISEMENT
LRDની 10459 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ
ભરતી બોર્ડના અધ્યક્ષ IPS હસમુખ પટેલે આ અંગે માહિતી આપી છે. ઉમેદવાર OJAS વેબસાઇટ પર ફોર્મ ભરી શકશે. LRDની 10459 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. જેમાં 8476 પુરૂષ અને 1983 મહિલા ઉમેદવારો માટે ભરતી પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે. આજથી 9 નવેમ્બર સુધી ઉમેદવાર અરજી કરી શકશે. વેબસાઇટ https://ojas.gujarat.gov.in પર અરજી થઇ શકશે.
લોકરક્ષક ભરતીની અરજી સ્વિકારવાની છેલ્લી તારીખ 9/11/21 છે. છેલ્લે સુધી રાહ જોવાને બદલે ઉમેદવારો ને શરૂઆતમાં જ અરજી કરી લેવા સલાહ છે.
— Hasmukh Patel (@Hasmukhpatelips) October 25, 2021
અત્યાર સુધી સવા લાખ જેટલી અરજી મળેલ છે.
PSI-LRD માટે અલગ અરજી કરવાની રહેશે
PSI-LRD ભરતી માટે ઓનલાઇન અરજી કરવાનું શરૂ છે. ત્યારે PSI અને LRD માટે અલગ-અલગ અરજી કરવાની રહેશે. ભરતી બોર્ડના અધ્યક્ષ IPS હસમુખ પટેલે સ્પષ્ટતા કરી છે કે, જે ઉમેદવારોએ પો.સ.ઇની ભરતી માટે ફોર્મ ભરેલ હોય અને તેઓ લોકરક્ષક માટે પણ અરજી કરવા માંગતા હોય તો તેઓ એ અલગથી અરજી કરવાની રહેશે.
કઈ વેબસાઇટ મહત્વની?
લોકો પેપર ફોડવાનું કામ કરતા હોય તો...
LRD ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલનું નિવેદન સામે આવ્યું છે.તેમણે કહ્યું કે ભરતી વખતે અનેક અફવાઓ ચાલુ થઇ જાય છે. કેટલાક લોકો ઓળખાણની લાલચ આપતા હોય છે. ઘણી વખતે લોકો પૈસા આપી નોકરી અપાવવાની લાલચ આપે છે. કેટલાક લોકો પેપર ફોડવાનું કામ કરતા હોય છે...ઉમેદવારોએ પરીક્ષા તરફ જ ધ્યાન આપવું જોઈએ...કોઇ આવી વાત તમારા સુધી આવે તો અમને જાણ કરજો. ઉમેદવારોએ નવી ભરતીની તૈયારીઓ કરવી જોઇએ
LRDની ભરતીમાં કોણ ફાવશે?
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.