બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / snake entered the stomach mistaking the mouth as the way even the doctors were surprised to pull it out

રશિયા / Viral Video: મોંઢામાં જતો રહ્યો સાપ, ખેંચીને કાઢ્યો બહાર, જોઈને ડૉક્ટર પણ હેરાન

Kishor

Last Updated: 09:56 PM, 5 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશિયાના દાગેસ્તાન વિસ્તારના  મહિલા સૂતી હતી ત્યારે તેના મોંઢા દ્વારા સાપ પેટમાં જતો રહ્યો.  ડૉક્ટરોએ સાપને પેટમાંથી બહાર કાઢ્યો  તો ચાર ફુટના સાપને  જોઈ ડૉક્ટરોની ટીમ પણ હેરાન રહી ગઈ હતી.

  • 4 ફૂટ લાંબો સાપ મહિલાના પેટમાં ઘૂસી ગયો
  • સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ
  • આ વીડિયોને 19 લાખથી વધુ વ્યૂઝ મળ્યા

સાપ એક એવો જીવ છે જેનું નામ સાંભળતા જ લોકો ડરી જાય છે. જો સામે આવી જાય તો લોકો ગભરાઈ જાય છે. સાપ એક એવો જીવ છે જે ગમે ત્યારે અને ગમે ત્યાં ઘુસીને છુપાઈ શકે છે. સાપ કપડાંમાં, બુટમાં, કબાટમાં, ઘરના ખૂણામાં છુપાઈને બેસી જાય છે. પરંતુ આ વખતે એક સાપે હદ વટાવી છે.  4 ફૂટ લાંબો સાપ મહિલાના પેટમાં ઘૂસી ગયો હતો.

ટ્વિટરના @FascinateFlix પર શેર કરવામાં આવેલા વીડિયોમાં મહિલાના પેટમાંથી સાપ નીકળતો જોઈને તમે દંગ રહી જશો. જણાવવામાં આવી રહ્યું છે કે મહિલા સૂતી હતી ત્યારે તેના મોંઢા દ્વારા સાપ પેટમાં જતો રહ્યો.  ડૉક્ટરોએ સાપને પેટમાંથી બહાર કાઢ્યો  તો ચાર ફુટના સાપને  જોઈ ડૉક્ટરોની ટીમ પણ હેરાન રહી ગઈ હતી. આ વીડિયોને 19 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે.

મોંઢામાં ઘૂસ્યો અને પેટમાં જતો રહ્યો જીવતો સાપ 

વાયરલ વીડિયો ખરેખર  હેરાન કરી દે તેવો છે. જેને જોઈને કોઈપણને પોતાની આંખ પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જશે. વીડિયોમાં ઓપરેશન થિયેટરમાં બેભાન પડેલી એક મહિલા જોવા મળી રહી છે.  જેના મોંઢામાંથી ડોક્ટર્સ કંઈક બહાર કાઢવાનો પ્રયાસ કરતા જોવા મળે છે.  ત્યારે જ ડોક્ટરે 4 ફૂટ લાંબો સાપ મોંઢામાંથી બહાર કાઢ્યો હતો. આ જોઈને ડોક્ટર પણ આશ્ચર્યમાં બે ડગલાં પાછળ હટી ગયા. આ વીડિયોએ લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા કે કોઈ વ્યક્તિ એટલી ઉંઘમાં કઈ રીતે હોય શકે કે  તેના મોંઢામાં સાપ ઘૂસી જાય તો પણ તેને ખબર ન પડે.


ગાઢ નિંદ્રામાં સૂતેલી મહિલાના મોંઢામાં સાપ ઘૂસી ગયો

આ ઘટના આશરે 2 વર્ષ જૂની છે.  જણાવામાં  આવ્યું હતું કે રશિયાના દાગેસ્તાન વિસ્તારના એક નાનકડા ગામમાં આ મહિલા એટલી ગાઢ નિંદ્રામાં હતી કે એક સાપ તેના મોંઢા દ્વારા તેના પેટમાં ઘૂસી ગયો હતો અને જ્યારે તેને થોડું ખરાબ લાગ્યું ત્યારે તે ડૉક્ટર પાસે ગઈ હતી. જેથી તમામ તપાસ બાદ ડોક્ટરોએ પેટમાંથી 4 ફૂટ લાંબા સાપને બહાર કાઢ્યો હતો. જો કે, અહેવાલો અનુસાર, તે જાણી શકાયું નથી કે સાપ જીવતો હતો કે મૃત. તેમજ મહિલાની ઓળખ પણ જાહેર કરવામાં આવી નથી. ઘણા લોકોએ તેને સાપને બદલે કોઈ અન્ય પ્રાણી હોવાનું કહ્યું હતું. જે લાંબા અળસિયા જેવું હતું. જે વાયરસ દ્વારા પેટમાં જન્મે છે. આ વીડિયોને 19 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે મોટાભાગના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ