બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / smuggle thousands of banned cigarettes into Gujarat through Kandla Customs department

કાર્યવાહી / કંડલાથી હજારો પ્રતિબંધિત સિગારેટ ગુજરાતમાં ઘુસાડવાનુ ષડયંત્ર: કસ્ટમ વિભાગને મળી મોટી સફળતા

Kishor

Last Updated: 04:44 PM, 29 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રતિબંધિત સિગારેટ ગુજરાતમાં આવતી હોવાની બાતમીને પગલે કંડલા SEZ કસ્ટમે પ્રતિબંધિત સિગારેટનો કરોડો રૂપિયાની જથ્થો ઝડપી લીધો હતો.

  • કંડલા SEZ કસ્ટમે પ્રતિબંધિત સિગારેટનો જથ્થો ઝડપ્યો 
  • કન્ટેનરમાંથી 8.76 કરોડની કિંમતનો સિગારેટનો જથ્થો ઝડપ્યો
  • કસ્ટમે 555 બ્રાન્ડની પ્રતિબંધિત સિગારેટ કરી જપ્ત

કંડલા સેઝ કસ્ટમને કંડલા સ્પેશ્યલ ઇકોનૉમિક ઝૉન KASEZ માંથી પ્રતિબંધિત સિગારેટનો જથ્થો ઝડપી લેવામાં જબરી સાફળતા સાંપડી છે. પ્રતિબંધિત સિગારેટનો જથ્થો ગુજરાતમાં ઠલવાઇ તેવી કસ્ટમ વિભાગના અધિકારીઑને કાને વાત પડતાં તાત્કાલિક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન મુન્દ્રા પોર્ટથી કંડલા સેઝોન તરફ આવતી વખતે કંડલા સેઝ કસ્ટમે કન્ટેનરમાંથી 8.76 કરોડની કિંમતનો સિગારેટનો જથ્થો ઝડપી લીધો હતો. બોક્સમાંથી 20 રૂપિયાની કિંમતની 20 હજાર સિગારેટ મળી આવી હતી.

બાતમીને આધારે કસ્ટમ વિભાગે કરી હતી કન્ટેનરની તપાસ
કંડલામાંથી ઝડપાયેલ  પ્રતિબંધિત સિગારેટ જથ્થોના સીઝ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ મામલે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે લા સ્પિરિટ નામની કંપનીએ કન્ટેનર મંગાવ્યું હતું. ઇનપુટ પર કાર્યવાહી કરીને કસ્ટમ્સે કન્ટેનરની તપાસ કરી  હતી. જેને લઇને સબંધિત વિભાગ દ્વારા 555 બ્રાન્ડની સિગારેટના 219 બોક્સ કબજે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ઇનપુટ પર કાર્યવાહી કરીને કસ્ટમ્સે કન્ટેનરની તપાસ કરી
ઉલ્લેખનીય છે કે, કંડલા જેવા મહાબંદર ઉપર વિદેશથી લાંગરતા જહાજોમાં અનેક એવી પ્રતિબંધિત અને કિંમતી ચીજ વસ્તુઓ આવતી હોય છે. છાશવારે આવા કિસ્સાઑ સામે પણ આવી રહ્યા છે. આથી સબંધિત એજન્સીઑની કામગીરી સામે પણ લોકોમાં સવાલો ઊભા થયા છે. બીજી તરફ સબંધિત વિભાગની લાપરવાહી અને આંખ મિચામણાને  લઇને પણ આવા બનાવો વધી રહ્યા હોવાની ચર્ચા જાગી છે. ત્યારે પોર્ટ ઉપર જડબેસલાક દેખરેખ રાખવામાં આવે તો આવી ગતિવિધિઑ બંધ થઇ શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ