બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / Smriti Irani denies 18-year-old daughter runs Goa bar

રાજનીતિ / પુત્રી બાર ચલાવી રહી હોવાના આરોપ પર ખળભળી ઉઠ્યાં સ્મૃતિ ઈરાની, કોંગ્રેસ પર કર્યો જોરદાર પલટવાર

Hiralal

Last Updated: 05:35 PM, 23 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોતાની 18 વર્ષની પુત્રી ગોવામાં ગેરકાયદેસર બાર ચલાવતી હોવાના કોંગ્રેસના આરોપ બાદ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ જવાબ આપ્યો છે.

  • કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનો કોંગ્રેસને જવાબ 
  • મારી 18 વર્ષીય પુત્રી કોલેજ સ્ટુડન્ટ છે, બાર ચલાવતી નથી
  • ઈરાનીની પુત્રી ગોવામાં ગેરકાયદેસર બાર ચલાવતી હોવાનો કોંગ્રેસનો આરોપ

પોતાની 18 વર્ષની પુત્રી પર ગેરકાયદેસર બાર ચલાવવાના કોંગ્રેસના આરોપ બાદ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ખળભળી ઉઠ્યાં છે અને તેમણે હવે જવાબ આપ્યો છે. 

મારી પુત્રી કોલેજમાં અભ્યાસ કરે છે બાર ચલાવતી નથી- ઈરાની
કોંગ્રેસ નેતા પવન ખેડાને જવાબ આપતા ઈરાનીએ કહ્યું કે મારી દીકરી કૉલેજમાં ભણે છે અને તે આવા કહેવાતા કોઈ પણ બાર ચલાવતી નથી. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, જે છોકરી પર આરોપ લાગ્યો છે તે રાજનીતિથી દૂર છે. હું પવન ખેરાને કહેવા માંગુ છું કે મારી 18 વર્ષની છોકરી બાર ચલાવતી નથી. તે કોલેજમાં અભ્યાસ કરે છે. જયરામ રમેશે કહ્યું કે આરટીઆઈના આધારે મારી દીકરી પર આરોપ લગાવવામાં આવી રહ્યા છે. હું જયરામ રમેશને પૂછવા માંગુ છું કે શું તે આરટીઆઈ અરજીમાં મારી પુત્રીનું નામ છે? જવાબમાં મારી દીકરીનું નામ શું છે?

સોનિયા અને રાહુલ ગાંધીની 5,000 કરોડની લૂંટ પર પ્રેસ કોન્ફરન્સ કરી એટલો મારો વાંક- સ્મૃતિ ઈરાની 
ઈરાનીએ કહ્યું કે મારી પુત્રીનો વાંક ફક્ત એટલો કે તેની માતાએ સોનિયા અને રાહુલ ગાંધીની 5,000 કરોડની લૂંટ પર પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ઈરાનીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને પડકાર આપતા કહ્યું કે તેમના હિંમત હોય તો 2024ની ચૂંટણી અમેઠી લોકસભામાંથી લડી દેખાડે અને મારી ખાતરી છે કે રાહુલ ગાંધીની તેમાં હાર થશે. સ્મૃતિ ઈરાનીએ એવું પણ કહ્યું કે હું કોર્ટમાંથી જવાબ લઈશ, લોકોની કોર્ટમાંથી. 

કોંગ્રેસ નેતા પવન ખેરાનો મોટો આરોપ 
કોંગ્રેસ પ્રવક્તા પવન ખેરાએ આરોપ લગાવ્યો હતો કે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની પુત્રી ગોવામાં બાર ચલાવે છે. કોંગ્રેસ પ્રવક્તા પવન ખેરાએ કહ્યું કે, તે જે પાર્ટીની છે તેની દીકરી પણ ખૂબ સંસ્કારી હોવી જોઈએ, પરંતુ તે ગોવામાં એક રેસ્ટોરન્ટ ચલાવી રહી છે, જેણે 13 મહિના પહેલા મૃત્યુ પામેલા એક વ્યક્તિના નામે નકલી લાયસન્સ મેળવ્યું છે. કોંગ્રેસના પ્રવક્તાએ કહ્યું કે ગોવામાં કાયદો વ્યક્તિને લાઇસન્સ રાખવાની મંજૂરી આપે છે. તેને "તુલસી સંસ્કારી બાર" કહેવામાં આવે છે, પરંતુ "સિલી સોલ બાર" પણ કહેવામાં આવે છે. આ રેસ્ટોરન્ટમાં એક નામ હેઠળ બે લાઇસન્સ છે. તેમાં રેસ્ટોરન્ટ પોલિસી હેઠળ લાયસન્સ પણ નથી. તમારી પાર્ટીના લોકો લુલુ મોલ, હનુમાન ચાલીસાના દિવાના છે અને તેમના બાળકો સંરક્ષણમાં ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે. જે અધિકારીએ લાઇસન્સધારકોને નોટિસ આપી હતી. દેખીતી રીતે જ તેમની બદલી કરવામાં આવી રહી છે. ગોવાના તે બારમાં સુરક્ષા દળો (બાઉન્સર) ફરી રહ્યા છે.

પવન ખેડાનો પલટવાર
સ્મૃતિ ઈરાની પર પલટવાર કરતા કોંગ્રેસ નેતા પવન ખેડાએ એવું જણાવ્યું કે ખુદ સ્મૃતિ ઈરાનીએ તેમની પુત્રીના રેસ્ટોરન્ટના વખાણ કર્યાં હતા. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ