બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / ફેશન અને સૌંદર્ય / skin whitening glutathione injection side effects

skin care / સ્કીનને ચમકાવવા આ નુસખા અપનાવતા હોય તો ચેતી જજો, પડી જશે કાળા ધબ્બા, એક્સપર્ટ ડોકટરોએ આપી ચેતવણી

Bijal Vyas

Last Updated: 05:34 PM, 6 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

skin care: લોકોને ચહેરાને યુવાન રાખવા અને રંગને સુધારવા માટે, લોકો ઘરેલું ઉપચાર અપનાવે છે તથા સારવાર પણ કરાવે છે.

  • ગ્લુટાથિઓન ઇન્જેક્શન લેવાથી તમારી ત્વચા વધુ તેજસ્વી અને યુવાન બની શકે છે
  • લોકો ગ્લુટાથિઓનની ઉણપને પૂરી કરવા માટે તેના ઇન્જેક્શન પણ લેવા લાગે છે
  • કોઈપણ કોસ્મેટિક સારવારમાં ફાયદા અને ગેરફાયદા બંને હોય છે

Glutathione injection side effects: લોકો પોતાના ચહેરાની સુંદરતા વધારવા માટે ઘણા પ્રયત્નો કરે છે, પરંતુ આ એક કુદરતી પ્રક્રિયા છે કે વધતી ઉંમરની સાથે ત્વચા પર પણ અસર થાય છે. જેમાં ચહેરા પરની કરચલીઓ મુખ્ય નિશાની છે. જો કે, કેટલીકવાર અન્ય કારણોસર ત્વચા ઉંમર પહેલા જ ઢીલી થવા લાગે છે, જે કોઈપણ માટે સ્ટ્રેસની વાત હોય છે. લોકોને ચહેરાને યુવાન રાખવા અને રંગને સુધારવા માટે, લોકો ઘરેલું ઉપચાર અપનાવે છે તથા સારવાર પણ કરાવે છે. કરચલીઓ હોય કે ત્વચાનો ઘેરો રંગ, આ બધા માટે કોસ્મેટોલોજીમાં ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે. આ પદ્ધતિઓમાંથી એક ગ્લુટાથિઓન ઇન્જેક્શન લેવું.

ગ્લુટાથિઓનનો ઉપયોગ કરવાનું વલણ નોંધપાત્ર રીતે વધ્યું છે. તેનો ઉપયોગ સ્કિન વાઇટનિંગ સ્પલીમેંટ તરીકે વિવિધ રીતે કરવામાં આવે છે. ગ્લુટાથિઓન ઇન્જેક્શન લેવાથી તમારી ત્વચા વધુ તેજસ્વી અને યુવાન બની શકે છે, પરંતુ તે તમારા સ્વાસ્થ્ય પર ઘણી મોટી આડઅસર પણ કરી શકે છે.

Topic | VTV Gujarati

શું કામ કરે છે ગ્લૂટાથિયોન
ગ્લુટાથિઓનએ એક કુદરતી પદાર્થ છે જે આપણા લીવર દ્વારા કુદરતી રીતે ઉત્પન્ન થાય છે. આ એન્ટીઑકિસડન્ટો, જે શરીરમાં કુદરતી રીતે હાજર હોય છે, શરીરના ટિશ્યૂઓનું નિર્માણ અને રિપેરિંગ કરવુ, ફ્રી રેડિકલ્સ સામે રક્ષણ, ઇમ્યુનિટી મજબૂત કરવુ, કેન્સર વિરોધી એજન્ટના રુપમાં કામ કરવુ, એન્ટી ઓજિંગ, જેવા અનેક રીતના કામ કરે છે. 

ગ્લૂટાથિયોનના ઇન્જેક્શન
વૃદ્ધત્વ સાથે, શરીરમાં ગ્લુટાથિઓનનું સ્તર ઘટવા લાગે છે, જેના કારણે તેની અસર ત્વચા પર પણ દેખાવા લાગે છે અને ઘણી વખત લોકો ગ્લુટાથિઓનની ઉણપને પૂરી કરવા માટે તેના ઇન્જેક્શન પણ લેવા લાગે છે. જે તમારી ત્વચાના રંગને નિખારવામાં અને તેને યુવાન રાખવામાં મદદરૂપ છે.

ગ્લૂટાથિઓનના સાઇડ ઇફેક્ટ
જો કોઈ પણ સંજોગોમાં ગ્લુટાથિઓનનો ડોઝ વધારે આપવામાં આવે તો દર્દીને કિડની ફેલ્યર, બ્લડ પોઈઝનીંગ જેવી મોટી આડઅસર થઈ શકે છે. આ ઉપરાંત, ઉબકા, ત્વચા પર ફોલ્લીઓ, એલર્જી, ઝાડા, વાળ ખરવા, શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો અથવા વજન વધવા જેવી બીજી ઘણી આડઅસરો થઈ શકે છે.

Topic | VTV Gujarati

ડોક્ટરની સલાહ લો
કોઈપણ કોસ્મેટિક સારવારમાં ફાયદા અને ગેરફાયદા બંને હોય છે. એ જ રીતે, ગ્લુટાથિઓનના ઇન્જેક્શન લેવાથી પણ તમારા શરીર પર ઘણી આડઅસર થઈ શકે છે, પરંતુ તે તમે ક્યારે અને કેટલી માત્રામાં લઈ રહ્યા છો તેના પર નિર્ભર છે. તેની આડઅસરથી બચવા માટે, નિષ્ણાતની સલાહ લેવાની સાથે, આ સારવાર ફક્ત અનુભવી ડૉક્ટર દ્વારા જ કરાવવી જોઈએ.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ