ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / Technology / ટેક અને ઓટો / આ ઇયરબડ હશે તો ફોનની જરૂર નહીં પડે, શું માર્કેટમાં આવી ગયું SIM Card વાળું ઇયરફોન? AI ફીચર્સ પણ મળશે
4 ફોટો ગેલેરી
Last Updated: 07:17 PM, 28 August 2026
1/4
અમેરિકન કંપની પ્લોડે એક અનોખા ઇયરફોન લોન્ચ કર્યા છે જેનું નામ છે Plod One. આ ટ્રુ વાયરલેસ સ્ટીરિયો ઇયરબડ્સ સામાન્ય દેખાવવાળા હોવા છતાં અંદર ઘણી ખાસ સુવિધાઓ ભરેલી છે. જેમાં સૌથી મોટી વાત એ છે કે તેમાં ઈ-સિમ સપોર્ટ છે, જેની મદદથી ફોન કે કમ્પ્યુટર વગર પણ કૉલ કરી શકાય અને કૉલ રેકોર્ડિંગ પણ થઈ શકે છે. આ સાથે AI સપોર્ટ પણ આપવામાં આવ્યો છે જે વૉઇસ કમાન્ડ પર કામ કરે છે.
2/4
કંપનીના જણાવ્યા અનુસાર આ ઇયરબડ્સ ફક્ત મ્યુઝીક સાંભળવા કે કૉલ કરવા માટે જ નહીં પરંતુ વાતચીતને ટ્રાન્સક્રાઇબ કરવા અને તેને જીમેલ, ગૂગલ કૅલેન્ડર, નોશન તથા સ્લૅક જેવા ટૂલ્સ સાથે જોડવા માટે પણ ઉપયોગી છે. જેમાં તે AI એજન્ટ આ કામને સરળ બનાવે છે. હાલમાં આ પ્રોડક્ટ અમેરિકામાં લોન્ચ થયું છે પરંતુ કૉલ કરવાની ચોક્કસ પ્રક્રિયા વિશે ડીટેલ આપવામાં આવી નથી.
ADVERTISEMENT
3/4
સાઉન્ડની બાજુએ 12 મિમીના ડ્રાઇવર્સ અને એક્ટિવ નોઇઝ કૅન્સિલેશનની સુવિધા છે. જેમાં કંપનીનો દાવો છે કે કેસ પાંચ મીટર સુધીની દૂરથી પણ સ્પષ્ટ અવાજ રેકોર્ડ કરી શકે છે. બૅટરીની વાત કરીએ તો એક વાર પૂરેપૂરું ચાર્જ કર્યા બાદ યુઝર્સ 25 કલાક સુધીની વાતચીત રેકોર્ડ કરી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ