બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / મોટા સમાચાર : ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીની હાલત ગંભીર, ICUમાં દાખલ, ચાલુ મેચે થઈ હતી ઈજા
Last Updated: 12:27 PM, 27 October 2025
ટીમ ઈન્ડિયાના એક મોટા ખેલાડીની હાલત ગંભીર છે. ચાલુ મેચે ઈજા થતાં તેને આઈસીયુમાં દાખલ કરાવતાં ચાહકોમાં ચિંતા વ્યાપી હતી. સિડનીમાં રમાયેલી ત્રીજી વનડેમાં ટીમ ઈન્ડિયાનો સ્ટાર શ્રેયસ ઐયરને પાંસળીઓમાં ઈજાને કારણે સિડનીની હોસ્પિટલમાં દાખલ કરાયો છે. બીસીસીઆઈએ આ અંગે અપડેટ આવ્યું હતું. બીસીસીઆઈએ કહ્યું કે સિડનીમાં રમાયેલી ત્રીજી વનડે મેચ દરમિયાન કેચ પકડવા જતાં ઐયરને પાંસળીઓમાં ગંભીર ઈજા થઈ હતી જે પછી તેને તાત્કાલિક સિડનીની હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.
ADVERTISEMENT
Indian ODI vice-captain Shreyas Iyer admitted to Sydney hospital due to rib cage injury: BCCI sources
— Press Trust of India (@PTI_News) October 27, 2025
કેચ લેતી વખતે ઈજાગ્રસ્ત થયો શ્રેયસ ઐયર
ADVERTISEMENT
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં રમાયેલી ત્રીજી વનડે મેચ દરમિયાન ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો હતો. નવા વનડે ઉપ-કેપ્ટન શ્રેયસ ઐયર ફિલ્ડિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયા હતા. હર્ષિત રાણાના બોલ પર એલેક્સ કેરીનો કેચ પકડતી વખતે ઐયરે ડીપ સ્ક્વેર લેગ પર એક શાનદાર ડાઇવિંગ કેચ લીધો, પરંતુ આ પ્રયાસમાં તેની ડાબી પાંસળીમાં ગંભીર ઈજા થઈ હતી.
ADVERTISEMENT
3 અઠવાડિયા આરામની સલાહ
ઈજા થતાં જ મેડિકલ ટીમ તાત્કાલિક મેદાન પર પહોંચી ગઈ હતી અને શ્રેયસ ઐયરને સાવચેતીના ભાગરૂપે સ્કેન માટે સિડનીની એક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. BCCI ના એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપી કે, "શ્રેયસને મેચ દરમિયાન તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પ્રારંભિક સ્કેનમાં પાંસળીમાં ઈજાની પુષ્ટિ થઈ છે અને તેને ઓછામાં ઓછા 3 અઠવાડિયા આરામ કરવાની સલાહ આપવામાં આવી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.