બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Shouts of 'Raghubhai Zindabad', not 'Pakistan Zindabad': Kutch police clarified
ADVERTISEMENT
કચ્છની એક ગ્રામપંચાયતની ચૂંટણીમાં જીતની ઉજવણીનો એક વીડિયો સોશિલ મીડિયામાં ખુબ વાયરલ થયો છે્.. અને તેમાં પાકિસ્તાન જીંદાબાદના નારા લાગ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો. મુદ્દો એટલો ગરમાયો કે, ગાંધીનગર સુધી તેની ચર્ચાઓ થવા લાગી. પરંતુ કારણ એવું સામે આવ્યું કે, સાંભળીને પણ હસવું આવશે.
સોશિયલ મીડિયામાં કચ્છનો જે વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. અને જેમાં પાકિસ્તાન જિંદાબાદના નારા લાગી રહ્યા છે. ત્યારે સૌથી પહેલા તો આ વીડિયોને સાંભળો.
ADVERTISEMENT
આ ઘટના કચ્છના દુધઈ ગામની છે. જ્યાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ દરમિયાન જીતની ખુશીમાં કોઈએ 'પાકિસ્તાન જિંદાબાદ'ના નારો લગાવતા વિવાદ સર્જાયો હતો. તો ઉજવણીનો વીડિયો વાયરલ થતા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી બીજી તરફ આ વીડિયોની ચર્ચાએ એટલું જોર પકડ્યું કે, ગાંધીનગર સુધી તેના પડઘા પડ્યા. અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ વીડિયો મુદ્દે તપાસના આદેશ આપ્યા.
ADVERTISEMENT
માણસ ક્યારેક સાંભળવામાં અતિરેક કરી દે છે. આ વીડિયોમાં પણ આવું
જે કાંઈક થયું,.પહેલા તો પોલીસ પણ બિચારી દોડથી થઈ, અને જે વ્યક્તિ નારા લગાવ્યા હતા તેને પણ શોધવામાં આવ્યો. અને તપાસ કરાઈ તો જાણવા મળ્યું કે, બિચારો આ વ્યક્તિ પાકિસ્તાન જિંદાબાદ નહીં પરંતુ રાધુભાઈ જિંદાબાદના નારા લગાવી રહ્યો હતો આ મુદ્દે ખુદ પોલીસે પણ સ્પષ્ટતા કરી છે.
ADVERTISEMENT
ક્યારે ઉત્સાહમાં અને ઉત્સાહમાં માણસ એવું કાંઈક કરી નાખે છે કે, લોકો તેનો મતલબ ખોટો વિચારી લે છે. અહીં પણ આવું જ થયું હતું. પરંતુ આ અહેવાલ થકી અમે ગુજરાતના લોકોને અપીલ કરી રહ્યા છીએ કે, સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોનો અલગ અર્થ ન કાઢશો. અને આ વીડિયોને પાકિસ્તાન સાથે ન જોડશો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.