બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / Shortage of teachers is the biggest obstacle to good education

મહામંથન / સારા શિક્ષણ સામે શિક્ષકોની ઘટ સૌથી મોટી અડચણ, વિદ્યાર્થી દીઠ શિક્ષકનો રેશિયો ક્યારે જળવાશે?

Vishal Khamar

Last Updated: 10:16 PM, 25 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં શિક્ષકોની ઘટ હજુ યથાવત છે.  નવી શિક્ષણ નીતિ પ્રમાણેના શિક્ષકોના રેશિયોનું પાલન થતું નથી.  શિક્ષકોની ઘટથી ભણતર ઉપર અસર પડે છે. રાજ્યના મોટા શહેરોમાં પણ શિક્ષકોની ઘટની સ્થિતિ છે. કેન્દ્રિય શિક્ષણ મંત્રાલયના રિપોર્ટમાં ખુલાસો થયો. શિક્ષણ મંત્રાલયના રિપોર્ટમાં શિક્ષકોની ઘટના આંકડા સામે આવ્યા છે.

  • ગુજરાતમાં શિક્ષકોની ઘટ હજુ યથાવત
  • નવી શિક્ષણ નીતિ પ્રમાણેના શિક્ષકોના રેશિયોનું પાલન નથી થતું
  • શિક્ષકોની ઘટથી ભણતર ઉપર પડે છે અસર

આપણે એવું સાંભળતા આવ્યા છીએ કે એક માતા સો શિક્ષકની ગરજ સારે છે, પરંતુ એવું શક્ય નથી બનતું કે કોઈ બાળક કે બાળકી આજીવન તેની માતા પાસેથી જ શિક્ષણ લેતા રહે. ભણતર માટે શાળા અને શિક્ષક છે કે જયાં બાળકનો સર્વાંગી વિકાસ થાય. વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે જે પાયાની જરૂરિયાત છે તે છે શાળા અને શિક્ષક. હવે જરા વિચાર કરો કે માળખાકીય સુવિધાના નામે શાળાઓ તો ઉભી કરી દેવામાં આવશે પણ એ શાળામાં ભણાવનાર શિક્ષકો જ નહીં હોય તો શું થશે?. ગુજરાતમાં અત્યારે સ્થિતિ એવી છે કે વિદ્યાર્થીની સંખ્યા પ્રમાણે જે શિક્ષકનો ગુણોત્તર જળવાવો જોઈએ તે નથી જળવાઈ રહ્યો અને આ સાબિતી ખુદ કેન્દ્રના શિક્ષણ મંત્રાલયના આંકડા પુરી રહ્યા છે. નવી શિક્ષણ નીતિમાં સરકારે ઘણાં સુધારાવાદી નિર્ણય લીધા છે ત્યારે શિક્ષકોની ઘટ તરફ ધ્યાન અપાઈ રહ્યું છે કે કેમ. નવી શિક્ષણ નીતિ પ્રમાણે ભારતમાં શિક્ષણના સ્તરને વધુ ઉન્નત બનાવવાનું છે પણ એ શિક્ષક વગર કઈ રીતે થઈ શકશે.. શિક્ષક અને વિદ્યાર્થીનો રેશિયો જળવાઈ રહે એ પ્રમાણે શિક્ષકોની ભરતી કયારે થશે.

શિક્ષણ મંત્રાલયનો રિપોર્ટ શું કહે છે?

વર્ષ 2021-2022ના આંકડા

ધોરણ 1 થી 5
વિદ્યાર્થી દીઠ શિક્ષકનો રેશિયો 30:1
   
ધોરણ 6 થી 8
વિદ્યાર્થી દીઠ શિક્ષકનો રેશિયો 24:1
   
ધોરણ 9 થી 10
વિદ્યાર્થી દીઠ શિક્ષકનો રેશિયો 29:1
   
ધોરણ 11 થી 12
વિદ્યાર્થી દીઠ શિક્ષકનો રેશિયો 28:1

 શિક્ષકો અંગે નવી શિક્ષણનીતિમાં શું?

  • નવી શિક્ષણનીતિમાં 25 વિદ્યાર્થી દીઠ 1 શિક્ષક હોવો જોઈએ
  • આ માટે શિક્ષકોની ખાલી જગ્યાઓ તાત્કાલિક ધોરણે ભરવી
  • દરેક શાળામાં વિદ્યાર્થી-શિક્ષકનો ગુણોત્તર 30:1થી ઓછો હોય તેવો પ્રયાસ
  • જ્યાં સામાજિક-આર્થિક પછાત વિદ્યાર્થી છે ત્યાં રેશિયો 25:1થી ઓછો રાખવા પ્રયાસ

રાજ્યના ચાર મહાનગરની સ્થિતિ શું? 

અમદાવાદ
 
ધોરણ 1 થી 5
વિદ્યાર્થી દીઠ શિક્ષકનો રેશિયો 35:1
 
ધોરણ 6 થી 8
વિદ્યાર્થી દીઠ શિક્ષકનો રેશિયો 27:1
 
ધોરણ 9 થી 10
વિદ્યાર્થી દીઠ શિક્ષકનો રેશિયો 30:1
 
ધોરણ 11 થી 12
વિદ્યાર્થી દીઠ શિક્ષકનો રેશિયો 27:1
 
વડોદરા
 
ધોરણ 1 થી 5
વિદ્યાર્થી દીઠ શિક્ષકનો રેશિયો 31:1
 
ધોરણ 6 થી 8
વિદ્યાર્થી દીઠ શિક્ષકનો રેશિયો 26:1
 
ધોરણ 9 થી 10
વિદ્યાર્થી દીઠ શિક્ષકનો રેશિયો 26:1
 
ધોરણ 11 થી 12
વિદ્યાર્થી દીઠ શિક્ષકનો રેશિયો 24:1
 
સુરત
 
ધોરણ 1 થી 5
વિદ્યાર્થી દીઠ શિક્ષકનો રેશિયો 32:1
 
ધોરણ 6 થી 8
વિદ્યાર્થી દીઠ શિક્ષકનો રેશિયો 25:1
 
ધોરણ 9 થી 10
વિદ્યાર્થી દીઠ શિક્ષકનો રેશિયો 27:1
 
ધોરણ 11 થી 12
વિદ્યાર્થી દીઠ શિક્ષકનો રેશિયો 28:1
 
રાજકોટ
 
ધોરણ 1 થી 5
વિદ્યાર્થી દીઠ શિક્ષકનો રેશિયો 28:1
 
ધોરણ 6 થી 8
વિદ્યાર્થી દીઠ શિક્ષકનો રેશિયો 19:1
 
ધોરણ 9 થી 10
વિદ્યાર્થી દીઠ શિક્ષકનો રેશિયો 23:1
 
ધોરણ 11 થી 12
વિદ્યાર્થી દીઠ શિક્ષકનો રેશિયો 23:1
  • ગુજરાતમાં 25 વિદ્યાર્થી સામે 1 શિક્ષકનો રેશિયો જળવાતો નથી
  • જો 25:1નો રેશિયો જળવાય તો રાજ્યમાં 4 લાખ 61 હજાર 691 શિક્ષક હોય
  • હાલ સ્થિતિ એ છે કે રાજ્યમાં 30 વિદ્યાર્થી સામે 1 શિક્ષક છે 

આ સ્થિતિમાંથી બહાર આવવું રહ્યું
ગુજરાતમાં 25 વિદ્યાર્થી સામે 1 શિક્ષકનો રેશિયો જળવાતો નથી.  જો 25:1નો રેશિયો જળવાય તો રાજ્યમાં 4 લાખ 61 હજાર 691 શિક્ષક હોય છે.  હાલ સ્થિતિ એ છે કે રાજ્યમાં 30 વિદ્યાર્થી સામે 1 શિક્ષક છે. 30:1ના રેશિયો મુજબ રાજ્યમાં 3 લાખ 84 હજાર 742 શિક્ષકો છે. હાલ રાજ્યમાં 76 હજાર 949 શિક્ષકોની ઘટ છે. કેટલાક જિલ્લામાં 35 વિદ્યાર્થી સામે 1 શિક્ષક છે. કેટલાક જિલ્લા એવા છે કે જયાં 43 વિદ્યાર્થી સામે 1 શિક્ષક છે. આ કારણે શાળામાં વિદ્યાર્થી ઉપર વ્યક્તિગત ધ્યાન આપી શકાતું નથી. શાળામાં વિદ્યાર્થી ઉપર ધ્યાન ન અપાય તેથી વિદ્યાર્થીઓ ખાનગી ટ્યુશન તરફ વળે છે. રાજ્યમાં ખાનગી ટ્યુશનનો બિઝનેસ લગભગ 500 કરોડને પાર થયો છે. રાજ્યમાં 30 હજારથી વધુ કોમર્શિયલ ટ્યુશન ક્લાસીસ છે. રાજ્યમાં 50 હજારથી વધુ નોન કોમર્શિયલ ટ્યુશન ક્લાસીસ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ