બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / Politics / Shivsena four more mla reached guwahati hotel uddhav thackeray eknath shinde

શિવસેનામાં બળવો! / મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે એકનાથ શિંદેના પક્ષમાં વધુ 4 ધારાસભ્યો બેસી ગયા, હજુ 2 MLA જશે ગુવાહાટી

Published By: Hiren

Last Updated: 09:16 AM, 23 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે એકનાથ શિંદેના પક્ષમાં વધુ 4 ધારાસભ્યો ગુવાહાટી ગયા છે તો હજુ 2 MLA ગુવાહાટી જશે.

  • સંકટમાં મહાવિકાસ અઘાડી સરકાર
  • ઉદ્ધવ ઠાકરેને વધુ એક ઝટકો
  • વધુ 4 MLA ગુવાહાટી પહોંચ્યા

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકારની મુશ્કેલીઓ વધતી દેખાઈ રહી છે. મુખ્યમંત્રી ઠાકરેએ પ્રેસ કોન્ફરન્સ કરીને ધારાસભ્યોને ભાવુક અપીલ કરવા છતા શિવસેનાના નારાજ ધારાસભ્યોનો આંકડો વધી રહ્યો છે. બુધવારે રાત્રે શિવસેનાના વધુ 4 ધારાસભ્યો ગુવાહાટીમાં શિંદે જૂથને મળ્યા છે. એટલું જ નહીં 2 વધુ ધારાસભ્યો આજે ગુવાહાટી જઇ શકે છે.

બુધવારે રાત્રે અંદાજે 8 વાગ્યે શિવસેનાના 4 ધારાસભ્યો ગુવાહાટીમાં હાલ Radisson Blu હોટલમાં રોકાયા છે. આ હોટલમાં એકનાથ શિંદે બાકી બળવાખોર ધારાસભ્યો સાથે રોકાયા છે. માહિતી અનુસાર, આ 4 ધારાસભ્યો મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલની સાથે સુરતથી ગુવાહાટી માટે રવાના થયા હતા. ગુવાહાટી પહોંચેલા શિવસેનાના ધારાસભ્યોમાં ગુલાબરાવ પાટીલ અને યોગેશ કદમ પણ સામેલ છે.

વધુ 2 ધારાસભ્યો જઇ શકે છે ગુવાહાટી
આજે કુર્લાના ધારાસભ્ય મંગેશ કુદાલકર અને દાદરના ધારાસભ્ય સદા સરવાનકર પણ શિંદે કેમ્પમાં પહોંચી શકે છે. જણાવાય રહ્યું છે કે, મુંબઈમાં પણ શિંદેના સમર્થક 3 ધારાસભ્ય હાજર છે. જો દાવા અનુસાર, આ ધારાસભ્ય શિંદેના પક્ષમાં જાય છે તો શિંદેની સાથે શિવસેનાના ધારાસભ્યોની સંખ્યા 36 પર પહોંચી જશે જ્યારે અન્ય 12 ધારાસભ્યો પણ શિંદેની સાથે હોવાનું મનાઇ રહ્યું છે.

ધારાસભ્યો સાથેની બેઠકનો શિંદેનો વીડિયો આવ્યા સામે
મહારાષ્ટ્ર શિવસેનાના બળવાખોર ધારાસભ્યો ગુવાહાટીમાં રોકાયા છે. ત્યારે એકનાથ શિંદે હોટલમાં ધારાસભ્યો સાથે સતત બેઠક કરી રહ્યાં છે. તેવામાં હવે ધારાસભ્યો સાથેની શિંદેની ચર્ચાનો વીડિયો આવ્યો સામે છે.

આ વચ્ચે, આવતીકાલે શિંદે જુથના 34 ધારાસભ્યોએ હસ્તાક્ષરવાળી ચિઠ્ઠી ગવર્નર ભગતસિંહ કોશ્યારીને મોકલાયો છે. ચિઠ્ઠીમાં કહેવામાં આવ્યું છે કે, એકનાથ શિંદે જ શિવસેના ધારાસભ્ય દળના નેતા છે. ભરત ગોગાવલેને નવા ચીફ વ્હિપ પસંદ કરાયા છે. શિવસેનાએ મંગળવારે શિંદેને ધારાસભ્ય દળના નેતા પદેથી હટાવી દીધા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

Eknath Shinde Maharashtra govt crisis Uddhav Thackeray ઉદ્ધવ ઠાકરે એકનાથ શિંદે Maharashtra govt crisis

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ