બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કચ્છમાં પૂર્વ કચ્છ ACB ટ્રેપમાં વધુ એક લાંચ લેતો કર્મચારી ઝડપાયો

logo

IPL 2024 Qualifier 1 KKR vs SRH: SRHએ જીત્યો ટોસ, KKR સામે પ્રથમ બેટિંગ, પ્રથમ દાવમાં બનાવ્યા 159 રન

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે પૂરક પરિક્ષાના ફોર્મ ભરવા માટેની 1 દિવસની સમય મર્યાદા વધારાઈ

logo

ભાવનગરના બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી જતા 4ના મોત

logo

દિલ્હીઃ દારૂ કૌભાંડ મામલે 'આપ'ના નેતા મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવાઈ

logo

જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ગોળીબાર

logo

સ્માર્ટ વીજ મીટરને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

logo

રાજકોટમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનનું મોત

logo

સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે બનાવી SITની ટીમ

logo

અમદાવાદ: 23 જૂનથી શરૂ થશે પીજી નીટની પરીક્ષા, પરીક્ષામાં લાગુ કરાશે નવી પદ્ધતિ

VTV / ધર્મ / shiv mantra chanting om namah shivay will calm your ego and enemies know its importance and meaning

ધર્મ / શત્રુઓ પર વિજય મેળવવો છે? તો રોજ ઘરે બેઠાં કરો આ મંત્રનો જાપ, જાણો શું છે તેનું મહત્વ અને અર્થ

Manisha Jogi

Last Updated: 09:40 AM, 27 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સનાતન ધર્મમાં ॐ नमः शिवाय મંત્રનું વિશેષ મહત્ત્વ છે. આ મંત્ર શુભતાનું પ્રતિક માનવામાં આવે છે. આ મંત્રનો ઈતિહાસ વર્ષો જૂનો છે, જેની શોધ કરવી ખૂબ જ મુશ્કેલ છે.

  • સનાતન ધર્મમાં ॐ नमः शिवाय મંત્રનું વિશેષ મહત્ત્વ
  • આ મંત્ર શુભતાનું પ્રતિક માનવામાં આવે છે
  • આ મંત્રજાપ કરવાથી શારીરિક તથા માનસિક પરેશાની દૂર થાય છે

સનાતન ધર્મમાં ॐ नमः शिवाय મંત્રનું વિશેષ મહત્ત્વ છે. કહેવામાં આવે છે કે, આ મંત્રનો જાપ કરવાથી જીવનના તમામ કષ્ટ દૂર થાય છે. શારીરિક તથા માનસિક પરેશાની દૂર થાય છે અને શાંતિ મળે છે. આ મંત્ર શુભતાનું પ્રતિક માનવામાં આવે છે. આ મંત્રનો ઈતિહાસ વર્ષો જૂનો છે, જેની શોધ કરવી ખૂબ જ મુશ્કેલ છે. ભારતમાં ॐ नमः शिवाय મંત્ર કરતા વધુ પ્રસિદ્ધ મંત્ર વિશે વિચારવું પણ મુશ્કેલ છે. આ મંત્ર વિશે અહીંયા વિગતવાર જણાવવામાં આવ્યું છે. 


ॐ नमः शिवाय મંત્રનો અર્થ
બ્રહ્માંડ પહેલા કંપન અને શુદ્ધ અસ્તિત્વ હતું. કંપનના કારણે ઓમની ધ્વનિ ઉત્પન્ન થઈ અને ત્યારપછી બ્રહ્માંડનું નિર્માણ થયું. 
नमः- નમન કરવું
शिवाय:- શિવ અથવા આંતરિક સ્વ

આ કારણોસર ॐ नमः शिवाय મંત્રનો અર્થ છે કે, હું શિવને નમન કરું છું. આ કારણોસર આ મંત્રનો વિસ્તારપૂર્વક અર્થ છે કે, ભગવાન શિવ તમામ લોકોમાં ચેતના તરીકે બિરાજમાન છે, જેથી સ્વને નમન કરવું. 

ॐ नमः शिवाय મંત્રનું મહત્ત્વ
ધાર્મિક માન્યતા અનુસાર ॐ नमः शिवाय મંત્ર અહંકાર અને શત્રુઓને શાંત કરે છે. જે યોગ્ય માર્ગ બતાવે છે અને મનમાંથી ચિંતા દૂર થાય છે. માનવામાં આવે છે કે, આ મંત્ર નકારાત્મક ગ્રહનો દુષ્પ્રભાવ દૂર કરે છે.

ॐ नमः शिवाय મંત્ર વરદાન સમાન છે. નિયમિતરૂપે આ મંત્રનો જાપ કરવાથી અદ્ભુત પરિણામ પ્રાપ્ત થાય છે. સોમવારનો દિવસ ભગવાન શિવને સમર્પિત હોવાથી સોમવારથી આ મંત્રજાપની શરૂઆત કરવી જોઈએ. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ