ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 09:44 PM, 24 July 2023
ADVERTISEMENT
ADVERTISEMENT
Shikhar Dhawan Dance: ભારતીય સ્ટાર બેટ્સમેન શિખર ધવન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ધવન સોશિયલ મીડિયા દ્વારા ફેન્સનું મનોરંજન કરતો રહે છે. તેઓ દરરોજ કોઇને કોઇ વિડિયો શેર કરતો રહે છે. આ વખતે ધવન એક્ટર વિજયની આગામી ફિલ્મ 'લિયો'ના ગીત 'ના રેડી' પર ડાન્સ કરતો જોવા મળ્યો હતો. ધવનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
લિયો ફિલ્મનું ગીત ના રેડી જૂનના અંતમાં રિલીઝ થયું હતું. આ ગીત રિલીઝ થતાની સાથે જ જોરદાર હિટ થઈ ગયું હતું. આ ગીતને અત્યાર સુધીમાં કરોડો ચાહકો યુટ્યુબ પર સાંભળી ચૂક્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ ગીત પર ઘણા રીલ વીડિયો બનાવી રહ્યા છે. ધવને તેના પર રીલ પણ બનાવી હતી. આ વીડિયોમાં ધવનનો ડાન્સ જોવા જેવો છે. અભિનેતા વિજયની ફિલ્મ લિયોનું લોકેશ કનાગરાજે ડાયરેક્ટ કર્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
વીડિયો પર ક્રિકેટર્સને આપ્યુ આવુ રિએક્શન
ધવનના આ વીડિયો પર ઘણા ક્રિકેટર્સએ રિએક્શન આપ્યુ છે. આમાં દિનેશ કાર્તિક, યુઝવેન્દ્ર ચહલ, પૂર્વ ખેલાડી ઈરફાન પઠાણ જેવા ઘણા ખેલાડીઓ સામેલ હતા. કાર્તિકે લખ્યું, હા તે સારું છે. ચહેરાના હાવભાવ પણ વધુ સારા. આ સિવાય યુઝવેન્દ્ર ચહલે લખ્યું, "શું બર્થ ડે ગિફ્ટ છે શીખી ભૈયા (શિખર ધવન)બિગ ચુમ્મા આ વાત પર." ઈરફાન પઠાણે હસતા ઈમોજી કમેન્ટ કરી હતી.
લાંબા સમયથી ટીમ બહાર છે ધવન
ધવન ઘણા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર ચાલી રહ્યો છે. તેણે ભારત માટે છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ ડિસેમ્બર 2022માં બાંગ્લાદેશ સામે ODI દ્વારા રમી હતી. તે જ સમયે, તે જુલાઈ 2021 માં T20 આંતરરાષ્ટ્રીયમાં શ્રીલંકા સામે રમ્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT
નોંધનીય છે કે, ધવન ભારત માટે ત્રણેય ફોર્મેટ રમે છે. તેણે અત્યાર સુધીમાં 34 ટેસ્ટ, 167 વનડે અને 68 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેણે ટેસ્ટમાં 40.61ની એવરેજથી 2315 રન, વનડેમાં 44.11ની એવરેજથી 6793 રન અને T20 ઈન્ટરનેશનલમાં 27.92ની એવરેજ અને 126.36ની સ્ટ્રાઈક રેટથી 1759 રન બનાવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Daily Dose / શું ગરમ પાણી પીવાથી વજન ઘટે?
ADVERTISEMENT
ADVERTISEMENT