બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / બિઝનેસ / ભારત / Share Market Today sensex-nse-nifty-positive-trend bse

પોઝિટિવ ટ્રેન્ડ / વર્ષના છેલ્લા સપ્તાહમાં શેર બજાર મજામાં! સેન્સેક્સમાં 300 પોઈન્ટનો ઉછાળો, આ શેરો ગ્રીનઝોનમાં

Vishnu

Last Updated: 10:01 AM, 27 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકી શેર બજાર અને એશિયાઈ માર્કેટની સારી સ્થિતિ ભારતીય શેર બજાર પર અસર કરી રહી છે. જેથી આ સપ્તાહ માર્કેટ ગ્રીન ઝોનમાં રહે તેવું ક્યાસ લાગી રહ્યો છે

  • શેર બજારમાં વર્ષ 2023નું છેલ્લું સપ્તાહ 
  • બુધવારે બજાર ખૂલતાં જ સેન્સેકસનો 300 પોઈન્ટના ઉછાળા સાથે કારોબાર
  • અલ્ટ્રાટ્રેક સિમેન્ટના શેર મજબૂતીમાં

શેર બજારમાં વર્ષના છેલ્લા સપ્તાહમાં શાનદાર તેજી જોવા મળી રહી છે. સવારે ગિફ્ટ સિટીમાં નિફ્ટીનો વાયદો 45 પોઈન્ટ ઉછળીને  21,540 પાર પહોંચ્યો, આ સંકેત છે આજે શેર બજારમાં મજબૂત કારોબાર જોવા મળી શકે છે. તે સાથે પ્રિ-ઓપન સેશનમાં પણ સેન્સેક્સ 150 અંકના વધારા સાથે 71,500 પર પહોંચી ગયો છે.સવારે 9 કલાક અને 20 મિનિટ આસપાસ 275 પોઈન્ટ વધી 71,615 પર સેન્સેક્સ કારોબાર કરી રહ્યો છે.

કયા શેરોમાં તેજી મંદી?

ભારતીય શેર બજાર પર અમેરિકી શેર બજાર અને એશિયાઈ માર્કેટની તેજીની અસર પણ જોવા મળી રહી છે. અલ્ટ્રાટ્રેક સિમેન્ટના શેરોમાં સારી એવી મજબૂતી જોવા મળી છે તે ઉપરાંત ટાટા મોટર્સ, બજાજ ફાઈનાન્સ જેવા શેર ઉપર ચડયા છે. બીજી તરફ એનટીપીસી, એશિયન પેઈન્ટ, એચડીએફસી બેન્ક અને સન ફાર્માના શેર નજીવી નુકસાની સાથે કારોબાર કરી રહ્યા છે.

મંગળવારે કેવા હતા બજારની હાલચાલ
આ પહેલા મંગળવારે ઘરેલુ શેર બજારમાં તેજીનો ટ્રેન્ડ જોવા મળ્યો, ત્રણ દિવસની રજા બાદ બજાર ખૂલતાં જ ચમક જોવા મળી હતી. bse સેન્સેક્સ 229 પોઈન્ટ સાથે 71,336.80 અંક પર જ્યારે નિફ્ટી 91.95 સાથે 21,441.35 પર બંધ થયો હતો. 2023ના વર્ષના છેલ્લા સપ્તાહમાં તેમજ નવા વર્ષની શરૂઆતમાં શેર માર્કેટ મજામાં રહેશે તેવું અનુમાન એક્સપર્ટ લગાવી રહ્યા છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ