બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ધર્મ / sharadiya navratri 2022 date and time maa durga ride

દેવી ઉપાસના / આ તિથિથી શરૂ થઇ રહી છે શારદીય નવરાત્રિ, પૂજા કરવાથી દરેક મનોકામના પૂર્ણ કરે છે માં

Premal

Last Updated: 09:12 AM, 21 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવરાત્રિ વર્ષમાં ચાર વખત આવે છે, એક ચૈત્ર નવરાત્રિ અને બીજી શારદીય નવરાત્રિ હોય છે. આ ઉપરાંત બે ગુપ્ત નવરાત્રિ હોય છે. આ દરમ્યાન માં દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.

  • આ તિથીથી શરૂ થઇ રહી છે શારદીય નવરાત્રિ
  • માઈભક્તો માં દુર્ગાના નવ સ્વરૂપોની કરે છે પૂજા 
  • જાણો આ વખતે નવરાત્રિમાં શું ખાસ રહેવાનુ છે

શારદીય નવરાત્રિમાં માંના નવ સ્વરૂપોની પૂજા કરાય છે

અશ્વિન મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિના રોજ નવરાત્રિનુ વ્રત રાખવામાં આવે છે. જેને શારદીય નવરાત્રિના નામથી પણ ઓળખવામાં આવે છે. આ દરમ્યાન પૂરા નવ દિવસ સુધી માં દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ વર્ષે શારદીય નવરાત્રિ 26 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ 5 ઓક્ટોબર સુધી ચાલશે. 10મા દિવસે નવરાત્રિ પૂજનનો કળશ અને પ્રતિમા વિસર્જન કરવામાં આવે છે. આવો જાણીએ છીએ આ વખતે નવરાત્રિમાં શું ખાસ રહેવાનુ છે અને આ વખતે માતા કોની પર સવાર થઇને આવવાની છે. 

દરેક મનોકામના પૂર્ણ કરે છે માં 

મહત્વનું છે કે નવરાત્રિ વર્ષમાં ચાર વખત આવે છે. એક ચૈત્ર અને બીજી શારદીય નવરાત્રિ હોય છે. તો આ દરમ્યાન બે ગુપ્ત નવરાત્રિ હોય છે. નવરાત્રિમાં નવ દિવસ સુધી માં દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા, હવન, યજ્ઞ, જગરાતે, ગરબાનુ આયોજન કરવામાં આવે છે. દરેક બાજુ લોકો માં શક્તિની ભક્તિમાં લીન રહે છે. માન્યતા છે કે માંની પૂજા-અર્ચના મનથી કરવામાં આવે તો મનોકામના પૂર્ણ થાય છે.  

આ સમયે થશે ઘટસ્થાપના 

આ વખતે નવરાત્રિ 26 સપ્ટેમ્બરે સવારે 3 વાગ્યેને 24 મિનિટથી શરૂ થશે. જેનુ સમાપન 27 સપ્ટેમ્બરે સવારે 3 વાગ્યેને 8 મિનિટ પર થઇ જશે. ઘટસ્થાપનાનુ મુહૂર્ત 26 સપ્ટેમ્બરે સવારે 6 વાગ્યેને 20 મિનિટથી સવારે 10 વાગ્યેને 19 મિનિટ સુધી રહેશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ