બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ધર્મ / shaniwar upay saturday shani dev will shower blessing on your family

ઉપાય / જીવનમાં નથી દૂર થઈ રહી સમસ્યાઓ તો શનિવારે કરો આ ઉપાય, ધનમાં પણ થશે વૃદ્ધિ

Manisha Jogi

Last Updated: 02:19 PM, 27 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શનિવારનો દિવસ ન્યાયના દેવતા ભગવાન શનિદેવને સમર્પિત છે. શનિવારે કેટલાક ખાસ ઉપાય કરવાથી શનિની સાડેસાતી અને શનિઢૈય્યાથી રાહત મળે છે.

  • શનિવારનો દિવસ ન્યાયના દેવતા ભગવાન શનિદેવને સમર્પિત
  • આ ઉપાય કરવાથી શનિઢૈય્યાથી રાહત મળશે
  • શનિવારે શનિદેવનું નામ લઈને કરો આ ઉપાય

શનિવારનો દિવસ ન્યાયના દેવતા ભગવાન શનિદેવને સમર્પિત છે. શનિદેવ કર્મ અનુસાર ફળ પ્રદાન કરે છે. જે લોકો શનિદેવની કૃપા હોય તેમને દરેક ક્ષેત્રે સફળતા મળે છે. શનિદેવની પૂજા માટે શનિવારનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. શનિવારે કેટલાક ખાસ ઉપાય કરવાથી શનિની સાડેસાતી અને શનિઢૈય્યાથી રાહત મળે છે. 

શનિવારે કરો આ ખાસ ઉપાય

  • પ્રગતિના પંથે મુશ્કેલીઓ આવી રહી હોય તો શનિવારે સ્નાન કર્યા પછી, સ્વચ્છ કપડાં પહેરો અને સૂતરનો દોરો લો. આ સૂતરનો દોરો પીપળના ઝાડની આસપાસ વીંટી દો. શનિદેવનું ધ્યાન કરીને શનિમંત્ર 'ऊँ ऐं श्रीं ह्रीं शनैश्चराय नमः।'નો જાપ કરો. 
  • દાંપત્ય જીવનમાં ખુશીઓ આવે તે માટે શનિવારે પીપળના ઝાડ પાસે કાળા તલ અને જળ અર્પણ કરો. શનિમંત્ર 'ऊँ ऐं श्रीं ह्रीं शनैश्चराय नमः।'નો જાપ કરો. 
  • બાળકને ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ મોકલવા માંગો છો, અને કોઈ સમસ્યા નડી રહી છે, તો 11 વાર શનિમંત્રનો 'ऊँ ऐं श्रीं ह्रीं शनैश्चराय नमः।' જાપ કરો.
  • ઘરને કોઈની નજર લાગી ગઈ હોય તો પરિવારના સભ્યો પ્રગતિ થતી નથી. આ સમસ્યાથી રાહત મેળવવા સ્નાન કર્યા પછી 31 વાર શનિમંત્રનો 'ऊँ ऐं श्रीं ह्रीं शनैश्चराय नमः।' જાપ કરો.
  • જીવનમાં વારંવાર સમસ્યાઓ આવી રહી છે, તો વાટકીમાં સરસિયાનું તેલ લો અને શનિદેવના તંત્રોક્ત મંત્રનો 'ऊँ प्रां प्रीं प्रौं स: शनैश्चराय नम:। 11 વાર જાપ કરો. હવે આ તેલથી પીપળાના ઝાડ પાસે શનિદેવના નામે દીવો કરો.
  • સારી સ્ટડી માટે શનિવારના દિવસે શનિદેવના મંત્ર 'ऊँ ऐं शं ह्रीं शनैश्चराय नमः।'નો 21 વાર જાપ કરો. હાથમાં કાળા તલ લઈને આ મંત્રજાપ કરો અને મંત્રજાપ પછી પીપળાના ઝાડ પાસે મુકી દો. 
  • પૈતૃક જમીન અને મિલકતને લગતી કોઈ સમસ્યા હો તો શનિદેવ સામે સરસિયાના તેલથી લોટનો દીવો કરો.  
  • સરકારી કામમાં મુશ્કેલી આવતી હોય તો શનિવારે શનિસ્તોત્રનો પાઠ કરો. શનિસ્તોત્રના પાઠ કરતા સમયે પશ્ચિમ તરફ મુખ રાખવું. 
  • જીવનમાં દરેક કાર્ય માટે સંઘર્ષ કરવો પડતો હોય તો એક મુઠ્ઠી કાળા તલ લો જળમાં પ્રવાહિત કરો. હવે શનિદેવનું ધ્યાન કરીને પ્રાર્થના કરો. 
  • સમાજમાં પ્રસિદ્ધિ અને માન-સન્માન મેળવવા માટે સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરો. શનિદેવના મંત્રનો ॐ प्रां प्रीं प्रौं स: शनैश्चराय नम:। 51 વાર જાપ કરો. 
  • સ્વસ્થ જીવન માટે ઘઉંની રોટલી પર ગોળ નાખીને ભેંસને ખવડાવો.
  • આર્થિક લાભ માટે શનિવારે એક રૂપિયાનો સિક્કો લો. હવે તે સિક્કા પર સરસિયાના તેલનું એક ટીપુ નાખો અને તે  શનિ મંદિરમાં મુકી આવો અને શનિદેવનું ધ્યાન કરો.

વધુ વાંચો: ઘરમાં રોજ થઈ રહ્યા છે ઝઘડા? ગૃહકલેશ પાછળ વાસ્તુ દોષ હોઈ શકે કારણ, આજે જ શરૂ કરો આ કામ
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ