બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / astro upay to get miraculous benefits lord vishnu and maa lakshmi

જ્યોતિષ શાસ્ત્ર / ઘરમાં રોજ થઈ રહ્યા છે ઝઘડા? ગૃહકલેશ પાછળ વાસ્તુ દોષ હોઈ શકે કારણ, આજે જ શરૂ કરો આ કામ

Manisha Jogi

Last Updated: 12:32 PM, 27 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષ શાસ્ત્રમાં અનેક ઉપાય જણાવવામાં આવ્યા છે. વારંવાર લડાઈ ઝઘડા ના થાય તે માટે નિયમિતરૂપે આ કામ જરૂરથી કરવું જોઈએ.

  • ઘરમાં પણ વારંવાર લડાઈ ઝઘડા થવાનું કારણ
  • જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કરો આ ઉપાય
  • પળવારમાં દૂર થઈ જશે તમારી પરેશાની

જ્યોતિષ શાસ્ત્રમાં અનેક એવા ઉપાય જણાવવામાં આવ્યા છે, જેનાથી વ્યક્તિની પરેશાની પળવારમાં દૂર થઈ શકે છે. જો તમારા ઘરમાં પણ વારંવાર લડાઈ ઝઘડા થઈ રહ્યા છે અને તેમાંથી છુટકારો મેળવવા માંગો છો, તો આ ઉપાય તમારા માટે લાભકારી સાબિત થઈ શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર વાસ્તુદોષના કારણે ઘરમાં લડાઈ અને ઝઘડા થાય છે. વારંવાર લડાઈ ઝઘડા ના થાય તે માટે નિયમિતરૂપે આ કામ જરૂરથી કરવું જોઈએ. 

શાસ્ત્રો અનુસાર લક્ષ્મી માતાને શંખ ખૂબ જ પસંદ છે. ભગવાન વિષ્ણુના હાથમાં શંખ હોય છે. હિંદુ ધર્મમાં પૂજા દરમિયાન શંખ વગાડવો શુભ માનવામાં આવે છે. ઘરમાં શંખ રાખવાથી ચમત્કારિક ફાયદા થઈ શકે છે. જે ઘરમાં પૂજા કર્યા પછી નિયમિતરૂપે શંખ વગાડવામાં આવે ત્યાં સકારાત્મક ઊર્જાનો વાસ રહે છે. ઘરમાં શંખ રાખવાથી શુ લાભ થઈ શકે છે તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

ઘરમાં શંખ રાખવાના ફાયદા
આર્થિક પરેશાનીથી છુટકારો

આર્થિક સમસ્યાથી રાહત મેળવવા માટે દર શુક્રવારે લક્ષ્મી માતાની પૂજા કરો અને શંખ વગાડો. જેથી ઘરમાં બરકત આવે છે અને ધનનું આગમન થાય છે. ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે. શંખ વગાડવાથી વાસ્તુદોષ દૂર થાયછે. વિધિ વિધાન સાથે શંખની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાની વિશેષ કૃપા રહે છે. 

લક્ષ્મી માતાનો અભિષેક
ઘરમાં રહેલ નકારાત્મક ઊર્જા દૂર કરવા માટે, ગૃહ કલેશથી છુટકારો મેળવવા માટે શંખમાં જળ ભરો. હવે આ જળ આખા ઘરમાં છાંટવાથી નકારાત્મકતા દૂર થાય છે. લક્ષ્મી માતાને પ્રસન્ન કરવા માટે શંખમાં જળ ભરીને લક્ષ્મી માતાનો અભિષેક કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે અને ભગવાન ભોળેનાથ પ્રસન્ન થાય છે. 

વધુ વાંચો: મિત્રો જ આપશે દગો, બનતા કામ બગડશે: આ રાશિના જાતકોએ રહેવું પડશે સાવધાન, શનિ બદલશે નક્ષત્ર

શંખમાં પાણી ભરીને સેવન કરો
આરોગ્ય નિષ્ણાંતો અનુસાર અસ્થમાના દર્દીઓ ડૉકટરની સલાહ અનુસાર દરરોજ શંખ વગાડે તો તેમને વિશેષ લાભ થાય છે. હાડકાંમાં દુખાવો તથા અન્ય કોઈ સમસ્યા હોય તો શંખમાં પાણી ભરીને તે પાણીનું સેવન કરવાથી રાહત મળે છે. આ પાણીમાં કેલ્શિયમ, ફોસ્ફરસ હોય છે, જેથી હાડકાં મજબૂત થાય છે.  
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ