બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 10:11 AM, 9 December 2023
ADVERTISEMENT
શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. શની સૌથી ધીમી ચાલ ચાલે છે. આજ કારણ છે કે શનિના રાશિ બદલવા કે ગોચરનું ખાસ મહત્વ છે. આ વખતે વર્ષ 2024માં શનિ ગોચર નહીં થાય.
ADVERTISEMENT
શનિદેવ 2025માં રાશિ પરિવર્તન કરશે. એટલે કે એક રાશિથી બીજી રાશિમાં જશે. તેની અસર દરેક 12 રાશિઓ પર પડશે. અમુક રાશિઓને કષ્ટોમાંથી મુક્તિ મળશે તો ઘણી રાશિઓ માટે આ સમય ખૂબ જ કષ્ટકારી સાબિત થશે.
2025માં શનિદેવના ગોચર કરવાથી બે રાશિ કર્ક અને વૃશ્ચિકને શનિની ઢૈય્યાથી મુક્તિ મળી જશે. તેના જીવનમાં કષ્ટ અને દુખ ઓછા થવાની સાથે જ સફળતા મળશે. જીવનમાં આનંદ વધી જશે. અસમંજસની સ્થિતિ લગભગ સમાપ્ત થઈ જશે. આવો જાણીએ કે ક્યારે થશે શનિનું ગોચર અને કઈ રાશિઓ પર શરૂ થશે શનિની ઢૈય્યા...
આ દિવસે થશે શનિનું ગોચર
કોઈ પણ ગ્રહનું ગોચર તેના રાશિ પરિવર્તનને કહેવામાં આવે છે. મોટાભાગના ગ્રહ એકથી ડોઢ મહિના સુધી એક રાશિમાં રહે છે. પરંતુ શનિ બધા ગ્રહોમાં સૌથી ધીમી ચાલ ચાલે છે. શનિ 2025માં 29 માર્ચે કુંભ રાશિથી નિકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે.
એટલે કે આ શનિનું ગોચર થશે. શનિના રાશિ પરિવર્તન કરવાથી અમુક રાશિઓ પર ઢૈય્યા તો અમુકને સાડેસાતીથી મુક્તિ મળી જશે. ત્યાં જ અમુક બીજી રાશિઓ પર તેનો પ્રભાવ જોઈ શકાશે.
2025માં શનિના મીન રાશિમાં પ્રવેશ કરવા પર શનિની સાડેસાતીનું ઢૈય્યાનો પ્રભાવ મકર રાશિ પરથી હટી જશે. ત્યાં જ મેષ રાશિ પર શનિની સાડેસાતી અને ઢૈય્યાનો પ્રભાવ શરૂ થશે. ત્યાં જ કુંભ રાશિના લોકો પર શનિની સાડેસાતીનું ત્રીજુ ચરણ થશે તો મીન રાશિ પર બીજુ અને મેષ રાશિમાં પહેલું ચરણ પ્રારંભ થશે. શનિના ગોચરના તરત બાદ ધનુ રાશિ પર શનિ ઢૈય્યા શરૂ થશે. ત્યાં જ કર્ક અને વૃશ્ચિક રાશિના લોકોને શનિ ઢૈય્યાથી મુક્તુ મળી જશે.
શનિદેવના અશુભ પ્રભાવથી બચાવશે આ ઉપાય
શનિની કૃપા મેળવવા માટે કાળા શ્વાનને અથવા તો કાળી ગાયને રોટલી જરૂર ખવડાવવી. તેની સાથે જ શનિ યંત્રની પૂજા કરો. શનિવારના દિવસે પીપળના ઝાડની નીચે સરસવના તેલનો દીવો કરો. તેનાથી શનિદેવ પ્રસન્ન થાય છે. હનુમાનજીની પૂજા અર્ચના અને શનિ ચાલીસાનો પાઠ કરવાથી શનિદેવનો આશીર્વાદ પ્રાપ્ત થશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.