બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / મનોરંજન / બોલિવૂડ / Shaitaan is competing with Yodha at the box office, the condition of Bastar and Article 370

Box Office Report / બોક્સ ઓફિસ પર 'યોદ્ધા' ને ટક્કર આપી રહી છે અજયની 'શૈતાન', કઇંક આવી છે 'બસ્તર'-'આર્ટિકલ 370'ની હાલત

Megha

Last Updated: 11:26 AM, 16 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ શુક્રવારે સિદ્ધાર્થ મલ્હોત્રાની 'યોદ્ધા' અને અદા શર્માની 'બસ્તર ધ નક્સલ સ્ટોરી' રિલીઝ થઈ હતી, ત્યારે અજય દેવગનની 'શૈતાન'નો હજુ પણ બોક્સ ઓફિસ પર દબદબો જોવા મળી રહ્યો છે.

દર અઠવાડિયાની જેમ આ અઠવાડિયે પણ સિનેમાઘરોમાં ઘણી નવી ફિલ્મો રીલીઝ થઈ છે. એક તરફ, ઘણી ફિલ્મો પહેલેથી જ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી હતી તો બીજી તરફ, દર્શકોએ થિયેટરમાં વધુ બે નવી ફિલ્મો રીલીઝ થઈ છે. 

આ શુક્રવારે સિદ્ધાર્થ મલ્હોત્રાની 'યોદ્ધા' અને અદા શર્માની 'બસ્તર ધ નક્સલ સ્ટોરી' થિયેટરોમાં રિલીઝ થઈ હતી, જેને દર્શકોનો સારો પ્રતિસાદ પણ મળ્યો હતો. તે જ સમયે, ગયા અઠવાડિયે રિલીઝ થયેલી અજય દેવગનની 'શૈતાન' હજી પણ બોક્સ ઓફિસ પર મજબૂત છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે કઈ ફિલ્મે બોક્સ ઓફિસ પર કેટલી કમાણી કરી.

ફિલ્મ 'યોદ્ધા' 
આ ફિલ્મ 15 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે રાશિ ખન્ના અને દિશા પટણી જોવા મળે છે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ એક સૈનિકની ભૂમિકા ભજવે છે જે હાઇજેક થયેલા પ્લેનને બચાવવાના મિશન પર હોય છે. ફિલ્મને પહેલા દિવસે દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો. ફિલ્મે પહેલા દિવસે બોક્સ ઓફિસ પર 4.25 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. સાથે જ એમ પણ કહેવાય રહ્યું છે કે ફિલ્મને વીકેન્ડમાં ફાયદો થશે અને આવનારા દિવસોમાં વધુ કમાણી થશે.

બસ્તર ધ નક્સલ સ્ટોરી:
વિપુલ અમૃતલાલ શાહ દ્વારા નિર્મિત અને સુદીપ્તો સેન દ્વારા નિર્દેશિત અદા શર્માની ફિલ્મ 'બસ્તર ધ નક્સલ સ્ટોરી'ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ ફિલ્મમાં અભિનેત્રી અદા સાથે ઈન્દિરા તિવારી પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ ગઈ કાલે 15 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મે પહેલા દિવસે 50 લાખ રૂપિયાની કમાણી કરી હતી. ફિલ્મ વિશે, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે 'ધ કેરળ સ્ટોરી'ની જેમ તે પણ ધીમી ગતિએ આગળ વધશે અને કમાણી કરશે.  

ફિલ્મ 'શૈતાન'
અજય દેવગન અને આર માધવનની ફિલ્મ 'શૈતાન'ને રિલીઝ થયાને એક અઠવાડિયાથી વધુ સમય થઈ ગયો છે . આ ફિલ્મે બોક્સ ઓફિસ પર આઠ દિવસ પૂરા કર્યા. આ ફિલ્મનું બજેટ લગભગ 65 કરોડ રૂપિયા છે અને આ ફિલ્મનું નિર્દેશન વિકાસ બહલે કર્યું છે. ફિલ્મે પહેલા દિવસે 14.75 કરોડની કમાણી કરી હતી. જ્યારે આ શુક્રવારે ફિલ્મે 4.50 કરોડનો બિઝનેસ કર્યો હતો. ફિલ્મની કમાણીમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. 'શૈતાન'નું અત્યાર સુધી કુલ 84.25 કરોડ રૂપિયાનું કલેક્શન થઈ ગયું છે.

આર્ટિકલ 370:
યામી ગૌતમની ફિલ્મ 'આર્ટિકલ 370' હજુ પણ બોક્સ ઓફિસ પર દબદબો બનાવી રહી છે. આદિત્ય સુહાસ જાંભલે દ્વારા નિર્દેશિત, આ ફિલ્મે બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કર્યું હતું. 23 ફેબ્રુઆરી 2024ના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મ સારો બિઝનેસ કરી રહી છે. જો કે આજે ફિલ્મની કમાણીમાં ઘટાડો જોવા મળ્યો હતો. ફિલ્મે 22માં દિવસે 65 લાખ રૂપિયાની કમાણી કરી હતી. તે જ સમયે, ફિલ્મનું કુલ કલેક્શન હવે 69.70 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ