બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Shailesh Parmar upset about making Amit Chavda the leader of the opposition

મડાગાંઠ / ગુજરાત કોંગ્રેસમાં પડ્યો મોટો ડખો, વિપક્ષ નેતા તરીકે અમિત ચાવડાને જાહેર કરતાં દિગ્ગજ ધારાસભ્ય નારાજ, પડી આટી

Published By: Dinesh Chaudhary

Last Updated: 07:25 PM, 24 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત કોંગ્રેસમાં આંતરિક વિખવાદ યથાવત, અમિત ચાવડાને વિપક્ષ નેતા બનાવતા શૈલેષ પરમાર હાઇકમાન્ડ અને પ્રદેશ નેતૃત્વથી નારાજ.

  • અમિત ચાવડાને વિપક્ષ નેતા બનાવતા શૈલેષ પરમાર નારાજ
  • શૈલેષ પરમાર હાઇકમાન્ડ અને પ્રદેશ નેતૃત્વથી નારાજ 
  • કોંગ્રેસને વિપક્ષનું પદ મળશે કે નહીં તેને લઈને અસમંજસ

ગુજરાત કોંગ્રેસને લઇને મહત્વના સમાચાર આવ્યા છે કે, અમિત ચાવડાને વિપક્ષ નેતા બનાવાતા શૈલેષ પરમાર નારાજ થયા છે. કોંગ્રેસમાં એક તરફ પક્ષ વિરોધ પ્રવૃત્તિ બદલ સસ્પેન્ડની કાર્યવાહી કરવામાં આવી રહી છે તો બીજી તરફ દિગ્ગજનેતઓની નારજગી સામે આવી રહી છે. 

કોંગ્રેસ નેતા શૈલેષ પરમાર નારાજ
કોંગ્રેમાં અમિત ચાવડાને વિપક્ષ નેતા બનાવાતા શૈલેષ પરમાર નારાજ થયા છે. વિગતો અનુસાર શૈલેષ પરમાર હાઇકમાન્ડ અને પ્રદેશ નેતૃત્વથી નારાજ થયા છે તેમજ કોંગ્રેસને વિપક્ષનું પદ મળશે કે નહીં તેને લઈને અસમંજસમાં છે. તમને જણાવી દઈએ કે, અમિત ચાવડા વિધાનસભામાં કોંગ્રેસના નેતા તરીકે પદગ્રહણ કરશે અને વિપક્ષ નેતાના કાર્યાલયને બદલે હાલ કોંગ્રેસ પક્ષની ઓફિસમાંથી કામગીરી કરશે.

શૈલેષ પરમાર

આંતરિક વિખવાદના ડખા યથાવત
અત્રે ઉલ્લેખનીય વાત એ છે કે, અમિત ચાવડાના પદગ્રહણના આવતીકાલના કાર્યક્રમમાં શૈલેષ પરમાર હાજર નહી રહે.  વિપક્ષ નેતાની રેસમાં શૈલેષ પરમારનું નામ મોખરે હતું અને તેઓ અમદાવાદના દાણીલીમડાના ધારાસભ્ય છે. કોંગ્રેસની પાસે ફક્ત 17 બેઠકો છે છતાં આંતરિક વિખવાદના ડખ્ખા બંધ થવાના નામ નથી લીધા તો બીજી તરફ કોંગ્રેસે કાર્યવાહીનો પણ ચલાવી રહી છે.

અમિત ચાવડા

કોંગ્રેસનો કાર્યવાહીનો દોર યથાવત
ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ કોંગ્રેસ એક્શનમાં આવી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર સામે કોંગ્રેસ દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. વિધાનસભાની ચૂંટણી મુદ્દે ગુજરાત કોંગ્રેસે ચાર નેતાઓને સસ્પેન્ડ કર્યા છે. તમને જણાવી દઈએ કે, અગાઉ 38 નેતાઓને સસ્પેન્ડ કરાયા હતાં.

કોંગ્રેસે પાર્ટી વિરોધી પ્રવૃત્તિ કરનાર 4 નેતાઓને સસ્પેન્ડ કર્યો
વિધાનસભાની ચૂંટણી મુદ્દે ગુજરાત કોંગ્રેસની કાર્યવાહી દોર ચાલી રહ્યો છે. જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત 4 નેતાઓ સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવત્તિના આરોપ મુદ્દે સસ્પેન્ડ કરાયાં છે. જેમાં જૂનાગઢ શહેર કોંગ્રેસના અમિત પટેલ, રાવણ પરમારને તેમજ માજી કોર્પોરેટર રાજુ સોલંકીને પણ સસ્પેન્ડ કરાયા છે. કોંગ્રેસના અંગત નિરીક્ષકના રિપોર્ટ બાદ પાર્ટીએ આ મોટો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે.

અગાઉ સુરેન્દ્રનગર અને નર્મદા જિલ્લા પ્રમુખને કરાયા હતા સસ્પેન્ડ 
કોંગ્રેસની શિસ્ત સમિતિ દ્વારા સુરેન્દ્રનગર અને નર્મદાના જિલ્લા પ્રમુખને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રૈયાભાઈ રાજપૂત અને નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હરેશ વાળંદને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ જિલ્લા પ્રમુખ પી.ડી. વસાવાને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પક્ષ વિરોધી પ્રવૃત્તી બદલ પૂર્વ ધારાસભ્ય પી.ડી વસાવા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
 

સંકળાયેલા મુદ્દાઓ

આંતરિક વિખવાદ કોંગ્રેસ કોંગ્રેસ નેતા અમિત ચાવડા નારાજ શૈલેષ પરમાર Gujarat Congress Shailesh Parmar annoyed

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ