બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / shahrukh khan ipl auction 2024 gujarat titans buy cricketer shahrukh khan in ipl 2024
Vikram Mehta
Last Updated: 08:20 PM, 19 December 2023
ADVERTISEMENT
આજે દુબઈમાં IPL 2024 માટે મિની હરાજી યોજાઈ હતી. આ હરાજીનાં ઓસ્ટ્રેલિયાના સ્ટાર બોલર મિચેલ સ્ટાર્ક અને કેપ્ટન પૈટ કમિંસે ધૂમ મચાવી દીધી છે. આ હરાજીમાં ભારતીય પ્લેયર્સે પણ ધમાકો કર્યો છે.
ગુજરાત ટાઈટન્સની ટીમે IPL 2024ની હરાજીમાં તમિલનાડુના ઓલરાઉન્ડર શાહરૂખ ખાનને 7.4 કરોડમાં ખરીદ્યો છે. શાહરૂખ ખાનને ખરીદવા માટે પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે કોમ્પેટિશન થઈ હતી, જેમાં ગુજરાત ટાઈટન્સ બાજી મારી ગયું છે.
ADVERTISEMENT
𝙎handaar 𝙍omanchak 𝙆amaal
— Gujarat Titans (@gujarat_titans) December 19, 2023
An all-round entry into the Home of the Gujarat Titans as @shahrukh_35 dons the GT blue 👕
Swagat hai Titan Khan! 🫡#AavaDe | #IPLAuction pic.twitter.com/dfgapDM9L5
પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ
પંજાબ કિંગ્સે IPLની હરાજી પહેલા શાહરૂખ ખાનને રિલીઝ કર્યો હતો, જેથી તેને 9 કરોડનો ફાયદો થયો હતો. શાહરૂખ ખાને IPLમાં પંજાબ કિંગ્સ માટે 33 મેચ રમી છે. IPLમાં શાહરૂખ ખાનનો સ્ટ્રાઈક રેટ 160થી વધુ હતો, પરંતુ બેટીંગમા નિરંતરતા નહોતી. આ હરાજીમાં શાહરૂખ ખાનની બેઝ પ્રાઈસ 40 લાખ રૂપિયા હતી.
શાહરૂખ ખાન ફાસ્ટ બોલર સામે શાનદાર બેટીંગ કરી શકે છે, પરંતુ સ્પિનર્સ સામે થોડા કાચા પડે છે. TNPL 2023માં શાહરૂખ ખાને 9 મેચમાં 6.66ના ઈકોનોમી રેટથી 17 વિકેટ લીધી હતી.
સ્ટાર્કે એક કલાકમાં કમિંસનો રેકોર્ડ તોડ્યો
આ હરાજીમાં સૌથી પહેલા ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન પૈટ કમિંસે ઈતિહાસ રચ્યો. સનરાઈઝર્સ હૈદરાબાદે પૈટ કમિંસને 20.50 કરોડ રૂપિયામાં ખરીદતા કમિંસ સૌથી મોંઘો પ્લેયર રહ્યો હતો. કમિંસનો આ રેકોર્ડ એક કલાકમાં તૂટી ગયો હતો. IPLના ઈતિહાસમાં સ્ટાર્ક સૌથી મોંઘા ખેલાડી બની ગયા છે. કલકત્તા નાઈટ રાઈડર્સે સ્ટાર્ક 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Champions Trophy 2025 / એવાં 3 ભારતીય ખેલાડીઓ, કે જેઓ સતત ત્રીજી વખત રમશે ચેમ્પિયન્સ ટ્રોફી, જાણો નામ
Champions Trophy 2025 / ચેમ્પિયન્સ ટ્રોફીમાં જસપ્રીત બુમરાહનું રમવું શંકાસ્પદ, આ દિવસે લેવાઈ શકે નિર્ણય
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.