બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અમદાવાદ / Shaheed jawan gopalsinh bhadoriya Shaurya Chakra courier Ahmedabad

માંગ / કુરિયરથી આવેલા 'શૌર્ય ચક્ર'ને અમદાવાદના શહીદના માતા-પિતાએ કર્યું પરત, કહ્યું- રાષ્ટ્રપતિના હસ્તે સન્માન આપો

Hiren

Last Updated: 12:05 AM, 11 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના બાપુનગરમાં શહીદ પરિવારની વેદના. દીકરાના બહાદુરીનું શોર્ય ચક્ર સન્માનપૂર્વક મળે તેવી માંગ કરીને શોર્ય ચક્ર પરત કર્યું. રાષ્ટ્રપતિના હસ્તે વીરતાની ગરિમા જાળવીને સન્માન મળે તે શહીદ જવાનના માતા પિતાની ઈચ્છા.

  • કુરિયરથી શૌર્ય ચક્ર સન્માન કે અપમાન ?
  • કુરિયર દ્વારા શૌર્ય ચક્ર ઘરે મોકલાયું
  • માતા-પિતાએ શૌર્ય ચક્ર કર્યું પરત

આંખમાં આસું અને લાચારીની વેદના સાથે જોવા મળતા આ શહીદ ગોપાલસિંહ ભદોરીયાના માતા પિતા છે. 2017માં આતંકવાદીઓ સાથે અથડામણમાં દીકરો શહીદ થયો. દીકરાની શહાદતએ દરેકની આંખ નમ કરી. માતા પિતાએ દીકરો ગુમાવ્યો. પરંતુ દેશ માટે શહીદ થવાનું ગૌરવ હતું. પરંતુ આ ગૌરવને વધાવી લેતું શોર્ય ચક્ર માતા પિતાએ પરત કર્યું. કારણ કે દીકરાની શહાદતનું સન્માન નહિ પરંતુ અપમાન કરીને કુરિયર દ્વારા આ શોર્ય ચક્ર ઘરે પોસ્ટ કરવામાં આવ્યું. 2017માં કાશ્મીરમાં કુલગામમાં ગોપાલસિંહએ આતંકવાદી અથડામણમાં 4 આતંકવાદીઓને મારીને શહીદ થયા. તેમની બહાદુરી અને શહાદતને લઈને શોર્ય ચક્રથી નવાજવામાં આવ્યું. પરંતુ શહીદ ગોપાલસિંહની પત્ની અને માતા પિતાને હક્કને લઈને કોર્ટમાં ચાલતા વિવાદ વચ્ચે આ શોર્ય ચક્ર પર હક્કને લઈને આ શોર્ય ચક્ર પરિવારને સોંપવામાં આવ્યો નહતો. તાજેતરમાં દીકરા પર માતા પિતાના હક્કને લઈને કોર્ટના આદેશ બાદ માતા પિતાએ દીકરાનું ગૈરવ સમાન શોર્ય ચક્ર આપવાની માંગ કરી. પરંતુ આ શોર્ય ચક્ર રાષ્ટ્રપતિના હસ્તે આપવાના બદલે કુરિયરમાં પોસ્ટ કરી દેતા માતા પિતાને આઘાત લાગ્યો. આ શોર્ય ચક્ર માતા પિતાએ પરત કર્યો.

શહીદવીર ગોપાલસિંહ ભદોરીયાએ નિરમા યુનિવર્સિટીમાં B. Techનો અભ્યાસ કર્યો હતો. પરંતુ સેનામાં જવાનું સપનું હોવાથી 2003માં સેનામાં ભરતી થયા. 2007માં તેમનું NSGમાં સિલેક્શન થયું હતું. કમાન્ડોની વિશેષ તાલીમ દરમ્યાન 26 સપ્ટેમ્બર 2008ના મુંબઈમાં થયેલા આતંકી હુમલામાં તાજ હોટલઝ ઓબરોય હોટલ અને નરીમન પોઇન્ટ પર બહાદુરી પૂર્વક ફરજ બજાવી હતી. ઇજાગ્રસ્ત ઓફિસરને ઉઠાવીને એમ્બ્યુલન્સ સુધી લઈ જઈને ફરી ઓપરેશનમાં જોડાઈને આતંકીઓ સાથે અથડામણમાં ઉત્તમ કામગીરી કરી હતી. 2017માં કાશ્મીરમાં કુલગામમાં 7 આતંકવાદી એક મકાનમાં છુપાયા હતા જે ઓપરેશનમાં ગોપલસિંહએ 4 આતંકીઓને માર્યા. પરંતુ આ ફરજ દરમ્યાન તેઓ શહીદ થયા. તેમની આ શહાદતથી શોર્ય ચક્રની નમાજવાની જાહેરાત કરાઈ હતી. પરંતુ વિવાદના કારણે આ બહાદુરીનું શોર્ય ચક્ર માતા પિતા મેળવી શક્યા નહતા. પરંતુ હવે દીકરાના શહાદતનું ગૌરવ અને સન્માનનો મજાક બની રહ્યો હોવાની પીડા આ પિતા વ્યક્ત કરી રહ્યા છે. તેઓ દીકરાની શહાદતની ગરિમા જાળવીને રાષ્ટ્રપતિના હસ્તે આ શોર્ય ચક્ર મળે તેવી માંગ કરી રહ્યા છે.

દેશ માટે જિંદગી નિછાવર કરનાર શહીદને સન્માન પૂર્વક શોર્ય ચક્ર મળશે. કારણ કે કુરિયરથી પોસ્ટ કરીને શોર્ય ચક્રનું તો ગરિમા તો ના રહી પરંતુ દેશ માટે શહીદ થયેલા જવાનનું પણ અપમાન થયું હોવાનું દુઃખ પરિવાર વ્યક્ત કરે છે. દીકરાને સન્માનપૂર્વક શોર્ય ચક્ર મળે તેવી માંગ કરી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ