બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / મનોરંજન / shah rukh khan on four year long break before pathaan jawan dunki

બોલિવુડ / જાણો ફિલ્મ પઠાણ પહેલા શાહરૂખ ખાને કેમ લીધો હતો 4 વર્ષનો બ્રેક, એક્ટરે કર્યો ખુલાસો

Manisha Jogi

Last Updated: 11:42 AM, 30 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્ષ 2023માં શાહરૂખ ખાનની ત્રણ ફિલ્મ રિલીઝ થઈ હતી. શાહરૂખ ખાને લાંબા બ્રેક પછી ફિલ્મ ‘પઠાન’થી વાપસી કરી હતી અને આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. શાહરૂખ ખાને 4 વર્ષ પછી આ ફિલ્મથી વાપસી કરી હતી.

  • વર્ષ 2023માં શાહરૂખ ખાનની ત્રણ ફિલ્મ રિલીઝ થઈ
  • લાંબા બ્રેક પછી ફિલ્મ ‘પઠાન’થી વાપસી કરી
  • શાહરૂખ ખાને 4 વર્ષનો બ્રેક શા માટે લીધો?

વર્ષ 2023માં શાહરૂખ ખાનની ત્રણ ફિલ્મ રિલીઝ થઈ હતી. શાહરૂખ ખાને લાંબા બ્રેક પછી ફિલ્મ ‘પઠાન’થી વાપસી કરી હતી અને આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. શાહરૂખ ખાને 4 વર્ષ પછી આ ફિલ્મથી વાપસી કરી હતી. આ કારણોસર દર્શકો આતુરતાથી ફિલ્મ ‘પઠાન’ની રાહ જોઈ રહ્યા હતા. શાહરૂખ ખાને જણાવ્યું હતું કે, તેમણે 4 વર્ષનો બ્રેક શા માટે લીધો. 

શાહરૂખ ખાનની ફિલ્મ ‘ડંકી’ ક્રિસમસ પર રિલીઝ થઈ હતી. દર્શકોને આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી હતી. ફિલ્મ ‘ડંકી’ હિટ થયા પછી શાહરૂખ ખાને ફેન્સ સાથે વાતચીત કરી અને તેમની ફિલ્મોને સપોર્ટ કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. 

ફિલ્મમાંથી બ્રેક શા માટે લીધો?
સોશિયલ મીડિયા પર શાહરૂખ ખાનનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં કિંગ ખાન ફેન્સ સાથે વાત કરી રહ્યા છે. વિડીયોનાં શાહરૂખ ખાન જણાવે છે કે, ‘હું 33 વર્ષોથી કામ કરી રહ્યો છું અને આટલા બધા સમયનો બ્રેક લેવો તે મારા માટે ખૂબ જ નવું છે. થોડા સમય પહેલા મારી કેટલીક ફિલ્મો સારો બિઝનેસ કરી શકી નહોતી, મને એવું લાગી રહ્યું હતું કે, સારી ફિલ્મો નથી બનાવી રહ્યો. જેથી હું સારી ફિલ્મો કરવા માંગતો હતો. દર્શકોને ફિલ્મ ‘પઠાન’, ‘જવાન’ અને ‘ડંકી’ ખૂબ જ પસંદ આવી છે. ભારતની સાથે સાથે ભારતની બહાર પણ દર્શકોએ મને અને મારી ફિલ્મોને તેમના દિલમાં સ્થાન આપ્યું છે. 4 વર્ષનો બ્રેક ના લેવો જોઈએ, 2-4 મહિનાનો બ્રેક લેવો યોગ્ય છે. હું આપ સહુનો આભારી છું કે, ઓડિયન્સે મને ફીલ કરાવ્યું કે, મેં જે પણ કર્યું તે બરાબર કર્યું છે અને આ રીતે જ કરતા રહેવું જોઈએ.’

વધુ વાંચો: વિશ્વભરની ફિલ્મોને પછાડી ઋત્વિકની 'Fighter' બની ટોપ મુવી, પહોંચી 200 કરોડને પાર

શાહરૂખ ખાનની ફિલ્મ ‘ઝીરો’ ફ્લોપ થયા પછી શાહરૂખ ખાને એક્ટિંગમાંથી બ્રેક લીધો હતો. 4 વર્ષના લાંબા બ્રેક પછી શાહરૂખ ખાને ફિલ્મ ‘પઠાન’થી કમબેક કર્યું હતું. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને જ્હોન એબ્રાહમ લીડ રોલ ભજવતા જોવા મળ્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ