બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:54 PM, 15 July 2023
ADVERTISEMENT
Shadab khan video: ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણી હરીફાઈ છે. ક્રિકેટ હોય કે અન્ય કોઈ રમત, ઘણી વખત ખેલાડીઓ એકબીજા સાથે અથડામણ પણ કરી ચૂક્યા છે. આ દરમિયાન પાકિસ્તાનના દિગ્ગજ ક્રિકેટર શાદાબ ખાનનું એક નિવેદન ચર્ચામાં છે. તે હાલમાં યુ.એસ.માં મેજર લીગ ક્રિકેટમાં પ્રવેશ કરી રહ્યો છે અને સાન ફ્રાન્સિસ્કો યુનિકોર્ન માટે રમી રહ્યો છે. ટી-20 લીગની એક મેચમાં, MI ન્યૂયોર્ક સામે, શાદાબે પહેલા અડધી સદી અને પછી બોલિંગ કરીને ટીમને જીત અપાવી. તે એશિયા કપથી લઈને ODI વર્લ્ડ કપ સુધી ટીમ ઈન્ડિયા માટે પણ ભારે સાબિત થઇ શકે છે.
'When there was no India and no Pakistan (before 1947) we used to play together and that's happening in the #MajorLeagueCricket once again' - Shadab Khan
— Farid Khan (@_FaridKhan) July 14, 2023
What a gem of a person Shadab is ♥️ #MLC2023 pic.twitter.com/gdm3CoPvfH
ADVERTISEMENT
શાદાબ ખાને મેજર લીગ ક્રિકેટની મેચ પહેલા કહ્યું હતું કે, જ્યારે ભારત અને પાકિસ્તાન બન્યુ નહોતુ ત્યારે અમે સાથે રમતા હતા. હવે સારું લાગે છે. અમે ફરીથી સાથે રમીશું. તેણે કહ્યું કે અમારી વચ્ચે મતભેદ હતો. પરંતુ જ્યારે તમે એકબીજાને મળો છો, ત્યારે તમને ખ્યાલ આવે છે કે તમે ખૂબ સમાન છો. અમે બંને પંજાબી બોલીએ છીએ. હું ભારતના ખેલાડીઓ સાથે ખૂબ એન્જોય કરુ છું.મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સનો હિસ્સો રહી ચૂકેલા તેજિંદર સિંહનો પણ એ ખેલાડીઓમાં સમાવેશ થાય છે જેમને પ્રથમ મેચ માટે સાન ફ્રાન્સિસ્કો ટીમ દ્વારા પ્લેઈંગ-11માં તક આપવામાં આવી હતી.
ADVERTISEMENT
સીએસકેના ચૈતન્ય બિશ્રોઇ પણ ટીમમાં
ફ્રાન્સિસ્કોની ટીમમાં ડાબોડી સ્પિનર ચૈતન્ય બિશ્નોઈ પણ સામેલ હતો, જે CSK ટીમનો ભાગ હતો. જોકે તે મેજર લીગ ક્રિકેટની પ્રથમ મેચમાં કોઈ વિકેટ લઈ શક્યો ન હતો. તે જ સમયે, તેજિંદર સિંહ 10 બોલમાં 18 રન બનાવીને અણનમ રહ્યો હતો. 3 ચોગ્ગા માર્યા, મેચમાં પ્રથમ રમતા સાન ફ્રાન્સિસ્કોએ 5 વિકેટે 215 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં MI ન્યૂયોર્કની ટીમ 5 વિકેટે 193 રન જ બનાવી શકી હતી. આ રીતે શાદાબ ખાનની ટીમ 22 રને જીતી ગઈ.

ADVERTISEMENT
24 વર્ષીય ઓલરાઉન્ડર અને લેગ સ્પિનર શાદાબ ખાને મેચમાં 30 બોલમાં 61 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. સ્ટ્રાઈક રેટ 200 હતો, 4 ફોર અને 5 સિક્સર ફટકારી હતી, તેણે 3 ઓવરમાં 32 રન આપીને એક વિકેટ પણ લીધી હતી. કોરી એન્ડરસન પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો. વિજેતા ટીમ માટે તેણે 52 બોલમાં 91 રન બનાવ્યા હતા. જેમાં 4 ફોર અને 7 સિક્સર ફટકારી હતી. બીજી તરફ, MI તરફથી નિકોલસ પૂરને 40 અને કેપ્ટન કિરોન પોલાર્ડે 48 રન બનાવ્યા હતા. ટિમ ડેવિડે 28 બોલમાં અણનમ 51 રનની આક્રમક ઇનિંગ રમી હતી, પરંતુ તે ટીમને જીત અપાવી શક્યો નહોતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.