ઈજીપ્તની રાજધાની કાહિરાની વચ્ચે ઐતિહાસિક બાબ અલ-શારિયામાં પોતાની દવાની દુકાને ઔષધિ જાણીને અલ-હબાશી જણાવે છે કે તે તેના જાદુઈ ઘોલને શું કહે છે.
આરબ યુવાનો વાયેગ્રા જેવી દવાઓનો કરે છે ઉપયોગ
આ દવાઓ પુરૂષની જાતિય ઈચ્છાઓ વધારે છે
એન્ટી ઈમ્પોટેન્સી ડ્રગ મામલે સાઉદી અરબ સૌથી ઉપર
આરબ યુવાનોમાં વાયેગ્રા જેવી દવાઓનુ પ્રમાણ વધ્યું
હવાશીએ ઈજિપ્તની રાજધાની કાહિરામાં કામુક અને કુદરતી જાતિય ઈચ્છા વધારનારા કુદરતી ઉપાયોને વેચનારા દુકાનદારના રૂપમાં પોતાનુ નામ બનાવ્યું છે. જો કે, છેલ્લાં ઘણા વર્ષો દરમ્યાન તેમને પોતાના ગ્રાહકોની ઈચ્છામાં ફેરફાર જોયો છે. તે કહે છે, હવે મોટાભાગના પુરૂષ બ્લુ ગોળીઓ લઇ રહ્યાં છે, જે પશ્ચિમની કંપનીઓમાંથી આવે છે. અનેક સંશોધન મુજબ, આરબ દેશોના યુવાનો સિલ્ડેનાફિલ (જે વ્યાવસાયિક રીતે વાયેગ્રાના રૂપમાં ઓળખાય છે), વાર્ડેનાફિલ (લેવિટ્રા, સ્ટેક્સિન) અને તાડાલાફિલ (સિયાલિસ) જેવા ડ્રગ્સનો ઉપયોગ કરી રહ્યાં છે.
સાઉદી અરેબિયા યાદીમાં સૌથી ઉપર
હકીકતમાં 2012માં થયેલા એક અભ્યાસ મુજબ આરબ દેશોમાં પ્રતિ વ્યક્તિ એન્ટી ઈમ્પોટેન્સી ડ્રગ મામલે ઈજીપ્ત સૌથી મોટુ ગ્રાહક છે. સાઉદી અરબ આ યાદીમાં સૌથી ઉપર છે. આ રિપોર્ટને છાપનારા સાઉદી અખબાર અલ-રિયાદે ત્યારે અનુમાન લગાવ્યું હતુ કે સાઉદી અરબે જાતિય ઈચ્છા વધારનારી ગોળીઓ પર વાર્ષિક 1.5 બિલિયન ડોલર ખર્ચ કર્યા હતા. તેમના મુજબ સાઉદી અરેબિયામાં તેનો વપરાશ રશિયાની તુલનામાં લગભગ 10 ગણો હતો. જ્યાં આબાદી ત્યારે પાંચ ગણી વધુ હતી.
40 ટકાએ વાયેગ્રા જેવી દવાનો ઉપયોગ કર્યો
હાલમાં આરબ જર્નલ ઑફ યુરોલોજીના એક સંશોધન મુજબ તેમાં ભાગ લેતા સાઉદી યુવાનોમાં 40 ટકાએ તેના જીવનમાં કોઈના કોઈ સમયે વાયેગ્રા જેવી દવાનો ઉપયોગ કર્યો છે.