બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કાળજું કંપાવતા CCTV: પાટણમાં રસ્તો ક્રોસ કરતા સાયકલસવારની રીક્ષા સાથે ભયંકર ટક્કર

VIDEO / કાળજું કંપાવતા CCTV: પાટણમાં રસ્તો ક્રોસ કરતા સાયકલસવારની રીક્ષા સાથે ભયંકર ટક્કર

Last Updated: 09:14 AM, 4 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સિદ્ધપુર તાલુકાના મુડાણા ગામ પાસે એક દુર્ઘટના થઈ હતી. જ્યાં પેસેન્જર ભરેલી રિક્ષા અચાનક પલટી ખાઈ ગઈ હતી. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.

સિદ્ધપુર તાલુકાના ચંદ્રાવતી ગામના રિક્ષા ચાલક પસાભાઈ સોમાભાઈ પરમાર શનિવારે લુખાસણ મુડાણા તરફ મુસાફરો ભરીને રિક્ષા લઈ જતા હતા. ત્યારે માર્ગમાં અચાનક એક કિશોર સાયકલ લઈને સામે આવતા રિક્ષા ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. સાયકલ ચાલક રોડ વચ્ચે આવતા રિક્ષા પલટી મારી ગઈ હતી.

અકસ્માત થતા આજુબાજીથી લોકો દોડી આવ્યા

આ દુર્ઘટનામાં રિક્ષા ચાલક સહિત કુલ 8 મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચતી હતી. અકસ્માત થતાં જ નજીકથી લોકો તાત્કાલિક દોડી આવ્યા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સિદ્ધપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તમામને સારવાર મળી રહી છે.

ઈજાગ્રસ્તોના નામ

ઈજાગ્રસ્તોમાં રિક્ષા ચાલક પસાભાઈ સોમાભાઈ પરમાર (ચંદ્રાવતી), નરસિંહભાઈ પરમાર (મુડાણા), જયંતીભાઈ ધારસીજી વણઝારા, ચંદુભાઈ મૂળજીભાઈ દેવીપૂજક, ઈશ્વરભાઈ રાવળ (લુખાસણ), પુરીબેન જવાનજી વણઝારા, બાલચંદભાઈ મકવાણા (લુખાસણ) તથા જહમત ખાન મોહમ્મદ ખાન વરવાડા (લુખાસણ)ના નામનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ અમદાવાદીઓ એલર્ટ! આજે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી, સૌથી વધુ આ જિલ્લાઓમાં

સાયકલ ચાલક કિશોરને બચાવવા જતા રીક્ષા પલ્ટી ખાઈ ગઈ

કિશોરને બચાવવાનો પ્રયાસ રિક્ષા પલટાનું કારણ બન્યું હોવાનું પ્રાથમિક તારણ છે. સિદ્ધપુર પોલીસ વિભાગે બંને પક્ષોના નિવેદન લઈને વધુ તપાસ હાથ ધરી છે. ઘટના બાદ સ્થળ પર રાહદારીમાં હડકંપ મચી ગયો હતો. સ્થાનિક લોકોએ ઘટનાને ગંભીરતાથી લઈ સતર્કતા અપનાવવાની અપીલ કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

accident Patan accident Siddhpur accident
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ