બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અમદાવાદીઓ એલર્ટ! આજે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી, સૌથી વધુ આ જિલ્લાઓમાં

હવામાન અપડેટ / અમદાવાદીઓ એલર્ટ! આજે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી, સૌથી વધુ આ જિલ્લાઓમાં

Priykant Shrimali

Last Updated: 08:11 AM, 4 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Today Rain Forecast : રાજ્યમાં વરસાદનો બદલ્યો મિજાજ!. આજે મોટાભાગના જિલ્લામાં સામાન્યથી હળવા વરસાદની આગાહી

Gujarat Today Rain Forecast : ગુજરાતમાં જાણે વરસાદે મિજાજ બદલ્યો છે. વાસ્તવમાં આજે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરાઇ છે. જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં આજે વરસાદની આગાહી કરાઇ છે. આ સાથે આજે મધ્ય ગુજરાત એન દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઈ આગાહી કરાઇ છે. આ તરફ સૌરાષ્ટ્રમાં પણ સામાન્ય વરસાદ પડી શકે છે.

આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદ પડી શકે છે. આ સાથે ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલમાં સામાન્ય વરસાદની વકી છે. આ તરફ દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચમાં પણ વરતારો છે તો સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં પણ મધ્યમ વરસાદ પડશે.

હવામાન અપડેટ મુજબ આજે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, પોરબંદરમાં વરસાદની શક્યતા છે. આ સાથે ગીર સોમનાથ, દ્વારકા, બોટાદ, મોરબીમાં વરસાદનું અનુમાન છે તો ભાવનગર, અમરેલી, કચ્છ જિલ્લામાં પણ સામાન્ય વરસાદ થશે.

હવે જાણો શું કહ્યું હવામાન વિભાગે ?

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાત રાજ્યમાં આજે અને આગામી દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લાં કેટલાક દિવસોથી રાજ્યમાં વરસાદનું જોર ઘટી ગયું હતું, પણ હવે ફરીથી અનેક જિલ્લામાં વરસાદી માહોલ સર્જાવાની શક્યતા છે. ખાસ કરીને હવામાન વિભાગે જણાવ્યું છે કે, આજે સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે અને આ જિલ્લા માટે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : ખેડૂતો માટે રાહતના સમાચાર, આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

આ સાથે ગુજરાતન અન્ય વિસ્તારો જેમ કે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, દ્વારકા, બોટાદ, મોરબી, ભાવનગર, અમરેલી અને કચ્છમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

heavy rain Gujarat rain rain forecast
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ